શું તમને ખબર છે કે આ ખોટી રીતે કેરી રીતે ખાવાથી પોતાનું શરીર ખોખલું થઈ જાય છે? મોટાભાગના લોકો કેરી ખોટી રીતે ખાય છે, જેના કારણે આ બધા લોકોનું શરીર અંદરથી ખોખલું થઈ જાય છે. તમને આ સવાલ આવતો હશે કે કેરી ખાવાની સાચી રીત કઈ છે? તો ચાલો જોઈએ કેરી ખાવાની સાચી રીત કઈ છે.
ઉનાળાની ઋતુમાં આવતી આ કેરીમાં વિટામિન ભરપૂર માત્રામાં રહે છે. લોકોને કેરી એટલી બધી પસંદ હોય છે કે લોકો કેરી જરૂર કરતાં વધારે ખાઈ લે છે, શું તમે જાણો છે કે આ કારણથી કેટલીક સમસ્યા ઉભી થઈ શકે છે?
જેમ કે તમને ખબર છે કે કેરીની તાસીર ગરમ હોય છે. કેરીની તાસીરના કારણે વધારે કેરી ખાવાથી લોકોને મોઢામાં અને શરીરમાં ફોડલા અને ખીલ થતા હોય છે. તો શું તમને ખબર છે કે એક દિવસમાં આપણે કેટલી કેરી ખાવી જોઈએ?
વધારે કેરી ખાવી જોઈએ નહિ
કેરીનું ઉત્પાદન કરવાવાળા લોકોને કેરી જ્યારે કાચી હોય છે ત્યારે તેમાં કેલ્શિયમ કાર્બાઇડ નાખીને પકવે છે. શું તમને ખબર છે કે કેરી પકવવામાં ઉપયોગ થતું આ કેલ્શિયમ કાર્બાઇડ આપણા શરીરને કેટલું નુકશાન કરે છે? બધા લોકો કેરી ખાતા પહેલા કેરીને પાણી વડે ધોતા હોય છે પણ આવું કરવાથી કેરી માં રહેલા કેલ્શિયમ કાર્બાઇડની અસર પૂરી થતી નથી અને આ કારણથી બને એટલી ઓછી કેરી ખાવી જોઈએ.
કેરી બીજા બધા ફળો કરતાં વધારે મીઠી હોય છે, અને આ કારણના લીધે વધારે પડતી કેરી ખાવાથી તમારા શરીરનું સુગર વધી શકે છે અને પછી અનેક બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.
કેરી ખાવાની સાચી રીત
પોટેશિમ, મેન્ગેનીઝ અને કોપરથી ભરપૂર કેરી જમ્યાના 1 કલાક પહેલા ખાવી જોઈએ. જેમ કે તમને ખબર જ છે કે કેરીની તાસીર ગરમ હોય છે, એટલે કેરીને દૂધ સાથે મિક્સ કરીને ખાવી જોઈએ અને આ રીતે ખાવાથી કેરી વધારે લાભદાયી સાબિત થાય છે.
કેરી ક્યારે ખાવી જોઈએ
કેરી સવારે નાસ્તાના સમયમાં અને બપોરે જમવાના સમયમાં ખાય શકાય છે, જેથી કેરી તમારા શરીરને નુકશાન ન કરે. સવારે કેરી ખાવાથી શરીરમાં એનર્જી અને તાજગી આવે છે, જેથી તમારા દિવસની શરૂઆત સારી થઈ શકે. બપોરે જમવાના સમયે કેરી ખાવાથી કેરી તમારા ભોજનને પચવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો તમે કેરી રાત્રે સુતા પહેલા ખાતા હોઉં, તો આ ટેવ તમારે સુધારવી જોઈએ કારણ કે આવું કરવાથી તમારી પાચનક્રિયા નબળી પડે છે.
વજન વધારી શકે છે કે કેરી
એક કેરીમાં અંદાજિત 135 કેલરી હોય છે. એટલા માટે વધારે પડતી કેરી ખાવાથી તમારા શરીરનો વજન વધી શકે છે. પણ એનો મતલબ એમ નથી કે કેરી ખાવાની છોડી દેવી જોઈએ, પરંતુ કેરી વધારે પણ ખાવી જોઈએ નહિ.