સોનનાથમાં આવતા દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દીવ સુધીની ટુરીસ્ટ બસ સેવાનો પ્રરંભ કરી દેવામાં આવ્યો છે. જેમા માત્ર 500 રૂપિયામાં પ્રવાસીઓ હવે દીવ સુધીનો પ્રવાસ કરી શકશે. સાથેજ તેમનો અલગ અલગ સ્થળો પર પણ ફરવામાં આવશે.
બસમાં સવાર પ્રવાસીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પછી બાદમાં પરત તેમને સોમનાથ લાવવામાં આવશે સવારે 8 વાગ્યે બસ ઉપડશે. અને 10 વાગ્યા સુધીમાં બસ દીવ પહોચશે.
ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દીવ સુધી બસનો પ્રાંરંભ કરવામાં આવ્યો છે. અને આ સેવા કોઈ પ્રકારના નફા વગર કરવામાં આવશે…
પ્રવાસીઓને દીવમાં ગંગેશ્વર મહાદેવ, નાગવાબીચ. ચર્ચ તેમજ પ્રાચીન કિલ્લાઓ અને ખુખી સ્માર્ક જેવા સ્થાનો બતાવામાં આવશે. સાથેજ બપોરમાં આ ટુરીસ્ટોને ભોજન આપવામાં આવશે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહી આવે.
સોમનાથ આવતા યાત્રીકોને દીવ જવામાં ભારે પરેશાની થતી હતી. પરંતુ હવે યાત્રીકો માત્ર 500 રૂપિયા જેટલી નજીવી કિમંતે દીવમાં ફરી શકશે. તેમજ ભોજન પણ કરી શકશે. અને ટ્રસ્ટના આ નિર્ણયને લઈને યાત્રીકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ટ્રસ્ટી જે. ડી પરમાર દ્વારા આ મુદ્દે જણાવામાં આવ્યું કે ખુશીની વાત એ છે અહીયા આવનાર યાત્રીકોને વધું વ્યાજબી સુવીધા મળી રહેશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે આવનારા સમયમાં વધું બસો ખરીદીને યાત્રીકોને અન્ય ધાર્મીક સ્થળોએ પણ લઈ જવામાં આવશે
ઉલ્લેખનિય છે કે ખાનગી વાહનો પ્રવાસીઓ પાસેથી સોમનાથ થી દીવ જવા માટે 2 છી 3 હજાર જેટલા રૂપિયા લેતા હતા. જેના બદલે હવે માત્ર 500 રૂપિયામાં ટ્રસ્ટ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. અને હવે યાત્રીકો માત્ર 500 રૂપિયામાં દીવ જઈ શકશે.