શોર્ટ ડ્રેસ પહેરીને મોડી રાતે નીકળી જાહ્નવી કપૂર, લોકોએ કહ્યું – પેન્ટ તો પહેરી લેવી હતી, જુઓ વિડીયો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબસૂરત અભિનેત્રીઓની કોઈ કમી નથી. બોલીવુડની એવી ઘણી હસીનાઓ છે, જે ઘણીવાર પોતાના બોલ્ડ અને હોટ અવતારમાં દેખાય છે અને મીડિયા વાળા પણ હંમેશા એમને જ ફોલો કરતા રહે છે. એમ જોઈએ તો બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓ હંમેશા પોતાને કુલ અને ફેશનેબલ દેખાડવામાં સૌથી આગળ રહે છે અને લોકો પણ એમનું ડ્રેસિંગ સેન્સ ફોલો કરે છે.પરંતુ ઘણીવાર એવું પણ થાય છે કે પોતાના બોલ્ડ ડ્રેસને દેખાડવાના ચક્કરમાં કલાકારો ટ્રોલિંગના શિકાર થઇ જાય છે. એમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂર પણ પોતાના કપડાને લીધે ટ્રોલિંગની શિકાર થઇ ગઈ.

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને એમની ફેન ફોલોઈંગ પણ તગડી છે. અભિનેત્રી ઘણીવાર પોતાના સોશ્યલ મીડિયા પર પોતાના સ્ટાઈલીશ ફોટા શેર કરતી રહે છે, જેને ફેંસ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માં ફિલ્મ ‘ધડક’ થી પોતાના કરિયરની શરુઆત કરવાવાળી અભિનેત્રી જાહ્નવી કપૂર એ આ ફિલ્મ પછી ‘ગુંજન સક્સેના : દ કારગિલ ગર્લ’ અને ‘રુહી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.ભલે જાહ્નવી કપૂરે બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમ છતાં પણ દુનિયાભરમાં એમના ચાહવાવાળાની સંખ્યા લાખો કરોડોમાં છે. દુનિયાભરના લોકો જાહ્નવી કપૂરને ઓળખે છે અને એમને ફોલો કરે છે. તો કેમેરાની નજર પણ જાહ્નવી કપૂર પર જ ટકેલી રહે છે. તેઓ એમના ફોટા અને વિડીયો બનાવીને એમને મશહૂર કરતા રહે છે.જયારે પણ જાહ્નવી કપૂર પોતાના ઘરેથી ક્યાંક જાય છે,તો અભિનેત્રીને પેપરાજી તરત જ પકડી લે છે. હાલમાં જ જાહ્નવી કપૂર શુક્રવારની સાંજે પોતાની નાની બહેન અને મિત્રો સાથે બહાર ગઈ હતી. આ દરમિયાન પણ પેપરાજીની નજરથી એ બચી ના શકી અને એ જાહ્નવીના ફોટા અને વિડીયો લેવા લાગ્યા હતા.તો જાહ્નવી કપૂર પોતાની કાર તરફ ઝડપથી આગળ વધી રહી હતી. એ સાથે જ એ પોતાના ફ્રેન્ડ સર્કલને આવવા માટે પણ બોલાવતી દેખાઈ હતી. આ દરમિયાન જે સૌથી આકર્ષણનું કેન્દ્ર હતું એ હતો જાહ્નવી કપૂરનો ડ્રેસ.જી હા, જાહ્નવી કપૂરએ આ દરમિયાન કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો ને અભિનેત્રીના વાળ ખુલ્લા હતા અને એમનો મેકઅપ પણ ડ્રેસ સાથે એકદમ મેચ થતો હતો. આ ડ્રેસમાં જાહ્નવી કપૂર ઘણી સુંદર લાગી રહી હતી. પરંતુ કેટલાક લોકો એવા પણ હતા , જેમને આ ડ્રેસિંગ સ્ટાઈલ જરાય ના ગમી અને પછી શું હતું. અભિનેત્રીને એમણે એમના કપડાં ને લીધે ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.જાહ્નવી કપૂરનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો જડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો સેલીબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાની એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. જેવા લોકોએ જાહ્નવી કપૂરનો વિડીયો જોતો તો એમણે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. ઘણા લોકો એવા પણ હતા જેમણે અભિનેત્રીના દેખાવના ખૂબ જ વખાણ કર્યા હતા, પણ ઘણા લોકો જાહ્નવી કપૂરના ડ્રેસની મજાક ઉડાવવા લાગ્યા.

આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુજરે લખ્યું છે કે અભિનેત્રીઓ એવી રીતે અભિનય કરે છે જાણે એ પોતાની કાર કે મિત્રોને શોધી રહી છે, જયારે હકીકતમાં એ પેપરાજીને પોતાના કપડા ૩૬૦ એન્ગલથી દેખાડી રહી હોય છે. એટલું જ નહીં, એક અન્ય યુઝરે વિડીયો પર કમેન્ટ કરતા લખ્યું કે ‘જાહ્નવી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.’તો એક અન્ય યુઝરે લખ્યું કે લાગે છે હવે જાહ્નવી એ પોતાનો વોર્ડરોબ બદલવો જોઈએ. પણ આ બધી કમેન્ટમાંથી એક કમેન્ટ એવી પણ આવે છે, જેમાં એવું લખેલું હોય છે કે લોકો જાહ્નવીને ગમે તેટલી ટ્રોલ કરે પણ એ ખૂબસૂરત લાગી રહી છે. આ વિડીયો જોયા પછી ઘણા લોકો અભિનેત્રીના વખાણ પણ કરી રહ્યા છે.જો એના કામની વાત કરીએ તો એ જલ્દી જ અભિનેતા રાજકુમાર રાવની સાથે ‘મિસ્ટર એન્ડ મિસેજ માહી’ માં દેખાવાની છે. હાલમાં જ આ ફિલ્મનું એલાન કરવામાં આવ્યું છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ ૭ ઓક્ટોબર ૨૦૨૨ ના રિલીજ કરવામાં આવશે. એ સિવાય જાહ્નવી કપૂર ‘ગુડ લક જેરી’, ‘મિલી’, ‘બોમ્બે ગર્લ’ અને ‘દોસ્તાના ૨’ જેવી ફિલ્મોમાં જોવા મળશે .