બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ આજે બોલીવુડમાં સફળતાનું બીજું નામ અને એક મોટી અભિનેત્રી બની ચુકી છે. કેટરીના કૈફ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને આ દરમિયાન એમણે ઘણી મોટી મોટી ફિલ્મો આપી છે. કેટરીના કૈફના દેશભરમાં લાખો દીવાના છે. કોઈ પણ ફિલ્મમાં એની હાજરી ચાર ચાંદ લગાવવા માટે પૂરતી છે. એમની ફિલ્મો વિષે તો તમે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને આ અભિનેત્રીના અંગત જીવન વિષે વાત કરવાના છે. કેટરીના કૈફનું જીવન પણ સામાન્ય વ્યક્તિની જેમ ઘણા ઉતાર ચડાવથી ભરેલું રહ્યું છે.
કેટરીના કૈફનો ઉછેર ફક્ત એની માં ના હાથે થયો છે. એમની માં એ એમને અને એના ભાઈ બહેનોને સિંગલ મદર તરીકે એકલા જ ઉછેર્યા છે. વાત એવી છે કે કેટરીના કૈફ એકદમ નાની હતી એ સમયે એના માતાપિતાના છૂટાછેડા થઇ ગયા હતા. મીડિયા રીપોર્ટસનું માનીએ તો લગ્નના થોડા વર્ષો પછી જ કેટરીનાના પિતા મોહમ્મદ કૈફ એમની માં સુજૈનને છૂટાછેડા આપીને અમેરિકા રહેવા ચાલ્યા ગયા હતા. એ પછી કેટરીના અને એના ભાઈ બહેન પોતાના પિતાના પ્રેમથી વંચિત રહી ગયા હતા. એમના પિતા એ ક્યારેય પણ એમની તરફ પાછુ વળીને જોયું નહીં. કેટરીનાએ એક વાર કોઈ ઈન્ટરવ્યુંમાં આ વાતનો ખુલાસો પણ કર્યો હતો.
કેટરીના એ કહ્યું હતું કે દુર્ભાગ્યવશ મારા પિતાનો મારા ઉછેરમાં કોઈ પ્રકારનો હાથ નહતો. જયારે હું મારા મિત્રોને એમના પિતા સાથે સમય વિતાવતા જોઉં છું તો મને લાગે છે કાશ મારી પાસે પણ આ બધું હોત પરંતુ ફરિયાદ કરવાની જગ્યાએ મારી પાસે જે પણ છે એના માટે આભાર વ્યક્ત કરવો જોઈએ.
જણાવી દઈએ કે કેટરીનાના ૬ ભાઈ બહેન છે. એમનો એક ભાઈ છે જેનું નામ સેબસ્ટીયન ટરકોટે છે. એ એક ફર્નીચર ડિઝાઈનર છે. અભિનેત્રીની મોટી બહેનનું નામ સ્ટેફની છે. કેટની બીજી બહેન નતાશા છે કે જે એક જ્વેલરી ડિઝાઈનર છે. તો એમની ચોથી બહેનનું નામ મેલીસા છે અને મેલીસા એક મેથેમેટીશીયન છે. એમની એક અન્ય બહેનનું નામ ઈસાબેલ છે અને એ બોલીવુડ અભિનેત્રી છે.

કેટરીના કૈફની સૌથી નાની બહેનનું નામ સોનિયા છે કે જે એક ફોટોગ્રાફર અને ડિઝાઈનરના રૂપમાં કામ કરે છે. કેટનો આખો પરિવાર લંડનમાં રહે છે અને સમય કાઢીને કેટરીના ત્યાં આવતી જતી રહે છે. બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા કેટરીના કૈફ મોડેલીંગ કરતી હતી. મોડેલીંગના દિવસોમાં એમણે વર્ષ ૨૦૦૩ માં આવેલી ફિલ્મ ‘બૂમ’ માં કામ કરવાની તક મળી હતી. એ પછી એ બોલીવુડ ફિલ્મ ‘સરકાર’ માં જોવા મળી. આ ફિલ્મમાં કેટરીના કૈફની ભૂમિકા ઘણી નાની હતી. એને બોલીવુડમાં સાચી ઓળખ સલમાન ખાનની ફિલ્મ ‘મૈને પ્યાર કયો કિયા’ થી મળી હતી. એ પછી એને ફિલ્મ ‘હમકો દીવાના કર ગયે’ અને ‘નમસ્તે લંડન’ મળી. અહિયાથી એ સફળતાની સીડી ચડવા મળી.
એ પછી કેટરીના એ ‘વેલકમ’ , ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ , ‘જિંદગી ના મિલેગી દુબારા’ , ‘એક થા ટાઈગર’ , ‘ધૂમ ૩’ અને ‘બેંગ બેંગ’ જેવી ફિલ્મોની સાથે સાથે પોતાના સ્ટારડમને પણ મજબૂત કર્યું. આજના સમયમાં કેટરીના કૈફ વધારે ફી લેવાવાળી અભિનેત્રીઓમાંથી એક છે. જો એના કામની વાત કરીએ તો અભિનેત્રી હવે રોહિત શેટ્ટીના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ માં અક્ષય કુમાર સાથે દેખાવાની છે.