જુવાન દીકરાએ કરી લીધી હતી આત્મહત્યા, કંગાળ થવાની ધારે હતા કબીર બેદી, પછી આ રીતે જાતને સંભાળી હતી

જાણીતા અભિનેતા કબીર બેદી એ પોતાની વેદનાને આત્મકથા ‘Stories I Must Tell: The Emotional Life of an Actor’ માં જણાવી છે. ૩૨૪ પેજની લખેલ આ આત્મકથામાં કબીર બેદીએ પોતાના દીકરાની આત્મહત્યાની કહાની અને એવું એમની સાથે શું થયું હતું કે એ હોલીવુડમાં કંગાળ થઇ ગયા હતા એના વિષે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.Westland પ્રકાશનથી છપાયેલ એમનું આ પુસ્તક ૧૯ એપ્રિલ ૨૦૨૧ ના અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં અન્ય એક ચેનલને આપેલ ઈન્ટરવ્યુંમાં કબીર બેદી એ આ વિષે ખુલીને ચર્ચા કરી છે. કબીર બેદી એ પરવીન બાબી સાથે પોતાના સંબંધને લઈને પોતાના મોટા દીકરા સિદ્ધાર્થ બેદીની આત્મહત્યા સુધીના કારણો વિષે ખુલાસા કર્યા છે.કબીર બેદીએ પોતાની પુસ્તક ‘સ્ટોરીઝ આ મસ્ટ ટેલ : દ ઈમોશનલ લાઈફ ઓફ એન એક્ટર’ માં જીવનની ઘટના વિષે ઉલ્લેખ કર્યો છે.

તમને જણાવી દઈએ કે કબીર બેદી ના દીકરા સિદ્ધાર્થએ ૧૯૯૭ માં આત્મહત્યા કરી લીધી હતી. ફક્ત ૨૫ વર્ષના સિદ્ધાર્થના ચાલ્યા જવાથી કબીરને ખૂબ જ આઘાત લાગ્યો હતો.કબીર બેદીના જીવનમાં હોલીવુડમાં કામ કરતા સમયે આવેલ કંગાળી પર પણ એમણે વાત કરી. કબીર બેદી એ જણાવ્યું કે મેં મારા દીકરાને આત્મહત્યા કરવા અને હોલીવુડમાં કંગાળ થયા પછીના આઘાતનો અનુભવ કર્યો છે. એક સેલીબ્રીટી માટે કંગાળ થવું એકદમ શર્મનાક હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે તમારે આગળ વધવા અને ફરીથી પોતાના પગે ઉભા થવા માટે રસ્તા ખુદ જ શોધવા પડે છે. પોતાનું આખું મેં મારી જાતેજ બનાવ્યું છે.