૩૧ વર્ષની કૃતિને પકડીને નાચ્યા ૭૯ ના અમિતાભ, જોતા જ રહી ગયા ૩૭ ના રાજકુમાર રાવ

હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મોટા પડદે તો ખૂબ જ ધમાલ મચાવી છે અને હજી પણ મચાવી રહ્યા છે તો નાના પડદે પણ એમનો જાદૂ જોવા મળે છે. અત્યારે અમિતાભ બચ્ચન પોતાના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ થી ચર્ચામાં છે. આ શો ની અત્યારે ૧૩ મી સીઝન ચાલી રહી છે અને દર્શકોને આ સીઝન દરેક સીઝનની જેમ જ ખૂબ જ મનોરંજન કરી રહી છે.



અમિતાભ બચ્ચનના શો પર સામાન્ય જનતાની સાથે સાથે ફિલ્મી હસ્તિઓ પણ ઘણીવાર આવતી રહે છે. સોમવારથી શુક્રવાર સુધી આવતા ‘કૌન બનેગા કરોડપતિ’ માં શુક્રવારના દિવસે ખાસ મહેમાન આવે છે. ખાસ મહેમાનના એપિસોડને ‘શાનદાર શુક્રવાર’ ના રૂપમાં ઓળખવામાં આવે છે. આવતા અઠવાડિયે હિન્દી સિનેમાના બે ઉભરતા કલાકારો દેખાવાના છે.



જણાવી દઈએ કે અભિનેત્રી કૃતિ સેનન અને અભિનેતા રાજકુમાર રાવ આવતા અઠવાડિયે અમિતાભ બચ્ચન સાથે ટીવી પર દેખાવાના છે. બંને કલાકાર પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે આ મોટા મંચ પર દેખાશે. આ દરમિયાન કૃતિ સેનન બિગબી સાથે ડાંસ કરતી દેખાશે અને બિગબીને એ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતી દેખાશે.



સોની ટીવી એ પોતાના આધિકારિક ઇન્સ્તાગ્રામ એકાઉન્ટથી ઘણા પ્રોમો શેર કર્યા છે. એક પ્રોમો વિડીયોમાં અમિતાભ અને કૃતિ રોમાંટિક થતા દેખાઈ રહ્યા છે. બંને સાથે ડાંસ કરી રહ્યા છે અને બિગબીને કૃતિ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતી દેખાઈ રહી છે. વિડીયો શેર કરતા સોની એ લખ્યું કે , ’કૃતિ સેનન, એબી સર સાથે કરશે પ્રેમનો ઇઝહાર, અને બનશે ખૂબસૂરત વાતાવરણ. આ મોહબ્બત ભરેલ ક્ષણના જોવાનું ભૂલતા.’ સોશ્યલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેંસ કમેન્ટ્સ કરી ખૂબ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અમિતાભ – કૃતિએ પણ શેર કરી પોસ્ટ



એની પહેલા અમિતાભ બચ્ચને કૃતિ સાથે ફોટો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે બોલરૂમ, રેડ ડ્રેસમાં આ ખૂબસૂરત લેડી કૃતિ સેનન સાથે ડાંસ કરતા. એ કોલેજ અને કોલકાતાના દિવસ યાદ આવી ગયા.’ તો કૃતિ એ પણ બિગબી સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે ‘અને મારો દિવસ બની ગયો. આનાથી સારો ડાન્સ પાર્ટનર (અમિતાભ બચ્ચન) ના મળી શકે.

કેબીસીને એક બાળક તરીકે જોવાથી માંડીને શો માં આવવા અને ખુદ એ વ્યક્તિની સાથે ડાંસ કરવા સુધી , શું હું આ યાત્રામાં થોડો સમય લગાવી શકું છું.’



જણાવી દઈએ કે કેબીસી ૧૩ પર કૃતિ અને રાજકુમાર રાવ પોતાની ફિલ્મ ‘હમ દો હમારે દો’ ના પ્રમોશન માટે આવ્યા હતા. આ ફિલ્મ ૨૯ ઓક્ટોબરના સિનેમાઘરોમાં રિલીજ થઇ છે. અભિષેક જૈનના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મના નિર્માતા દિનેશ વિઝાન છે.