લોકોના કહેવા પર કપિલ શર્માએ પોતાના બંને બાળકોની પહેલી તસ્વીર કરી શેર, જુઓ અનાયરા અને ત્રિશાનની તસ્વીર…

સોની ટીવી પર આવતો કૉમેડી શો ‘ઘી કપિલ શર્મા શો’ દ્વારા લાખો લોકોને હસાવતા કપિલ શર્માને તો તમે ઓળખાતા જ હસો. ‘ ઘી કપિલ શર્મા શો’ શનિવાર અને રવિવારના દિવસે જ આવે છે જેના કારણે કપિલ શર્માની કૉમેડી સાંભળવા માટે લાખો લોકો 5 દિવસ સુધી રાહ જોતા હોય છે. કરોડો લોકો કપિલ શર્માના ફેન્સ છે. લોકો કપિલ શર્માની પર્સનલ લાઈફ અને તેના પરિવાર વિશે જાણવા ઉત્સુક રહેતા હોય છે.

કોમેડિયન કપિલ શર્માના ફેન્સ ઘણા સમયથી કપિલ શર્માના છોકરોની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. કપિલ શર્માએ તેના ફેન્સની આ ફરમાઈશ ઘણા સમય બાદ પૂરી કરી હતી. કપિલ શર્માએ ‘ફાથર્સ ડે’ ના દિવસે પહેલી વાર પોતાના છોકરા ત્રિશાન શર્માનો એક ફોટો પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રિશાન શર્માની ફોટો શેર કરી હતી. કપિલ શર્માના ફેન્સએ આ ફોટોને એટલો બધો પસંદ કર્યો કે શેર કર્યાના થોડા સમય મા જ ત્રિશાન શર્માનો ફોટો વાયરલ થઈ ગયો હતો. હાલના સમયમાં ત્રિશાન શર્માના ફોટો પર 8 લાખ કરતા વધારે લાઈક્સ આવી ગઈ છે. કપિલ શર્માએ ફોટો શેર કરવાની સાથે એક કૅપ્શન પણ મૂક્યું હતું. કપિલ શર્માએ કૅપ્શનમાં લખ્યું હતું કે ‘ફેન્સના ખુબ કેહવા પર અનાયર અને ત્રિશાનનો પહેલી વાર એક સાથે ફોટો’.

એક મીડિયા રિપોર્ટરના અનુસાર કપિલ શર્મા તેની પત્ની ગિન્ની ચાતરથની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા માટે સોની ટીવી પર આવતો શો ‘ઘી કપિલ શર્મા શો’ માંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. કોરોના મહામારીના કારણે શો પર ગેસ્ટ પણ આવતા નથી, જેના કારણે ‘ ઘી કપિલ શર્મા શો’ ના મેકર્સએ શોને થોડા સમય માટે ઑફ એર કરવાનો નિર્યણ લીધો છે.

કપિલ શર્માના ફેન્સ ત્રિશાન શર્માના જન્મથી ત્રિશાનની એક ઝલક જોવા ઇચ્છતા હતા. કપિલ શર્માની પત્ની ગિન્ની ચાતરથએ આ 1 ફેબ્રુઆરીના દિવસે પોતાના છોકરા ત્રિશાન શર્માને જન્મ આપ્યો હતો. કપિલ શર્માને એક છોકરી પણ છે જેનું નામ છે અનાયરા. કપિલ શર્માના ફેન્સ ‘ઘી કપિલ શર્મા શો’ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા કૃષ્ણ અભિષેક શોને લઈને એક હિન્ટ પણ આપી હતી. પહેલા ઇન્ટરવ્યૂમાં કૃષ્ણ અભિષેકએ કહ્યું હતું કે શો મે મહિનામાં ચાલુ થઈ જશે, પણ શો શરૂ થઈ શક્યો નહિ. હાલ ફેન્સને ઉમીદ છે કે શો ખુબ જલ્દી એક નવા અંદાજની સાથે શરૂ થશે અને દર્શકોને વધારે મનોરંજન મળશે.