કરીનાનું અસલી નામ તમે જાણો છો? બેબોને દાદાએ આપ્યું હતુ આ નામ પરંતુ આ 2 લોકોએ…

કરીના કપૂર ખાન 41 વર્ષની થઇ ગઇ છે, તેનો જન્મ 21 સપ્ટેમ્બર 1980માં થયો હતો અને તેના નામ પાછળ જબરદસ્ત કિસ્સો છે. કરીના કપૂર હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી છે કે જે હવે કરીના કપૂર ખાન તરીકે પણ ઓળખાય છે. કરીનાના પિતા રણધીર કપૂર તથા માતા બબીતા છે. તે કરીશ્મા કપૂરની નાની બહેન છે.કરીનાએ રેફ્યુજીથી બોલીવૂડમાં પોતાના કરીયરની શરૂઆત કરી હતી. ઘણા ઓછા લોકોને ખબર છે કે કરીનાનું નામ પહેલા કંઇક અલગ હતું અને માતા-પિતાને તે પસંદ ન આવતા બદલી દેવામાં આવ્યું હતું. કરીનાના દાદા રાજ કપૂરે કરીનાનું નામ પોતાની પસંદ અનુસાર રાખ્યું હતું બાદમાં રણધીર-બબીતાએ નામ બદલી નાંખ્યું હતું.

કરીનાના નામની કહાણીરિપોર્ટ્સ અનુસાર કરીનાની કઝીન અને ઋષિ કપૂરની દીકરીનો જન્મ થયો હતો. તે વખતે દેશભરમાં ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો હતો ત્યારે દાદા રાજ કપૂરે ગણેશજીની પત્ની રિદ્ધિ સિદ્ધિથી ઇન્સ્પાયર થઇને રણબીરની બહેનનું નામ રિદ્ધિમા અને કરીનાનું નામ સિદ્ધિમા રાખ્યું હતું.

માતા-પિતાને પસંદ ન આવ્યું નામ

નીતુ અને ઋષિએ પોતાની દીકરીનું નામ રિદ્ધિમા જ રહેવા દીધુ પરંતુ રણધીર તેમજ બબીતાને સિદ્ધિમા નામ ગમ્યુ નહી માટે તેમણે દીકરીનું નામ બદલીને કરીના રાખી લીધું.


બબીતાએ આ જ નામ કેમ પસંદ કર્યું?

બબીતાએ નાની દીકરીનું નામ કરીના કેમ રાખ્યું તેની પાછળ પણ એક કિસ્સો છે. જ્યારે તે પ્રેગનેન્ટ હતી ત્યારે તે લિયો ટોલ્સ્ટોયની બૂક અન્ના કારેનિના વાંચતી હતી. આ બૂકના ટાઇટલથી ઇન્સ્પાયર થઇને બબીતાએ નાની દીકરીનું નામ કરીના રાખી લીધુ હતું.

રણધીરે આપ્યા નીકનેમ

કપૂર ખાનદાનની દીકરીઓના નિકનેમ પણ છે. કરિશ્મા કપૂરને લોકો લોલો તરીકે બોલાવે છે તો કરીનાને બેબો તરીકે ઓળખવામાં આવે છો. રણધીર પોતાની દીકરીઓના નામ ફની રાખવા માંગતા હતા માટે તેમણે દીકરીઓના નામ હટકે રાખ્યા છે.


તૈમુરના નામને લઇને વિવાદ

2016માં કરીનાએ પોતાના દિકરાનું નામ તૈમુર રાખ્યું હતું, જેને લઇને ખુબ વિવાદ થયો હતો. લોકોએ કપલને ખુબ ટ્રોલ કર્યા હતા પરંતુ બાદમાં લોકો તૈમુરના નામને ભૂલી ગયા અને તેની ક્યુટનેસની વાતો કરવા લાગ્યા હતા.