કાલોલના યુવાનો લેહ-લદ્દાખ ફરવા ગયા હતા ત્યાં પેગોંગ લેક પાસે 13,862 ફૂટની ઊંચાઈ પર ગરબા રમ્યા

ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં પોતાનો ડંકો વગાડી જ દે…. ગુજરાતી ગમે ત્યાં જાય અને ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો ગરબા રમવા માટે હમેશા તૈયાર રહે છે. પંચમહાલના કાલોલના યુવાનો લેહ લદ્દાખ ફરવા ગયા તો ત્યાં ગરબાની રમઝટ બોલાવી હતી.



ગુજરાતીઓને ગરબા ખૂબ જ પ્રિય હોય છે. ગુજરાતીઓ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ગરબા રમવા લાગે છે પછી ભલેને તે ગમે તે જગ્યાએ હોય. એવું જરૂરી નથી કે ગરબા માત્ર નવરાત્રીમાં જ જોવા મળે. રેલ્વે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, ગમે ત્યાં ગુજરાતી ગરમાગરમ રમવા લાગે છે. ગુજરાતના ગરબાનો જલવો દેશ-વિદેશમાં પણ જોવા મળે છે. ત્યારે પંચમહાલના કલોલના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.


13862 ફુટની ઉંચાઈ પર ગરબા

પંચમહાલના કાલોકના યુવાનોએ લેહ લદ્દાખ ફારવા ગયા હતા. લડાખમાં માયનસ ડિગ્રી તાપમાનની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ યુવાનોએ “કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા” ગીતના તાલ પર ગરબા રમ્યા હતા. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લેહ લદાખના પેગોંગ લેક પાસે 13862 ફુટની ઉંચાઈ પર ગરબા રમતા કાલોલના યુવાનોનો વિડિઓ થયો વાયરલ છે.



નોંધનીય છે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષ પછી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થવાની છે. ગરબા પ્રેમીઓએ ગરબાની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ યુવાનોએ લેહ લદ્દાખની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી.