હજી પણ રૂપની રાણી છે ‘લગાન’ ની ગોરી મેમ, ૫૨ ની ઉંમરમાં પણ લાગે છે ૨૨ ની, જુઓ નવા ફોટા

હિન્દી સિનેમાના મશહૂર અભિનેતા આમિર ખાનને હિન્દી સિનેમામાં કામ કરીને ૩૩ વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે. આમિર ખાને વર્ષ ૧૯૮૮ માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. અભિનેતાની પહેલી ફિલ્મ હતી ‘કયામત સે કયામત તક’. આમીરની પહેલી જ ફિલ્મ ઘણી હિટ રહી હતી. એમાં એમની સાથે ખાસ રોલમાં જૂહી ચાવલાએ સાથ આપ્યો હતો.



અભિનેતા આમિર ખાને પોતાના ઉત્તમ કામથી દુનિયાભરમાં એક ખાસ ઓળખ બનાવી છે. આમિર ખાનનો જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫ ના મુંબઈમાં થયો હતો. ૫૬ વર્ષના આ અભિનેતાએ ૯૦ ના દશકમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે અને હજી પણ આ ક્રમ ચાલુ છે. આમિર એક વર્ષમાં એક ફિલ્મ લાવે છે જોકે એ એક જ ફિલ્મથી ફેન્સનું દિલ જીતી લે છે.

આમિર ખાનના ફેન્સને આમીરની આવનારી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ હોય છે. લાંબા સમયથી આમિર મોટા પડદે દેખાયા નથી. એવામાં એમના ફેન્સમાં એમને મોટા પડદે જોવાની તાલાવેલી વધતી જઈ રહી છે. જોકે જલ્દી જ અભિનેતા પોતાના ચાહકોની રાહને ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ દ્વારા ખત્મ કરશે.



આમિર ખાન અને કરીના કપૂર ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ આ વર્ષે ૧૪ એપ્રિલના રિલીજ થશે. જણાવી દઈએ કે આમિરે હિન્દી સિનેમાની ઘણી શાનદાર
ફિલ્મોમાં કામ કર્યું છે. ગજની, દંગલ, પીકે, થ્રી ઈડિયટ્સ, રાજા હિન્દુસ્તાની, દિલ, ફના, રંગ દે બસંતી, હમ હે રાહી પ્યાર કે, મન જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. તો એમની શાનદાર ફિલ્મોમાં ‘લગાન’ પણ શામેલ છે.



જણાવી દઈએ કે, ‘લગાન’ ફિલ્મ ક્રિકેટ પર આધારિત હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૦૧ માં આવી હતી, અને એને દર્શકોનો ખૂબજ પ્રેમ મળ્યો હતો. આજે પણ ફિલ્મ દર્શકો ખૂબ જ રસથી જુવે છે. આમિર તો પોતાની અદાકારીથી ફેન્સના દિલો પર છવાયેલા જ , સાથે જ અભિનેત્રી ગ્રેસી સિંહના અભિનયને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ બંને સિવાય એલીઝાબેથ રસેલ ઉર્ફે રશેલ શૈલે પણ દર્શકોના દિલોમાં ઉતરી ગઈ હતી.



ખાસ વાત એ છે કે ફિલ્મમાં એક અંગ્રેજી મેમ હતી. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું કે અંગ્રેજી મેમ એ ગામના લોકોનો ખૂબ જ સાથ આપ્યો હતો અને ક્રિકેટ મેચની જીતમાં એમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ફિલ્મમાં આ પાત્ર નિભાવવાવાળી અભિનેત્રીનું નામ રશેલ શૈલે છે. એમને ‘લગાન’ માં એલીઝાબેથ રસેલના રોલમાં દેખાડવામાં આવી હતી.



ખાસ વાત એ છે કે આજે લગભગ ૨૦ વર્ષો પછી પણ રશેલ શૈલે પહેલા જેવી જ દેખાય છે. એમના ફોટા સોશ્યલ મીડિયા પર ઘણીવાર વાયરલ થતા રહે છે. એમની ઉંમર ૫૨ વર્ષ થઇ ચુકી છે. પરંતુ એમની ખૂબસૂરતી, એમની મુસ્કાન, અને એમની સાદગી આગળ ઉંમર ગાયબ થઇ જાય છે.



અભિનેત્રીના ફેંસ પેજ પર ઘણીવાર એમના ફોટા વાયરલ થાય છે. એમના ફોટા જોયા પછી ફેંસ એમના જોરદાર વખાણ કરે છે. ફક્ત એમની સુંદરતા જ નહીં એમની સાદગી અને મુસ્કાનને પણ ખૂબ જ વખાણવામાં આવે છે.



અત્યારે સોશ્યલ મીડિયા પર રશેલનો એક ફોટો ખૂબ જ ચર્ચામાં છે. એમાં એ બેબી પિંક કલરના જેકેટમાં દેખાઈ રહી છે. એ એકદમ હંસતી દેખાઈ રહી છે. આ ફોટા પર ફેંસ ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે સો બ્યુટીફૂલ. જયારે એકે લખી નાખ્યું કે આપ તો ૧૬ સાલકી લગ રહી હો.



જણાવી દઈએ કે રશેલનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૬૯ ના યુકે માં થયો હતો. ૫૨ વર્ષની રશેલે વર્ષ ૧૯૯૫ માં મૈથ્યુ પાર્કહિલ સાથે લગ્ન કર્યા હતા. રશેલ એક અભિનેત્રી હોવાની સાથે જ એક મોડલ અને લેખક પણ છે.