કપિલ શર્માની માં એ વ્યક્ત કર્યું દિલનું દર્દ, લાઈવ શો માં કહ્યું – વહૂ મને ઘરે બેસવા નથી દેતી

ભારતના મશહૂર કોમેડિયન કપિલ શર્મા કોઈની ઓળખના મોહતાજ નથી. કપિલે પોતાની શાનદાર કોમેડીથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. કપિલ શર્મા એક એવા કોમેડિયન છે, જેને દરેક ઉંમરના લોકો ખૂબજ પસંદ કરે છે. એમને કોમેડી કિંગ કહેવામાં આવે છે. અત્યારે કપિલ શર્માની ફેન ફોલોઈંગ જોરદાર છે. દુનિયાના ખૂણા ખૂણામાં કપિલ શર્માના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે.
કપિલ શર્મા એ આજે જે સ્થાન મેળવ્યું છે, એના માટે એમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. દરેક મુશ્કેલીને પાર કરતા એમણે પોતાની એક સારી ઓળખ બનાવી છે. કપિલ શર્માનો અંદાજ અને એમની જોરદાર કોમેડીથી દર્શક હંસવા માટે મજબૂર થઇ જાય છે. કપિલ શર્મા હંમેશાથી પોતાના શો ‘દ કપિલ શર્મા શો’ ના લીધે ચર્ચાનો વિષય બનતા રહે છે.
કપિલ શર્માના શો માં ઘણા સેલીબ્રીટી મહેમાન તરીકે આવે છે અને એમની સાથે કપિલ શર્મા ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા જ કપિલના શો માં ફિલ્મ ‘બોબ બિસ્વાસ’ ના અભિનેતા અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ પહોંચ્યા હતા. કપિલ શર્મા એ આ બંને સાથે ઘણી મસ્તી કરી. આ એપીસોડની ઓડીયન્સમાં કપિલ શર્માની માં હંમેશાની જેમ શામેલ હતી. એવામાં કપિલે પોતાની માં સાથે પણ વાતચીત કરી હતી.
કપિલ શર્મા એ પોતાના આ શો માં પોતાની માં સાથે અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહનો પરિચય કરાવ્યો અને એમણે કહ્યું કે એ એમને લગ્ન કરવા માટે કહેતી રહી પણ હવે જયારે એ પરિણીત છે, તો પોતાની વહૂ ગિન્ની ચતરથ સાથે ઘરે નથી બેસતી. એવામાં જયારે કપિલ શર્માની માં એ એવો જવાબ આપ્યો કે સાંભળીને ત્યાં હાજર બધા જોશથી હંસવા લાગ્યા.

કપિલ શર્માની માં એ વ્યક્તિ કરી દિલની હાલતજયારે કપિલ શર્માની એવી વાતો એમની માં એ સાંભળી તો એમણે પણ પોતાના દિલની હાલત બધાની સામે વ્યક્તિ કરી દીધી. કપિલ શર્માની માં એ કહ્યું કે વહૂ મને ઘરે બેસવા નથી દેતી, હું શું કરું? કપિલ શર્માની વાત સાંભળી જે પણ ત્યાં હાજર હતા,એ જોર જોરથી હંસવા લાગ્યા.


કપિલ શર્માની માં એ આગળ કહ્યું કે એ શો પર જલ્દી જવા માટે કહે છે અને ડ્રેસ કાઢી આપે છે, એ એવુજ કરે છે. ‘ કપિલ શર્માની માં ની આ વાતો સાંભળીને અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ પણ હંસવાનું રોકી નહતા શક્યા.જયારે અમિતાભ બચ્ચનએ કપિલ શર્માની માં ને પૂછ્યો હતો આ સવાલ

કપિલ શર્મા એ અભિષેક બચ્ચન ને એ જણાવ્યું હતુ કે એમની માં સુરતમાં ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’ ના શુટીંગમાં વ્યસ્ત હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન એ એમને પૂછ્યું કે કપિલને જન્મ આપતા પહેલા એમણે શું ખાધું હતું? એની પર એકદમ માસુમિયતથી જવાબ આપતા કહ્યું કે ‘દાલ કુલ્ફા.’

મુશ્કેલી સમયમાં પણ ગિન્ની હતી સાથેજો આપણે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ ની વાત કરીએ તો એમણે ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ ના જલંધરમાં લગ્ન કર્યા હતા. આ બંને એકબીજાને કોલેજના દિવસોથી જ ઓળખે છે, એ ઘણા સારા મિત્રો હતા, પરંતુ કામના લીધે આ બંને એકબીજાથી દૂર થઇ ગયા હતા.


એક ઈન્ટરવ્યું દરમિયાન કપિલ શર્મા એ જણાવ્યું હતુ કે જયારે એ ઉદાસ હતા અને સંઘર્ષ કરી રહ્યા હતા, તો એ સમયે ગિન્ની એમની સાથે ઉભી હતી. આજે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ બે બાળકોના માતાપિતા છે.