લાઇમલાઇટથી દૂર આ શહેરમાં રહે છે જયા બચ્ચનની બહેન, પતિ નિભાવી ચુક્યા છે સલમાનના પિતાની ભૂમિકા

બોલીવુડમાં એવા બહુ ઓછા અભિનેતા અભિનેત્રીઓ છે. જેમણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલો-દિમાગ પર એવી છાપ છોડી છે અને આખી ઉંમર એ પાત્રથી ઓળખાયા હોય. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક લોકોને બોલીવુડમાં ઓળખ બનાવવા માટે ઘણી ફ્લોપ ફિલ્મો પણ કરવી પડે છે. તેમ છતાં તેઓ ઓળખ નથી બનાવી શકતા. કેટલાક લોકોને કિસ્મતનો સાથ પણ મળી જાય છે અને પરિણામે સફળતા એના કદમોમાં રહે છે. એવું જ કાંઇક જયા બચ્ચનના ફિલ્મી સફર સાથે પણ થયું છે.અમિતાભ બચ્ચનની પત્ની, સપાની પૂર્વ સદસ્ય અને એક આદર્શ મહિલા હોવાની સાથે સાથે જયા બચ્ચનમાં બધી ખૂબીઓ છે જે એમને એક સફળ અભિનેત્રી બનાવે છે. એ પોતાના જમાનાની એક મશહૂર અભિનેત્રી છે. જણાવી દઈએ કે જયા બચ્ચનનો જન્મ ૦૯ એપ્રિલ ૧૯૪૮ ના જબલપુર,મધ્યપ્રદેશમાં થયો હતો. જયા બચ્ચન પ્રખ્યાત પત્રકાર તરુણ કુમાર ભાદુડીની ત્રણ પુત્રીઓમાંથી સૌથી મોટી છે. જયા ભાદુડીના પિતાનું સાચું નામ સુધાંશુ ભૂષણ હતું પછી નામ બદલીને તરુણ કુમાર ભાદુડી થઇ ગયા. આઝાદી પહેલા એ એક સક્રિય રાજનેતા હતા,જે આઝાદી પછી પત્રકાર બની યજ્ઞ.જયા બચ્ચન એ ભોપાલના સેન્ટ જોસેફ કાન્વેંટ સ્કૂલથી શિક્ષણ લીધું. સ્કૂલના દિવસોમાં જયા રમતમાં ઘણી આગળ હતી જેનું ફળ એમને ૧૯૯૬ માં મળ્યું જયારે એમને પ્રધાનમંત્રીના હાથે એનસીસીની બેસ્ટ કેડેટ હોવાનું પુરસ્કાર મળ્યું હતું. એ સિવાય જયા બચ્ચને ભારતનાટ્યમનું પણ પ્રશિક્ષણ લીધું હતું. જણાવી ભણવા દરમિયાન ઋષિકેશ મુખર્જી એ એમને પોતાની ફિલ્મ ‘ગુડી’ માટે પસંદ કરી હતી.


ભણવાનું પૂરું થતા જ ૧૯૭૧ માં જયા બચ્ચનને ફિલ્મ ‘ગુડ્ડી’ના રૂપમાં મોટા પડદા પર આવવાની તક મળી હતી. પહેલી વાર જયા ભાદુડીની મુલાકાત અમિતાભ બચ્ચન સાથે થઇ એ પછી એક સફળ જોડી બની. ‘ગુડ્ડી’ એ પાત્રને જયા બચ્ચને કાંઇક એવી રીતે નિભાવ્યું કે લોકો એને આજે પણ યાદ કરે છે.ગુડ્ડી પછી બોલીવુડ એક્ટ્રેસ જયા બચ્ચને પોતાના કરિયરમાં હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એ દરમિયાન પોતાના કરિયરના પીક પર જયા એ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. જો જયા બચ્ચનની બહેન રીતા વર્માની વાત કરીએ તો એ હંમેશા લાઇમલાઇટથી દૂર રહીને જીવન વિતાવે છે. જી હા, જયાના બનેવી રાજીવ વર્મા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છે. રાજીવ વર્મા એ ફિલ્મ ’મૈને પ્યાર કિયા’ થી પોતાના કરિયરની શરુઆત કરી હતી.જણાવી દઈએ કે રાજીવ વર્મા સાથે રીતા વર્માએ લવ મેરેજ કર્યા હતા. રાજીવ અને રીતાની પહેલી મુલાકાત થીયેટરના દિવસોમાં થઇ હતી. રાજીવે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે એ બંને સાથે ભોપાલમાં થીયેટર કરતા હતા. એ પછી બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જોકે, રીતા વર્મા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂદને દૂર જ રાખી. ભલે એમની બહેન જયા બચ્ચનને સારી લોકપ્રિયતા મળી ગઈ હતી, પરંતુ રીતા હજી પણ ભોપાલમાં જ રહે છે.એક ઈન્ટરવ્યું મુજબ,રીતા અને રાજીવ ભોપાલ થીયેટર અને હોટેલ સરલ ગ્રુપના માલિક છે. રાજીવે એમ તો શરૂઆતમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. રાજીવ વર્માને એક વાર સલમાન ખાનના ઓનસ્ક્રીન પિતા બનવા વિષે પૂછવામાં આવ્યું હતું. પછી એમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે,’જયારે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મારી ઉમર ૩૮ વર્ષની હતી. હવે એવામાં કોઈ પણ ડાયરેક્ટર મને હીરો તો ના બનાવે. બનું તો પિતા જ ને. સલમાન મારી એકદમ બાળક હતા.’

આ કારણે ભોપાલ પહોંચ્યા હતા અમિતાબ બચ્ચનજણાવી દઈએ કે એમ તો અમિતાભ બચ્ચન મુંબઈમાં જ રહે છે, પરંતુ પરિવારમાં ઘણી વખત આખો પરિવાર સાથે પણ જોવા મળે છે. ગયા વર્ષે સાસુ ઇન્દિરા ભાદુરીના જન્મદિવસ પર બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો હતો. અમિતાભની સાથે સાથે જયા બચ્ચન, અભિષેક અને શ્વેતા બચ્ચન પણ હતા. અમિતાભ બચ્ચન પહોંચે એ પહેલા શહેરની સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવાઈ હતી. એટલું જ નહીં, એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રીતા વર્મા એ અમિતાભ બચ્ચનના ઘણા વખાણ પણ કર્યા હતા.આ દરમિયાન રીતા વર્મા એ કહ્યું હતું કે, ‘અમિતાભ બચ્ચન એકદમ નરમ સ્વભાવના છે. sતો જયા દીદી થોડા કઠોર છે. અમિતાભ બચ્ચનને ગુસ્સો બહુ ઓછો આવે છે. એક વાર અમારો આખો પરિવાર ગાડીથી ક્યાંક જઈ રહ્યો હતો ને ડ્રાઈવર ખૂબ જ જડપથી ગાડી ચલાવી રહ્યો હતો. અમિતાભે એ સમયે ગાડી રોકાવીને ડ્રાઈવરને ગાડી ધીમે ચલાવવાનું કહ્યું હતું. આ દરમિયાન પહેલ વાર મેં એમને થોડા નારાજ થયેલા જોયા હતા.