ખીલ અને ફોડલી ઠીક થયા પછી ચહેરા પર ખાડા થઇ જતા હોય છે કે જે તમારા ચહેરા પર ઘણા ભદ્દા લાગે છે. એ ખાડા સામાન્ય રીતે તૈલીય ત્વચાવાળા લોકોના ચહેરા પર થાય છે. ઘણીવાર ચહેરાના રોમ છિદ્ર મોટા થઇ જવાને લીધે પણ ચહેરા પર ખાડા દેખાવા લાગે છે. ચહેરાના આ ખુલ્લા રોમ છિદ્રો ભરવા માટે મોંઘી સ્કિન ટ્રીટમેન્ટ કે બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. પણ ઘરેલું ઉપાયોની મદદથી પણ ચહેરાના ખાડાનો ઈલાજ કરી શકાય છે.
ચહેરાના ખાડા ભરવાના ઘરેલું ઉપાય
જો તમે પણ ચહેરાના ખાડાથી પરેશાન છો અને પોતાના ચહેરાને માખણ જેવો મુલાયમ બનાવવા ઈચ્છો છો, તો આ ઘરેલું ઉપાયોની મદદ લઇ શકાય છે. જેમ કે –
ચહેરાના પોર્સનો ઈલાજ : ચણાનો લોટ
ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કરીને ફક્ત તૈલીય ત્વચાને કંટ્રોલ કરી શકાય છે, એટલું જ નહીં, ચહેરા પર રહેલ ખુલ્લા રોમ છિદ્રોને પણ ટાઈટ કરી શકે છે. આ ઉપાય માટે તમને ૧ ચમચી ચણાનો લોટ, ૧ ચમચી મધ અને ૧ ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આ ફેસ પેકને ચહેરા પર સારી રીતે લગાવવાનો છે અને લગભગ ૨૦ મિનીટ સુધી સુકાવા દેવાનું છે. આ બેસન પેકનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરાના ખાડા પૂરાવા લાગશે.
એલોવેરા જેલ
ચહેરાના રોમછિદ્રોને બંદ કરવા માટે એલોવેરા જેલ ઘણું ફાયદેમંદ છે, કે જે ઓઈલી ત્વચાને કંટ્રોલ કરે છે. એલોવેરા જેલ સાથે વિટામીન ઈ કેપ્સૂલ ઉમેરવાથી એની અસર વધારી શકાય છે. આ ઉપાય માટે તમારે રાતે સૂતા પહેલા ચહેરાને સાફ કરવાનો છે. એ પછી એલોવેરા જેલ અને વિટામીન ઈ ની કેપ્સૂલ ઉમેરીને ચહેરા પર લગાવવાનું છે. સવારે ઉઠીને મોં ધોઈ લો. એવું રોજ કરો.
તજ અને મધનો ફેસ પેક
ખીલને લીધે ચહેરા પર ખાડા થઇ જાય છે. જેના માટે તમે આ સમસ્યાઓથી બચવાના પ્રયત્ન કરી શકો છો. ખીલથી બચવા માટે ૧ ચમચી મધ અને ૧ ચમચી તજ પાવડરને ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધા કલાક માટે રહેવા દો. એ પછી હુંફાળા પાણીથી મોં ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવવાથી તમારા ખીલ ઓછા થવા લાગશે.
અહિયાં આપવામાં આવેલ માહિતી કોઈ પણ ચિકિત્સીય સલાહનો જરૂરી વિકલ્પ નથી. આ ફક્ત માહિતી આપવાના હેતૂસર આપવામાં આવી રહી છે.