મહેનત અને કઠિન પરિશ્રમ માણસને સફળતાના શિખરો સુધી પહુંચાડે છે. જો વ્યક્તિ સાચા મનથી કઠિન પરિશ્રમ કરે તો તેને સફળતા જરૂર મળે જ છે. એવામાં ખાસ કરીને જે લોકો ગરીબ હોય છે તેમને આ વાતનું મહત્વ વધારે સમજાય છે. એવા જ એક ખાસ વ્યક્તિની વાત આજે અમે અહીં કરવા જઈ રહ્યા છીએ તેમણે પોતાની સખત મહેનત આગળ ગરીબીને મ્હાત આપી દીધી.
વીરેન્દ્ર ઔરંગાબાદ જિલ્લાના એક નાનકડા ગામ હાથીખફાના રહેવાસી છે. કે જેમણે પોણી કઠિન મહેનતના આધારે બીપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. તમને જણાવી દઈએ કે વીરેન્દ્ર ઈંડા વહેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે એક નાનકડી દુકાનમાં બેસીને ઈંડા વહેચવા સાથે પોતાની ભણવાનું પણ કરતા હતા.
વીરેન્દ્રએ ઔરંગાબાદના એક નાનકડા ગામમાં રહીને ઈંડા વહેંચીને જે સફળતા મેળવી છે તેને સરાહના તો આપવી જ જોઈએ. તેમણે એક નાનકડુ કામ કરીને પોતાના પરિવારનું પેટ પાળ્યું સાથે સાથે એક ઓફિસર પણ બનીને બતાવ્યું. તેમની આ સફળતાના તેમના સમગ્ર જિલ્લામાં ચર્ચા થઇ.
તમને જણાવી દઈએ કે વીરેન્દ્રના પિતાનું નામ ભિખારી રામ છે. કે જે બુટ ચપ્પલ સીવીને પોતાના ત્રણેય બાળકોનું ભારણ પોષણ કરતા હતા. પરંતુ વર્ષ 2012માં તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટના સાથે વીરેન્દ્ર પર પોતાના પરિવારની તમામ જવાબદારીઓ આવી ગઈ હતી. તેમણે આ મુશ્કેલી માંથી બહાર આવવા માટે આ પરીક્ષા પાસ કરવાનો નિર્ણય કરી લીધો હતો.

પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેમને ભણવા સાથે કામ કરીને પોતાના પરિવારનું ભારણ પોષણ પણ કરવું પડતું હતું. એટલા માટે તે દરરોજ સવારે ઈંડાની લારી લગાવતા હતા. અને આ પૈસાથી તે પોતાનો પરિવાર ચલાવતા હતા. આખો દિવસ કામ કર્યા બાદ આખી રાત વિનય વાંચતો હતો. સમય સાથે આ મહેનતના કારણે પરિવારની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો.
સમય સાથે તેમના ભાઈએ ઈંડાની લારી સંભાળી લીધી કે જેથી કરીને વીરેન્દ્રને ભણવા માટે સમય મળી જાય. આ રીતે જેમ લોઢું તપાઈ તપાઈને તલવાર બને તે રીતે તે તપાઈ તપાઈને આ શિખરે પહોંચ્યા છે. આશા કરીએ છીએ તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે.