આ છે જગન્નાથ મંદિરના ‘અંગરક્ષક’ , પેઢીઓથી કરી રહ્યા છે ભગવાનની રખેવાળી

પુરીના જગન્નાથ ધામને હિન્દૂ ધર્મના ‘ચાર ધામો’માંથી એક માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ ને પાલનહર્તા વિષ્ણુનું બીજું રૂપ કહેવાય છે. અહિયાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે. જેટલું નિરાળું આ સેંકડો વર્ષો જૂનું મંદિર છે એટલાજ નિરાળા આ મંદિરના પુજારી અને સેવક છે. મંદિરના એ પૂજારીઓમાંથી એક છે અનિલ ગોછિકર, જેમણે હંમેશા મંદિરમાં આગંતુકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

સેવકોની શ્રેણીમાં આવતા અનિલ ગોછિકર પુજારી હોવાની સાથે સાથે બોડી બિલ્ડર અને મિસ્ટર ઓડીશા પણ છે. શરીર એવું કે એમને જોઈ કોઈ બાહુબલી કહે છે તો કોઈ જગન્નાથ મહાપ્રભુના અંગરક્ષક.

પેઢીઓથી છે ભગવાન જગન્નાથના અંગરક્ષકઅનિલ એક એવા પરિવારના વંશજ છે, જે પેઢીઓથી ભગવાન જગન્નાથના અંગરક્ષક રહ્યા છે. મુગલો અને અન્ય આક્રમણકારીયો એ જયારે જગન્નાથ મંદિર પર હુમલો કર્યો હતો, તો એમના પૂર્વજોએ મહાપ્રભુની રક્ષા કરી હતી. જણાવી દઈએ કે શ્રી જગન્નાથપૂરી મંદિર પર અત્યાર સુધી ૧૭ મોટા આક્રમણ થઇ ચુક્યા છે. દરેક વખતે અહીયાના પૂજારીઓએ દુશ્મનોથી છુપાઈને એમની રક્ષા કરી છે અને અનિલ એ પુજારીઓના વંશ પરંપરાથી આવે છે.

મહાપ્રભુની મૂર્તિ ઘણી ભારે હોય છે એટલે એમને ઉઠાવવા માટે એમનું બળવાન હોવું જરૂરી છે. આ વિષે અનિલ જણાવે છે કે ‘’અમારા પરિવારના લોકો ઘણી પેઢીઓથી મહાપ્રભુની સેવા કરતા આવી રહ્યા છે. મુગલો અને અન્ય આક્રમણકારીઓ જયારે શ્રીમંદિર પર આક્રમણ કર્યું હતું ત્યારે અમારા પૂર્વજોએ દુશમનને કાઢીને પ્રભુ જગન્નાથની રક્ષા કરી હતી. વાત એવી છે પ્રભુની મૂર્તિ ઘણી ભારે હોય છે,એટલે એને ઉઠાવવા માટે અમારું શક્તિશાળી હોવું જરૂરી છે. એના માટે અમે નિયમિત અભ્યાસ કરીએ છે.’’

ઘણીવાર રહી ચુક્યા છે મિસ્ટર ઇન્ડિયાતમને જણાવી દઈએ કે અભિનેતા અને મોડલની જેમ સ્માર્ટ દેખાતા અનિલે ઘણીવાર મિસ્ટર ઓડીશા અને મિસ્ટર ઇન્ડીયાનો ખિતાબ પણ જીત્યો છે. એના માટે એ રોજ અભ્યાસ કરે છે. એમના સમુદાયના બાળકોને ભણ્યા પછી અખાડા જવું જરૂરી હોય છે. ખૂબ જ શાનદાર અને આકર્ષક બોડી હોવાને લીધે એમને મિસ્ટર ઇન્ટરનેશનલ ઇન્ડિયન પણ કહેવામાં આવે છે.

અનિલ બોડી બિલ્ડીંગમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઘણી પ્રતીયોગીતાઓમાં પોતાનો જાદૂ દેખાડી ચુક્યા છે. અનિલ બોડી બિલ્ડીંગની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં બે વાર ગોલ્ડ મેડલ અને એક વાર સિલ્વર મેડલ જીતી ચુક્યા છે.વર્ષ ૨૦૧૬ માં દુબઈમાં થયેલ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં અનિલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯ માં એમણે રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ ગોલ્ડ અને વર્ષ ૨૦૧૮ માં સિલ્વર મેડલ જીત્યો હતો. સોશ્યલ મીડિયા પર એક્ટીવ રહેતા અનિલના સિક્સ પેક એબ્સના ફોટા પણ સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.

અનિલે પોતાના મોટા ભાઈ માટે બોડી બિલ્ડીંગ સીખીઅનિલના મોટા ભાઈ સુનીલ જેમણે એમને શરીર સૌષ્ઠવ Sમાટે પ્રેરણા આપી હતી અને મોટા ભાઈના કહેવા પર તેઓ આ સ્થાને પહોંચ્યા. અનિલે જણાવ્યું –

‘’વર્ષ ૨૦૧૦ માં મેં જીમ જોઈન કર્યું અને પોતાના મોટા ભાઈ સુનીલ જે એક બોડી બિલ્ડર પણ છે, એમનાથી પ્રેરિત થઈને વ્યાયામ કરવાનું શરુ કર્યું. ત્યારથી હું સતત બપોરે રોજ શારીરિક વ્યાયામ કરી રહ્યો છું.’’

તમને જણાવી દઈએ કે અનિલ રોજ માટીના વાસણોમાં રાંધેલ ભોજન આરોગે છે. તેઓ શુદ્ધ શાકાહારી છે. અનિલે જણાવ્યું કે મહાપ્રભુની સેવા કરતા પરિવારથી છું. મારા સિવાય મારા મોટા ભાઈ અને પરિવારના ઘણા સભ્યો પણ શ્રી,મંદિરમાં સેવક છે. માતાપિતા પણ મહાપ્રભુના સેવક હતા.