ગજબ કહેવાય ને! 20 ફિલ્મમાં આ હીરોએ ડાકૂનો રોલ કર્યો પછી અચાનક બદલી નાંખ્યું નામ

બોલીવૂડમાં એવા સેલેબ્સ છે જેમના વિશે કેટલીક વાતો તમને નહી જ ખબર હોય. એક રોમેન્ટિક હીરો કે જેણે 20 ફિલ્મોમાં ડાકૂનો રોલ કર્યો અને બાદમાં નામ બદલી નાંખ્યુ હતુ.બોલીવૂડના મુન્નાભાઇ સંજય દત્તના પિતા સુનીલ દત્તને આપણે સૌ જાણીએ છીએ. તેમના જીવનના કેટલાક કિસ્સાથી તો તમે અજાણ જ હશો. તેમણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.પોતાના બોલીવૂડ કરિયરની શરૂઆત તેણે 1955માં આવેલી ફિલ્મ રેલવે પ્લેટફોર્મથી કરી હતી. બાદમાં મધર ઇન્ડિયા જેવી ફિલ્મો કરીને ખુબ નામના મેળવી હતી. સુનીલ દત્તે 1963માં એક ફિલ્મમાં ડાકૂનો રોલ કર્યો હતો બાદમાં તે રોલ માટે ફેમસ થઇ ગયો હતો.

એક વાર આ પ્રકારનો રોલ કર્યા બાદ એટલા તો ફેમસ થઇ ગયા કે એક બાદ એક એમ 20 ફિલ્મોમાં ડાકૂનો રોલ કર્યો હતો. દરેક ફિલ્મમાં તેની એક્ટિંગને ખુબ વખાણવામાં આવી અને બાદમાં પોતાનું નામ પણ બદલી દીધુ હતુ.સુનીલ દત્તનું અસલી નામ બલરાજ દત્ત હતુ અને તે સમયના દિગ્ગજ અભિનેતા બલરાજ સહાની પણ હતા માટે તેણે પોતાનું નામ બદલીને સુનીલ દત્ત રાખી લીધુ હતુ. 2005માં તેમનુ અવસાન થયુ હતુ.