કુતરાની જેમ વાઘને રમાડવો હોય તો જલ્દી આ જગ્યાએ પહોંચી જાઓ, 150 વાઘ સાથે થઇ જશે મિત્રતા

કહેવાય છે કે સિંહ કરતા પણ વાઘ વધારે ઘાતકી હોય છે. સિંહને જ્યારે ભૂખ લાગે છે ત્યારે જ તે શિકાર કરે છે પરંતુ વાધ તેની સામે આવનાર દરેક વ્યક્તિને ભરખી જાય છે ત્યારે એક મંદિર એવુ છે જ્યાં વાઘ કુતરાની જેમ લોકો સાથે રમે છે.થાઇલેન્ડની રાજધાની બેન્કોકથી 140 કિમી દુર આવેલા આ મંદિરમાં 150 વાધ રહે છે અને મનુષ્યોની વચ્ચે રહેવા છતાં પણ આ વાઘોએ ક્યારેય કોઇને નુકસાન પહોંચાડ્યુ નછી. વિશ્વના દરેક ખુણેથી પ્રવાસીઓ અહીં વાઘ જોવા આવે છે અને તેમની સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે પરંતુ ક્યારેય વાઘે કોઇના પર હુમલો કર્યો હોય તેવી ઘટના સામે આવી નથી.માન્યતા અનુસાર પહેલા થાઇલેન્ડમાં પ્રાણીઓની તસ્કરી કરવામાં આવતી હતી અને બૌદ્ધ મંદિરોમાં વન્યપ્રાણી જીવનને નવી દિશા મળે તેના માટે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. 1999માં એક વાઘના બચ્ચાને આ પરિસરમાં સાધુ પાસે લઇ આવવામાં આવ્યુ હતુ. તેની માતાને શિકારીએ વિંઘી નાખી હતી અને ત્યાંના સાધુઓ તેને બાળકની જેમ ઉછેરવા લાગ્યા હતા.બાદમાં આ વાઘનું બચ્ચુ સાધુઓ સાથે અવી રીતે હળી મળી ગયુ કે તે મિત્રોની જેમ જ વર્તાવ કરે છે. આ વાઘ કોઇને પણ નુકસાન પહોંચાડતા નથી અને તેમને શાંતિથી જીવવા માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. મંદિરમાં વિશ્વના ખૂણેથી આવતા ભક્તો સાથે પણ આ વાઘ રમે છે અને તેના કારણે આ મંદિરને ટાઇગર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.