હીરાથી પણ વધારે મોંઘુ વેચાય છે આ ફળ, કિંમત જાણીને ફરી જશે તમારું દિમાગ

દુનિયામાં ઘણી પ્રકારના ફળ હોય છે, અને બધાની કિંમતો પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ફળની કિંમત ૪૦૦ થી ૫૦૦ રૂપિયા સુધીની હોય છે, પરંતુ લોકોને એ મોંઘા લાગે છે. દુનિયા સિવાય ભારતમાં પણ ઘણી પ્રકારના ફળ અને શાકભાજી મળી આવે છે. સફરજન, દ્રાક્ષ, દાડમ, સંતરા, કેરી અને લીચી , આ બધા ફળ તો બધાએ ખાધા હશે. પરંતુ શું કોઈ ફળ લાખો રૂપિયે કિલો મળે તો તમે શું કરશો? ખરીદવાની વાત તો દૂર, સામાન્ય વ્યક્તિ એના વિષે સપનામાં પણ ના વિચારી શકે.દુનિયામાં ઘણા એવા ફળ મળે છે, જેની કિંમત સાંભળતા જ હોશ ઉડી જશે. જી હા, જાપાનમાં એક ફળ મળે છે, જેની કિંમત લાખોમાં છે. જે ખરીદવાનું કોઈ સામાન્ય વ્યક્તિ તો વિચારી પણ ના શકે. આવો જાણીએ, આ મોંઘા ફળ અને એની કિંમત વિષે. આખરે આ ફળમાં એવું શું છે કે એ આટલું મોંઘુ વેચાય છે.

હીરાથી મોંઘુ વેચાય છે આ ફળકેટલાક લોકોમાં અલગ અલગ ફળ ખાવા માટે ઉત્સાહ જોઈ શકાય છે. આ ફળની કિંમત ૧૦૦ થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે. પરંતુ જે ફળ વિષે અમે જણાવવા જઈ રહ્યા છે, એની કિંમત લાખો રૂપિયા છે. હવે તમે વિચારતા હશો કે એવું કયું ફળ છે, જેની કિંમત લાખો રૂપિયા છે. જી હા, આ એકદમ સાચું છે. તમે કહેશો કે આ ફળ ખાવું એના કરતા વધારે સારું એ છે કે હીરા કે સોનામાં રોકાણ કરી દેવામાં આવે. જાપાનમાં આ ફળની નીલામી કરવામાં આવી હતી.

જાપાનમાં મળે છે ફળદુનિયાના મોંઘા ફળોમાં શામેલ આ ફળનું નામ યુબરી ખરબૂજા છે. આ ફળની ખેતી જાપાનમાં થાય છે અને ત્યાં જ વેચાય છે. આ ફળની નિકાસ બહુ જ ઓછી કરવામાં આવે છે. એ સૂરજના તાપમાં નહીં પણ ગ્રીન હાઉસમાં ઉગાવવામાં આવે છે.

જાપાનમાં મળતા એક યુબરી કસ્તૂરી ખરબૂજાની કિંમત ૧૦ લાખ હોય છે. ૨૦ લાખ રૂપિયામાં બે ખરબૂજા મળે છે. વર્ષ ૨૦૧૯ માં આ ખરબૂજા ૩૩૦૦૦૦૦ માં નીલામ થયા હતા. અંદરથી નારંગી જેવું દેખાતું આ ફળ મીઠું હોય છે.