આ દેવતાના કહેવાથી ખોડિયાર માતાને ધરતી પર લેવો પડ્યો જન્મ, વાંચો સંપૂર્ણ કથા…

આજે આપણે આ લેખના માધ્યમથી માં ખોડિયારના ધરતી પર પ્રગટ થવાની ગાથા વિશે વાત કરીશું. માં ખોડિયારના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા હતું અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. માં ખોડિયારને કુલ છ બહેન અને એક ભાઈ હતો. માં ખોડિયારની બેહનોનું નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ,હોલબાઈ, સાંસાઈ અને તેમના ભાઈનું નામ મેરખિયો અથવા મેરખો હતું. માં ખોડિયારનું વાહન મગર છે અને તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

આ ગાથાની શરૂઆત થાય છે ભાવનગરના બોટાદ તાલુકાથી જ્યાં મામલ નામનો એક ચારણ રહેતો હતો. આ ચારણ ઢોર ચારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ ચારણ પુત્ર પર માતા સરસ્વતીની અસીમ કૃપા હતી જેના કારણે આ ચારણ વલ્લભીપુરના મહારાજ શિલાદિત્યનો પ્રિય હતો અને રાજદરબારમાં તેને મામલદેવ તરીકે સંબોધિત કરતા હતા. મામલાદેવના ઘરમાં માં લક્ષમી બિરાજમાન રહેતા હતા.

પરંતુ , મામળદેવને મળતા અધિક માન-સન્માનથી ઘણા લોકો ખુશ ન હતા. એક સમયે એવુ બન્યુ કે દ્વેષિલા વ્યક્તિઓએ રાજાના મનમા એવુ ભુસુ નાખી દીધું કે , મામળદેવ નિઃસંતાન છે જેમહારાજ આ લોકોની વાતમા ફંસાઈને મામળને રાજસભા માથી ધૂતકારી મુક્યો. આ દ્રશ્ય મામળથી સહન નહોતુ થતુ. આ ઘટના બાદ બધા લોકો તેને મેણા-ટોણા મારવા લાગ્યા. રાજ્ય માટે અહિતકારી છે તથા તેના નજીક રહેવાથી રાજ્ય ગુમાવી બેસશે.

મામળ આ કડવા વ્યવહારો સહન નહોતો કરી શકતો. અંતે તે પોતાની મૂંઝવણ લઈ ને મહાદેવ ના મંદિરે પહોચે છે ત્યા જઈ ને મહાદેવ ના ચરણો મા પોતાનુ મસ્તક નમાવી દ્રઢ નિર્ણય લે છે કે ,જો તેની વિનંતી પ્રભુ નહી સ્વિકારે તો તે પોતાનુ શીશ ભગવાન ના ચરણો મા સમર્પિત કરી દેશે.આજ ઘડી થી તે ભગવાનની અન્ય ભક્તિમા ડૂબી જાય છે. પરંતુ આટલી ઘોર તપસ્યા કરવા છતા પણ તેને કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. માટે તે કટારથી પોતાનુ શીશ પ્રભુના ચરણોમા અર્પણ કરવા જાય છે એટલામા મહાદેવ તેમની ભક્તિથી ખુશ થઈને જણાવે છે કે પાતાળ લોકના નાગદેવતાની સાત પુત્રી અને એક નાગપુત્ર તમારે ત્યા જન્મ લેશે.

પ્રભુ મહાદેવના આદેશ મુજબ મહાસુદ આઠમને રવીવારના શુભ દિવસે આઠ પારણામા સાત નાગપુત્રીઓ તથા એક નાગપુત્ર મનુષ્યરૂપે અવતરિત થયા. આ સાત પુત્રીઓ ના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને સૌથી મોટી પુત્રી ભગવતી જગદંબા જાનબાઈ (ખોડિયાર) હતું અને પુત્રનું નામ મેરલદેવ હતું.