કપિલ શર્માએ વધારી હસાવવાની ફી, હવે એક અઠવાડિયામાં લેશે ૧ કરોડ મહેનતાણું

નાના પડદાનો મશહૂર કોમેડી શો ‘દ કપિલ શર્મા’ એક વાર ફરી વાપસી માટે તૈયાર છે. મેકર્સ એ શો ની ત્રીજી સીઝન પર કામ કરવાનું શરુ કરી દીધું છે. એક વાર ફરીથી તમને બધાને ઘરે બેઠા હસાવવા માટે કપિલ શર્મા અને એમની ટીમ કમર કસીને તૈયાર છે. પરંતુ શો ના હોસ્ટ એટલે કે કપિલ શર્મા સાથે જોડાયેલી એક ખબર સામે આવી રહી છે. એ મુજબ નવી સીઝનમાં પાછા ફરવાની સાથે કપિલ પોતાની ફી માં વધારો કરવા જઈ રહ્યા છે.

કોમેડી શો ‘દ કપિલ શર્મા શો’ ના ચાહકો લાંબા સમયથી શો ની રાહ જોઈ રહ્યા હતા, હવે બધાનો રાહ જોવાનો સમય પૂરો થયો છે. આ વખતે શો નવા ફોરમેટ અને નવી ટીમ સાથે લોન્ચ કરવામાં આવશે, પરંતુ આ સીઝન માટે કપિલ શર્માએ પોતાની ફી ઘણી વધારી છે.



ખબરોની માનીએ તો કપિલ શર્મા છેલ્લી સીઝન સુધી આ શો હોસ્ટ કરવા માટે એક એપિસોડના ૩૦ લાખ લેતા હતા. હવે એમણે પોતાના એક એપીસોડની ફી ૫૦ લાખ રૂપિયા કરી દીધી છે. બીજા શબ્દોમાં કહીએ તો કપિલ પહેલા એક અઠવાડિયાના ૬૦ લાખ લેતા હતા , હવે એ એક અઠવાડિયા માટે ૧ કરોડ રૂપિયાની ફી લેશે. આ શો અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારના દર્શકોને ખૂબજ હસાવે છે. જોક,એ કપિલની ફી ને લઈને હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.

ખબરો એવી પણ છે કે કપિલની સાથે સાથે શો ની ટીમે પણ પોતાની ફી માં વધારો કર્યો છે. જ્યારથી શો ના પાછા ફરવાની ખબર આવી છે એને લઈને જોરદાર આતુરતા છે. જોકે,શો ફરી શરુ થશે એની તારીખ વિષે મીડિયામાં અલગ અલગ ખબરો છે. અત્યાર સુધી એ શરુ થવાની કોઈ અધિકારીક માહિતી આપવામાં આવી નથી. શો જુલાઈના છેલ્લા અઠવાડિયા કે પછી ૨૧ જુલાઈથી શરુ થઇ શકે છે.