ગેંડાના શિંગડા ઘણા મોંઘા ભાવે વેચાય છે, અને એનું કારણ છે કેરાટીન. આ કેરાટીનના લીધે એ ઘણું મોંઘુ હોય છે, અને કિંમત એટલી છે કે એ સોનાથી પણ મોંઘુ છે.
તમે ગેંડા વિષે ઘણું સાંભળ્યું હશે, પણ શું એના શિંગડા વિષે જાણો છો. ગેંડાનું એક શિંગડું ઘણું મોંઘુ હોય છે અને એટલું મોંઘુ કે એનાથી સસ્તું તો સોનું આવે છે, પણ સવાલ એ છે કે આખરે આ શિંગડામાં એવું શું હોય છે, જેના લીધે એ આટલું મોંઘુ હોય છે. સાથે જ જાણી લઈએ કે આ કયા કામે આવે છે, જેના લીધે એને લાખો રૂપિયામાં ખરીદી લે છે. જાણો છો આ શિંગડા સાથે જોડાયેલ દરેક વાત.

શું હોય છે શિંગડામાં? વાત એવી છે કે ગેંડાના શિંગડામાં કેરાટીન હોય છે. આ કેરાટીનની કિંમત ઘણી વધારે હોય છે. સોનાથી પણ વધારે હોય છે. આ કેરાટીનના લીધે જ ગેંડાના શિંગડા મોંઘા ભાવે વેચાય છે અને એના માટે ઘણા ગેંડાનો શિકાર કરી લેવામાં આવે છે. એને ચીનમાં જાદુઈ દવા કહેવાય છે. જોકે,જાવે શિકાર રોકવા માટે દુનિયાભરમાં ઘણા પગલા ઉઠાવાઈ રહ્યા છે. એવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ગેંડાના શિંગડાનો કારોબાર કાયદેસર થઇ જાય અને કિંમત કરી દેવાય જેથી શિકારી શિકાર ના કરે.

જોકે, શિંગડા કાપવાથી ગેંડાને કોઈ સમસ્યા નથી થતી. એ કોઈ વ્યક્તિના વાળ કે નખ કાપવા જેવું છે. એનાથી એને કોઈ દર્દ નથી થતું અને એક વાર શિંગડા કાપ્યા પછી એ પાછા આવી જાય છે. આ શિંગડાના એક ગ્રામની ઘણી કિંમત હોય છે આને એને યોગ્ય રીતે તોલવામાં આવે છે. ગેંડા ના શિંગડામાં મળી આવતું કેરાટીન એશિયામાં સોનાથી મોંઘુ વેચાય છે.
કેટલી છે કિંમત?
જો એની કિંમત વિષે વાત કરીએ તો એ ૧ લાખ ડોલર પ્રતિ કિલોગ્રામ સુધી વેચાઈ રહ્યું છે એટલે કે ભારતના રૂપિયાના હિસાબે જોઈએ તો કિંમત લાખો રૂપિયા છે.

જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૦ ના એક રીપોર્ટ મુજબ, છેલ્લા દસ વર્ષોમાં એક શિંગડાવાળા ૧૦૨ ગેંડાનો શિકાર દેશભરમાં થયો છે. એમાંથી છેલ્લા બે વર્ષોમાં ૩૨ ગેંડાને શિકારીઓએ મોતના ઘાટ ઉતારી દીધા છે. આજે જંગલી હાલતમાં ફક્ત ૩ હજારથી થોડા વધારે ભારતીય ગેંડા જીવિત છે, એમાંથી લગભગ ૨૦૦૦ તો ફક્ત ભારતના અસમમાં જ જોવા મળે છે.