રેખાની ૪ માં છે તો શાહિદ કપૂરની ૩ માં, જાણો આ મશહૂર કલાકારોની કેટલી છે માં ?

બોલીવુડ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં એકથી વધારે લગ્ન કોઈ મહત્વના નથી. બોલીવુડના એવા ઘણા કલાકર છે જેમણે એક , બે નહીં પણ ઘણા લગ્ન કર્યા છે. તો ઘણા કલાકારો એવા પણ છે જેમની એક થી વધારે માં છે. વાત એવી છે કે આ કલાકારોના પિતાએ એકથી વધારે લગ્ન કર્યા છે. તો ચાલો જાણીએ, આખરે આ યાદીમાં કયા કયા મશહૂર કલાકારોના નામ શામેલ છે?

રેખાબોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાની માં નું નામ પુષ્પાવલી છે, જે તમિલ અને તેલુગૂ ફિલ્મોની અભિનેત્રી રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે એમનું અફેયર જૈમીની ગણેશન સાથે હતું અને રેખા એ બંનેનું જ સંતાન છે. રેખાના પિતા જૈમીની ગણેશન એ પુષ્પાવલી સિવાય ત્રણ બીજા લગ્ન કર્યા હતા એવી સ્થિતિમાં રેખાની ચાર માં છે. બોલીવુડની મશહૂર અદાકારા રેખા એ સિમી ગ્રેવાલના શો માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે અહિયાં એક થી વધારે માં હોઈ શકે છે.

સલમાન ખાનબોલીવુડ ઇન્ડસ્ટ્રીના દબંગ ખાન એટલે સલમાન ખાનની બે માં છે. સલમાન ખાનની માં નું નામ સુશીલા ચરક છે અને પૂર્વ અભિનેત્રી હેલન એમની સૌતેલી માં છે. તમને જણાવી દઈએ કે હેલેનને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એમના ઉત્તમ ડાંસ માટે ઓળખવામાં આવે છે. પરંતુ જયારે સલીમ ખાને એની સાથે લગ્ન કર્યા તો એ સલમાન ખાન ની માં ના નામે ઓળખાય છે. સલમાન ખાનની બંને માં એક જ ઘરમાં રહે છે.

પૂજા બેદીપૂજા બેદીની પણ ચાર માં છે. તમને જણાવી દઈએ કે ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના મશહૂર અભિનેતા કબીર બેદીએ ૭૦ વર્ષની ઉંમરમાં પરવીન દુસાંજ સાથે હાલમાં જ લગ્ન કર્યા હતા. આ કબીર બેદીના ચોથા લગ્ન હતા. એની પહેલા કબીર બેદીએ પ્રતિમા બેદી, સુજાન હમ્ફ્રે અને નિક્કી બેદી સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, પણ બોલીવુડની મશહૂર અભિનેત્રી પરવીન બાબી સાથે પણ એમનું અફેયર રહી ચુક્યું છે. પિતાના ચોથા લગ્નમાં પૂજા બેદી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

સની દેઓલબોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સની દેઓલની બે માં છે. સની દેઓલના પિતા ધર્મેન્દ્રએ પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યા હતા અને બીજા લગ્ન બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે કર્યા છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર એ પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા વિના જ બીજા લગ્ન હેમા માલિની સાથે કર્યા હતા.

ફરહાન અખ્તરફરહાન અખ્તર જાવેદ અખ્તરની પહેલી પત્નીના દીકરા છે. જાવેદ અખ્તર એ બીજા લગ્ન શબાના આઝમી સાથે કર્યા. આ રીતે શબાના આઝમી ફરહાન અખ્તરની બીજી માં થયેલ એટલે કે ફરહાન અખ્તરની બે માં છે.

પ્રતિક બબ્બરપ્રતિક બબ્બર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા રાજ બબ્બર અને સ્મિતા પાટીલના દીકરા છે. રાજ બબ્બરે નાદિરા બબ્બર સાથે પહેલા લગ્ન કર્યા હતા એટલે કે પ્રતીકની બીજી માં નાદિરા બબ્બર છે.

શાહિદ કપૂરબોલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા શાહિદ કપૂરની ત્રણ માં છે. નીલિમા અઝીમ અને પંકજ કપૂરના દીકરા શાહિદ કપૂર છે. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરએ બે લગ્ન કર્યા અને નીલિમાએ ત્રણ લગ્ન કર્યા છે. આ હિસાબે શાહિદ કપૂરની બે માં અને ત્રણ પિતા છે. શાહિદ કપૂરના સૌતેલા પિતા રાજેશ ખટ્ટરની બીજી પત્ની વંદના સજનાની છે. શાહિદની ત્રીજી માં વંદના છે, જેની સાથે શાહિદના સંબંધ ઘણા સારા છે. એ પણ શાહિદને પોતાના દીકરાની જેમ માને છે.