બોલીવુડમાં દરેકનું નસીબ બુલંદ નથી હોતું પરંતુ જેનું હોય છે એ સફળતાના શિખરે પહોંચી જાય છે. એની પાછળ ઘણી મહેનત હોય છે અને આજે અમે જે કલાકારોની વાત કરીશું એ અમીર હોવાની સાથે સફળતાના શિખરે પણ બેસી ચુક્યા છે. હવે એ કામ પણ નહિ કરે તો પણ એમની પેઢીઓ આરામથી રહી શકશે. તો ચાલો મળીએ બોલીવુડના ૪ સૌથી વધારે ઉંમરના અમીર કલાકારોને, એમણે દરેકના દિલમાં પોતાના ટેલેન્ટથી ખાસ જગ્યા બનાવી છે.
મળો બોલીવુડના ૪ સૌથી વધારે ઉંમરના અમીર કલાકારોને
આ યાદીમાં અમે જેમના વિષે વાત કરીશું એ બોલીવુડના કલાકારો છે. એમાંથી કેટલાકે તો પોતાના બાળપણ અને શરુઆતના સમયમાં ઘણો સંઘર્ષ કર્યો છે પરંતુ આજે પોતાની મહેનતના દમ પર જે મુકામ મેળવ્યું છે, એ દરેકનું સપનું હોય છે, તો મોડું કર્યા વિના આ કલાકારો વિષે જાણીએ.
શત્રુઘ્ન સિન્હા
બોલીવુડના ફેમસ કલાકાર શત્રુઘ્ન સિન્હાનો લોકપ્રિય ડાયલોગ ‘અબે ખામોશ’ આજે પણ લોકોના મોએ છે. શત્રુઘ્ન સિન્હા એ હવે રાજનીતિમાં પ્રવેશ કરી લીધો છે અને ફિલ્મોમાં એમની દીકરી સોનાક્ષી સિન્હા છવાઈ રહી છે. પરંતુ શત્રુઘ્ન સિન્હા એ પોતાના સમયમાં એકથી વધીને એક સફળ ફિલ્મોમાં કામ કર્યું અને આજના સમયમાં એમની પાસે ૧૨૦ કરોડની આસપાસની સંપતિ છે.
દિલીપ કુમાર
૯૬ વર્ષના થઇ ગયેલા બોલીવુડના લેજેન્ડ અભિનેતા દિલીપ કુમારનું હવે ઉઠવા બેસવાનું, બોલવા અને હરવા ફરવાનું બધનું બંધ થઈ ગયું છે પરંતુ પોતાના સમયમાં એ બધાના મનગમતા હતા. જો કે દિલીપ કુમાર સાહેબ હવે આપની વચ્ચે નથી રહ્યા. દિલીપ કુમારનો અભિનય સૌ કોઈને પસંદ હતો અને એમના અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા મોટા કલાકારો પણ ફેન હતા. એવું જણાવાય છે કે દિલીપ કુમાર પાસે ૬૦૦ કરોડની સંપતિ છે.
અમિતાભ બચ્ચન
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વર્ષ ૧૯૬૯ થી આજસુધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. એમની પાસે આજે પણ ૫ પ્રોજેક્ટ્સ છે અને ૩ ફિલ્મો જલ્દી જ રિલીજ થઇ શકે છે. અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવાય છે કારણકે એમણે ઘણી બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. એમની દરેક સ્ટાઈલ લોકોને પસંદ આવે છે અને સૌથી મોટી વાત એ છે કે એમના નાના મોટા, સ્ત્રી પુરુષ બધા ફેન છે. દરેક ઉંમરના લોકો એમના અભિનયને પસંદ કરે છે. અમિતાભ બચ્ચન પાસે ૨૭૦૦ કરોડની આસપાસની સંપતિ છે.
ધર્મેન્દ્ર
બોલીવુડના હિમેન કહેવાતા ધર્મેન્દ્ર એ ૫૦ ના દશકમાં ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. એમણે પોતાના સમયમાં પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને આજે પણ લોકોના મનપસંદ છે. એવું જણાવાય છે કે ધર્મેન્દ્ર પાસે ૪૦૦ કરોડની સંપતિ છે.