તમારી સુંદરતા આ એક ગોળીમાં છૂપાયેલી છે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

છોકરીઓના ચહેરા પર એક નાની ફોડલી પણ થઇ જાય તો કેટલા બધા ઉપચાર કરવા લાગે છે અને કંઇ કેટલા નુસ્ખા અપનાવી લે છે પરંતુ એવું કંઇ જ કરવાની જરૂર નથી. તમારી સુંદરતા આ એક કેપ્સ્યુલમાં છૂપાયેલી છે. આવો જાણીએ તેના ઉપયોગ વિશે

ચહેરાને સુંદર બનાવવાવિટામીન ઇ કેપ્સ્યુલના ઘણા બધા ઉપયોગ છે. તમારા ચહેરાને સાફ રાખવા માટે વિટામીન ઇની કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ચહેરાની ત્વચાને તે મુલાયમ બનાવે છે. એક ચમચી બદામના તેલમાં એક ચમચી નારંગીનો રસ અને વિટામીન ઇની કેપ્સ્યુલ નાંખી તેને મિક્સ કરી લો. સૂતા સમયે તેને ચહેરા પર લગાવી દો અને સવારે જ્યારે ઉઠો ત્યારે તેને ધોઇ લો. રોજ આ વસ્તુ કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે.

ડાર્ક સર્કલ


વધુ વાંચવાથી કે સતત ટીવી ફોન અને કોમ્પ્યૂટર પર કામ કરવાથી અથવા સ્ટ્રેસના લીધે પણ ડાર્ક સર્કલ થઇ જાય છે. ઘણા લોકો તો ડાર્ક સર્કલને દૂર કરવા માટે ટ્રીટમેન્ટ પણ કરાવે છે પરંતુ એલોવેરા જેલમાં વિટામીન ઇની કેપ્સ્યુલ મિક્સ કરીને જ્યાં ડાર્ક સર્કલ છે ત્યાં લગાવવાથી તે દૂર થઇ જશે.

ચહેરા પરનો કચરો કરશે સાફ


ચહેરો એક રંગનો ન હોય ત્યારે સુંદરતા નથી દેખાતી પરંતુ તેના માટે તમારે વિટામીન ઇની કેપ્સ્યુલ લઇને તેનાથી ચહેરા પર મસાજ કરો. રોજ આ પ્રક્રિયા કરવાથી થોડા દિવસમાં જ તમારા ચહેરા પરથી કરચલી દૂર થઇ જશે.

ક્રેક હીલમોટાભાગની સ્ત્રીઓના પગમાં વાઢીયા પડી જાય છે અને તેનાથી પરેશાન થઇને તે ઘણા ઉપચાર અપનાવી લે છે પરંતુ કોઇ ફરક પડતો નથી. જો તમારી હીલ ક્રેક છે તો વિટામીન ઇની કેપ્સ્યુલ લઇને લગાવી લો અને મોજા પહેરીને સૂઇ જાઓ. થોડા દિવસમાં તમારી એડીઓ નરમ થઇ જશે.

સુંદર વાળપ્રદૂષણના કારણે વાળ ખરાબ થવા લાગે છે. મોંઘા શેમ્પૂ અને ટ્રીટમેન્ટ કર્યા બાદ પણ વાળ હતા એવા જ થઇ જાય છે. ત્યારે વિટામીન ઇની કેપ્સ્યુલનાં એલોવેરા અને દહી મિક્સ કરીને લગાવવાથી વાળ સુંદર થઇ જશે.