સાંધા અકડાઈ ગયા હોય તો ભૂલથી પણ ના ખાઓ આ ૫ વસ્તુઓ, ઠંડીમાં થશે વધારે નુકસાન

સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, ઠંડીની ઋતુમાં સાંધાની માલિશ અને નિયમિત કસરત દર્દમાં આરામ આપવાનું કામ કરે છે. સાથે જ , પોતાના નિયમિત ખાનપાન સાથે જોડાયેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. સાંધા, હાડકામાં દુઃખાવો, કે અકડાઈ ગયા હોય તો અમુક વસ્તુઓથી પરહેજ રાખવી ખૂબ જ જરૂરી છે.
હાડકામાં દુઃખાવો કે અકડાઈ જવા જેવી સમસ્યાથી હેરાન થઈ રહેલ લોકો માટે ઠંડીની ઋતુ સમસ્યા વધારે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, ઠંડીની ઋતુમાં સાંધાની માલીશ અને અમુક કસરત પર દુખાવામાં આરામ આપવાનું કામ કરે છે. આપણે આપણા ખાનપાન સાથે જોડાયેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. સાંધા, હાડકામાં દુઃખાવો, કે અકડાઈ ગયા હોય તો અમુક વસ્તુઓથી પરહેજ રાખવી ખૂબ જ જરૂરી છે.

મીઠું

આર્થરાઇટિસ ફાઉન્ડેશન અનુસાર, ખાવામાં મીઠાની ઓછી કે ઉચિત માત્રાથી શરીરમાં કેલ્શિયમના ઘટતા સ્તરને બચાવી શકાય છે. એનાથી ઓસ્ટીયોપોરોસીસ (હાડકા સાથે જોડાયેલ વિકાર) અને ફ્રેકચરનું જોખમ પણ ઓછુ થશે, મીઠું શરીરમાં ફ્લૂડ રિટેન્શનનું પણ કારણ બને છે, જેનાથી સાંધામાં સોજો અને દર્દની સમસ્યા વધે છે.

ખાંડ

બેકરી આઈટમ્સ જેમ કે કોલા, મીઠાઈ, આર્ટીફીશીયલ જ્યુસ, બ્રેડ કે રીફાઈનરી ઉત્પાદનોથી પણ પરહેજ કરવું જરૂરી છે. શરીરમાં બ્લડ ગ્લૂકોઝનું લેવલ વધવાથી આર્થરાઇટિસના દર્દીઓની સમસ્યા વધી શકે છે. એવી વસ્તુઓ ટીશુઝ ઇન્ફલેમેશન અને સાંધાના દર્દને પણ વધારે છે.

રેડ મીટ

ઘેટા કે બકરીઓના માંસ કે મટનમાં વધારે પ્રમાણમાં સેચુએરેટેડ ફેટ અને ઓમેગા-૬ ફેટી એસીડ મળી આવે છે. આ બંને વસ્તુઓ શરીરમાં ઇન્ફલેમેશન સાથે સીધી જોડાયેલી હોય છે. એ ખાવાથી સાંધામાં અકડન વધે છે અને દુઃખાવો પણ વધે છે.

ગ્લૂટન

રાઈ, ઘઉં, અને જે ગ્લૂટન નો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જો કોઈ વ્યક્તિને ગ્લૂટનથી એલર્જી છે તો આ બધી વસ્તુઓ ના ખાવી જોઈએ. જો ઠંડીમાં તમે પણ સાંધાની સમસ્યાથી પીડાઓ છો તો ગ્લૂટન ડાયેટથી દૂરી રાખો.

આલ્કોહોલ

આર્થરાઇટિસના દર્દીઓ માટે આલ્કોહોલ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. ૨૭૮ લોકો પર થયેલ એક શોધમાં જાણવા મળ્યું છે કે આલ્કોહોલ નું સેવન આપણા સ્પાઈનલ સ્ટ્રકચરને નુકસાન કરી શકે છે. આલ્કોહોલથી ઓસ્ટિયો આર્થરાઇટિસનું જોખમ પણ વધે છે.