દિવાળીમાં લક્ષ્મી પૂજનમાં ધ્યાન રાખો આ વાત, લક્ષ્મીજીના આવા ફોટાની ભૂલમાં પણ ના કરો પૂજા

હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી ગયો છે. એવામાં બધી બાજુ બજારોમાં રોનક જોવા મળી રહી છે. લોકો તહેવાર માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે. દિવાળીના દિવસે ખાસ દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. એવામાં ઘણા લોકો માં લક્ષ્મીજી માટે કોઈ પણ ફોટો કે મૂર્તિ પોતાના ઘરે લઇ આવે છે, જે ઠીક નથી. દિવાળીના દિવસે માં લક્ષ્મીજીનો ફોટો કે મૂર્તિ લાવવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, નહીતો તમારી ઉપર એની નકારાત્મક અસર પણ પડી શકે છે.

ફક્ત દિવાળી જ નહીં દિવાળીની સાથે અન્ય અવસરે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. અમે તમને જણાવીશું કે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની કેવી મૂર્તિની પૂજા કરવી જોઈએ.

આવા ફોટાની કારો પૂજા૧. જેવું કે આપણને સૌને ખબર છે કે માં લક્ષ્મીજીની પૂજાથી ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. એવામાં જે પણ ફોટો આપણે લાવીએ એમાં એરાવત હાથીનું હોવું શુભ માનવામાં આવે છે. એ સાથે જ જો એ હાથી પોતાની સૂંઢમાં કળશ લઇ ઉભો હોય તો એ વધારે શુભ ફળ આપે છે. આવા ફોટાની પૂજા કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાયેલી રહે છે. દિવાળી પર દેવી લક્ષ્મીજીના એવા જ ફોટાની પૂજા કરવી જોઇએ.૨. આ વાતો સિવાય જે પણ ફોટામાં દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ તરફ બેઠેલ હોય, એવા ફોટો ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ રહે છે. તમે તમારા ઘરમાં ધન સંપતિ માટે દેવી લક્ષ્મી ના એવા ફોટાની જ પૂજા કરો, જેમાં એ ધનના દેવતા કુબેર સાથે હોય.૩. એ સાથે જ માતા લક્ષ્મીનો કમળ પર બેઠેલ ફોટો ઘણો શુભ માનવામાં આવે છે. આવા ફોટાની પૂજા કરવાથી માં લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે અને એમની કૃપા જળવાયેલી રહે છે. જેનાથી આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી અને બરકત હંમેશા રહે છે.૪. બજારથી ફોટો કે મૂર્તિ લાવતા સમયે ધ્યાન રાખો કે જે પણ ફોટામાં લક્ષ્મીજીની સાથે શ્રી ગણેશ અને સરસ્વતી હોય એ જ ખરીદો. એવો ફોટો પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એ સાથે જ ગજલક્ષ્મી એટલે કે હાથી પર બેઠેલ દેવી લક્ષ્મીનો ફોટો પણ પૂજા માટે શુભ માનવામાં આવે છે,

આવા ફોટાની ભૂલમાં પણ ના કરો પૂજાજે પણ ફોટામાં માં લક્ષ્મી ઘુવડ પર બેઠેલા દેખાય એ ફોટાની ભૂલમાં પણ પૂજા ના કરવી જોઈએ. એવું કરવું શુભ નથી માનવામાં આવતું. ઘુવડ એમ તો દેવી લક્ષ્મીનું વાહન છે, પણ એ નિશાચર પ્રકારનું પ્રાણી છે, એટલે કે રાતે જાગતું રહે છે. હિંદુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે જો ઘરની આસપાસ ઘુવડ દેખાઈ જાય તો એ અશુભ સંકેત થાય છે. ઘુવડ નકારાત્મકતાનું પ્રતિક છે. એટલે ભૂલમાં પણ ક્યારેય ઘુવડ બેઠેલ દેવી લક્ષ્મીની પૂજા ના કરવી જોઈએ.