એક સમયે માત્ર 4000ની નોકરી કરતો ‘બાઘો’ આજે એક એપિસોડના લે છે આટલા રૂપિયા…

શું તમને ખબર છે કે તારક મેહતા કા ઊલટા ચશ્માં સિરિયલમાં કામ કરતા આ કલાકાર એક સમયમાં 4000ની નોકરી કરતા હતા? જાણવા માટે આ આખો લેખ ધ્યાનથી વાંચો કે કોણ છે આ કલાકાર અને 4000 ની નોકરીથી કઈ રીતે બન્યા ફેમસ કલાકાર. તો ચાલો જોઈએ.

છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ પર રાજ કરે છે આ સિરિયલ ‘ તારક મેહતા કા ઊલટા ચશ્માં ‘. આ જ કારણ છે કે આજે પણ આ શો ટીઆરપીની લીસ્ટમાં પ્રથમ નંબર પર છે. આ સિરિયલ દર્શકોને હાસ્ય આપે છે અને દર્શકો આ સિરિયલના બધા કલાકારોને પોતાનો પ્રેમ આપે છે. આ કહાની છે ‘ ગડા ઇલેક્ટ્રોનિક્સ’ માં કામ કરતા બાઘાની જેનું નામ તન્મય વેકરીયા છે.

આ સિરિયલના માધ્યમથી તન્મય વેકરીયા ઉર્ફ બાઘા લોકોને ખુબ હસાવે છે અને આજ કારણ છે કે આજે તન્મય વેકરીયાની ફેન ફોલોવિંગ પણ ખુબ છે. નટુકાકા અને બાઘાની જોડી લોકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરે છે.

માત્ર 4 હાજરની નોકરીતમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેતા એટલે કે તન્મય વેકરીયા આ શોમાં આવ્યા પહેલા બેંકમાં 4 હાજરની નોકરી કરતા હતા. હા, મીડિયા રિપોર્ટર અનુસાર તન્મય વેકરીયા બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની નોકરી કરતા હતા.

શાયદ તમને ખબર નહિ હોય પણ તન્મયનું જીવન ખુબ ઉતાર ચડાવ વાળું રહ્યું છે. અભિનયના બેકગ્રાઉન્ડથી હોવા જતા તન્મય વેકરીયાને કારકિર્દી માટે ખુબ મેહનત કરવી પડી હતી. તન્મયના પિતા અરવિંદભાઈ પણ એક નામચીન આર્ટિસ્ટ હતા અને તેના જ કદમ પર ચાલીને તન્મયે 15 વર્ષ સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યું હતું.વાત કરીએ 2010ની, તો 2010 પેહલા તન્મય વેકરીયાને તારક મેહતા કા ઊલટા ચશ્માં સિરિયલમાં કામ કરવા માટે ઘણા બધા અલગ-અલગ પાત્ર નિભાવા પડ્યા હતા જેમ કે ટેક્સી ડ્રાઈવર, ટીચર, ઇન્સ્પેક્ટર વગેરે. તન્મય વેકરીયાને 2010 પછી તારક મેહતા કા ઊલટા ચશ્માં સિરિયલમાં બાઘાનો અભિનય મળ્યો હતો. આ અભિનય મળ્યા પછી તન્મય વેકરીયા ઉર્ફ બાઘાનું જીવન બદલાઈ ગયું હતું.

એક સમય એવો હતો જયારે તન્મય વેકરીયા ઉર્ફ બાઘાને એક મહિનો કામ કરવાના 4 હાજર રૂપિયા મળતા હતા, પણ તન્મય વેકરીયાએ હાર નહિ માની અને પોતાનું સપનું પૂરું કરવા માટે પોતાની બેંકની નોકરી છોડી દીધી હતી. અત્યારે તન્મય વેકરીયા તારક મેહતા કા ઊલટા ચશ્માં સિરિયલનો એક એપિસોડ કરવાના આશરે 22000 હાજર રૂપિયા મળે છે.