મકરસંક્રાંતિના દિવસે કેમ ચડાવવામાં આવે છે ખિચડી? જાણો એનું પૌરાણિક મહત્વ

મકર સંક્રાંતિના દિવસે મંદિરોમાં ખાસ તો બાબા ગોરક્ષનાથના મંદિરમાં ખિચડી ચડાવવાની પરંપરા છે. આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ ના મનાવવામાં આવશે. મકર સંક્રાંતિ પર ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરમાં પૂર્વાંચલ, બિહારના સરહદી જીલ્લા અને નેપાળથી લોકો ખિચડી ચડાવવા આવે છે. ખીચડીને લીધે મકર સંક્રાંતિને આ વિસ્તારમાં ખિચડી પણ કહેવાય છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરના જ મહંત છે. આ અવસરે ખિચડી ચડાવાની પરંપરા બાબા ગોરક્ષનાથ સાથે સંબંધિત છે અને એનું પૌરાણિક મહત્વ પણ છે. આવો જણાવીએ એના વિષે.

કોણ હતા બાબા ગોરક્ષનાથ , શું છે ખીચડી ચડાવવાની કથાબાબા ગોરક્ષનાથ ભગવાન શિવનો જ અવતાર માનવામાં આવે છે. એમને આદીયોગી પણ કહે છે. સ્થાનીય લોકો બાબા ગોરક્ષનાથને બાબા ગોરખનાથ કહે છે. એમના નામે જ ગોરખપુર શહેરનું નામ અને ગોરખનાથ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે. બાબા ગોરક્ષનાથને ખિચડી ચડાવવાની કથા માં જ્વાળા સાથે સંબંધિત છે.

એક સમયની વાત છે જયારે બાબા ગોરક્ષનાથ હિમાચલના પ્રસિદ્ધ જ્વાળા દેવી મંદિર ભિક્ષાટન કરતા પહોંચી ગયા. ત્યાં એમણે માં જવાલાદેવી ને પોતાની ભક્તિ અને સાધનાથી પ્રસન્ન કરી દીધા. માં જવાલાદેવી પ્રકટ થઇ અને એમને દર્શન આપ્યા, પછી ગોરક્ષનાથજીને ભોજન કરવા માટે કહ્યું. એ ભોજન કરીને બેઠા એમને ઘણા પ્રકારના વ્યંજન પીરસવામાં આવ્યા, એમણે ભિક્ષામાં મળેલ ચોખા અને દાળ જ ગ્રહણ કરવાનું નિવેદન કર્યું.

એમના નિવેદન પર જવાલાદેવી એમની પસંદનું ભોજન તૈયાર કરવા માટે પાણી ગરમ કરવા લાગી. એમાં બાબા ગોરક્ષનાથ ભિક્ષા માંગતા રાપ્તી નદીના કિનારે આવી ગયા. ત્યાં એમણે પોતાનું અક્ષય પાત્ર રાખ્યું અને સાધનામાં લીન થઇ ગયા. મકર સંક્રાંતિના અવસરે સ્થાનીય લોકો જયારે ત્યાં ગયા,તો બાબા સાધનામાં લીન મળ્યા. લોકો એમના પાત્રમાં દાળ ચોખા નાખતા પણ એ ભરાતું નહતું.આ એક ચમત્કાર હતો, લોકો બાબા ગોરક્ષનાથની પૂજા કરવા લાગ્યા અને દર મકર સંક્રાંતિ પર એમને દાળ ચોખાની ખિચડી, તલના લાડુ, વગેરે ચડાવવા લાગ્યા. આજે પણ ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં દર મકર સંક્રાંતિ પર બાબા ગોરક્ષનાથને ખિચડી ચડાવવામાં આવે છે.

ગોરખનાથ મંદિરમાં પહેલી ખિચડી ત્યાના મહંત ચડાવે છે. એ પછી અન્ય લોકો ખિચડી ચડાવે છે. આ ગોરખનાથ મંદિર આખા દેશમાં નાથ પરંપરાના પોષક છે. અહિયાથી નાથ પરંપરાનો પ્રચાર પ્રસાર પણ થાય છે. મકર સંક્રાંતિ પર દર વર્ષે ગોરખનાથ મંદિરમાં એક મહિના માટે ખીચડીનો મેળો લાગે છે.