કોઈ પણ કોચિંગ વગર એક ખેડૂતની દીકરી બની IPS ઓફિસર, આ રીતે દિવસ-રાત કરી સખત મહેનત…

કોઈપણ મંજિલને હાસિલ કરવું આસાન નથી હોતી.  બધા લોકોનું સપનું હોય છે એ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે, જેના માટે લોકોએ ઘણા બધા સંઘર્ષ કરવા પડતા હોય છે. આજે આપણે મધ્ય પ્રદેશમાં આવેલા નરસિંહપુર જિલ્લામાં રહેવાવાલી તપસ્યાની સફળતાની વાત કરવાની છે. તપસ્યાએ પોતાના જીવનમાં ખુબ સંઘર્ષો કર્યા છે. તપસ્યાએ 2017 માં UPSCની પરીક્ષામાં બીજી કોશિશમાં 23 રેન્ક સાથે પાસ કરી હતી અને સફળ આઈપીએસ ઓફિસર બની હતી.

તપસ્યા ગામમાં રહેવાવાળી એક સાધારણ છોકરી છે. તપસ્યાની આજુબાજુના અને સમાજના લોકોનું એવું માનવું હતું કે છોકરીઓનું વધારે ભણવું બેકાર હોય છે કારણ કે છોકરીઓને ખાલી ઘર-પરિવાર સાચવાનું હોય છે. તપસ્યાના સમાજનું એવું માનવું હતું કે જલ્દીથી છોકરીના લગ્ન કરાવી દેવા જોઈએ, પરંતુ આ મામલામાં તપસ્યાના પરિવારની વિચારધારા અલગ હતી. તપસ્યાના ઘરવાળા તપસ્યાને ભણાવીને કાબિલ બનાવા ઇચ્છતા હતા. તપસ્યાને ભણવા માટે જે પણ વસ્તુઓની જરૂર પડતી હતી બધી વસ્તુઓ લાવી આપતા હતા.જેટલો ભરોસો તપસ્યાના પરિવારને તપસ્યા પર હતો એટલો ભરોસો તો તપસ્યાને પોતા પર નહિ હતો. તપસ્યાના ઘરવાળા તપસ્યાને UPSC જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તપસ્યા અને તપસ્યાના ઘરવાળાની મેહનતના કારણે જ તપસ્યા UPSC જેવી મુશ્કેલ પરીક્ષા બીજી કોશિશમાં સારા રેન્ક સાથે પાસ કરી શકી.તપસ્યાનો જન્મ 22 નવેમ્બર 1992 માં નરસિંહપુર જિલ્લાના જોવા ગામમાં થયો હતો. તપસ્યાના પિતા એક કિશાન છે. તપસ્યા જોઈન્ટ ફેમિલીમાં રહે છે એટલે તપસ્યાને ઘરના બધા લોકોનો ખુબ પ્યાર મળ્યો છે. તપસ્યા નાનપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતી. તપસ્યાની સ્કૂલિંગ સેન્ટ્રલ સ્કૂલમાંથી થઈ હતી અને ધોરણ 10 અને 12 માં તપસ્યાએ સ્કૂલમાં ટોપ કર્યું હતું. તપસ્યાની ભણતર પ્રતિ રુચિ જોઈને તેના ઘરવાળાએ UPSCની એક્ષામ આપવાની સલાહ આપી હતી.તપસ્યાને તેની દાદી સમય-સમય પર આગળ વધવા માટે પ્રરિત કરતી હોય છે. તપસ્યાએ UPSCની પરીક્ષા પાસ કરવા માટે બે વાર કોશિશ કરી હતી. પેહલી કોશિશમાં તપસ્યાને UPSCની પરીક્ષા પાસ કરવામાં અસફળતા મળી હતી. પરંતુ, બીજી કોશિશમાં તપસ્યાને સફળતા મળી હતી અને તપસ્યાનું સિલેકશન પણ થઈ ગયું હતું.ઇન્ટરવ્યૂમાં તપસ્યાએ કહ્યું હતું કે UPSCની પરીક્ષા પાસ કરવા માટે કોચિંગની જરૂર નથી, તમારે સેલ્ફ-સ્ટડી કરવી પડશે. કોચિંગમાં બધા ઉમેદવાર પર ધ્યાન નથી અપાતું. એટલે તમે જયારે પોતાની પર ધ્યાન આપીને ફોકસ સાથે મેહનત કરશો તો UPSC ની પરીક્ષા જરૂરથી પાસ કરી શકશો. આગળ કહે છે કે પેહલી વાર નિષ્ફળતા મળવા પાછળનું કારણ જ કોચિંગ છે. પેહલી કોશિશમાં હું કોચિંગના ભરોશે બેઠી હતી. UPSCની પરીક્ષાને પાસ કરવાનો સૌથી બેસ્ટ વિકલ્પ છે સેલ્ફ-સ્ટડી. તપસ્યાની આ ટિપ્સ મણિ ઘણા બધા લોકોએ UPSCની પરીક્ષા સારી રીતે પાસ કરી છે.