આ આઈલેન્ડની ખૂબસૂરતીથી દુનિયા આજે પણ અજાણ છે. આ આઈલેન્ડને ‘ભૂવૈજ્ઞાનિકો કા ડિઝનીલેન્ડ’ પણ કહેવામાં આવે છે.
આ ધરતી પર એવી ઘણી જગ્યાઓ છે, જેનાથી આજે પણ દુનિયાના મોટાભાગના લોકો અજાણ છે. એવામાં આ જગ્યાઓને જ રહસ્યમયી માનવામાં આવે છે. પહાડો વિષે તો તમે જાણતા જ હશો કે એ કેટલાક સખ્ત હોય છે, એમને તોડવા મુશ્કેલ જ નહીં, ક્યારેક ક્યારેક અશક્ય પણ થઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા પણ છે, જ્યાં લોકો પહાડને પણ ખાઈ જાય છે. જી હા, નવાઈની વાત તો એ છે કે પણ એ એકદમ સાચું છે. હકીકતમાં આ જગ્યા એક આઈલેન્ડ છે, જે જમ્બુદ્વીપ (એશિયા) ના દક્ષિણ પશ્ચિમ ખંડમાં સ્થિત દેશ ઈરાનના તટથી ૮ કિલોમીટર દૂર ફારસની ખાડીના વાદળી પાણીની નીચે છે. આવો જાણીએ, આ આઈલેન્ડની કેટલીક રહસ્યમયી વાતો, જે તમને હકીકતમાં હેરાન કરી દેશે.
આ આઈલેન્ડનું નામ છે હોર્મુજ દ્વીપ, જેને રેનબો દ્વીપ ના નામે ઓળખવામાં આવે છે. એના વિષે કહેવાય છે કે આ આઇલેન્ડની ખૂબસૂરતીથી દુનિયા આજે પણ અજાણ છે. આ આઈલેન્ડ ‘ભૂવૈજ્ઞાનિકો કા ડિઝનીલેન્ડ’ થી પણ ઓળખાય છે કારણકે અહીયાની સોનેરી નહેરો, રંગ બિરંગી પહાડ અને ખૂબસૂરત દેખાતી મીઠાની ખાણો મનને મોહી લે છે.

કહેવાય છે કે ફક્ત ૪૨ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ આ આઈલેન્ડ આકાશથી એકદમ રંગીન દેખાય છે. પથ્થર, માટી અને લોખંડથી ભરપૂર અહિયાં જ્વાળામુખીની ચટ્ટાનો જયારે લાલ , પીળા અને ઘણા રંગોમાં ચમકે છે, તો એવું લાગે છે કે આ ધરતી નહીં, પણ કોઈ બીજી દુનિયાનો જ નજારો હોય. અહીયાના પથ્થર, અને ચટ્ટાનો જયારે તડકાના સંપર્કમાં આવે છે, તો ચમકવા લાગે છે. આ આઈલેન્ડ પર ૭૦ થી પણ વધારે પ્રકારના ખનીજ મળી આવે છે.
કહેવાય છે કે આ આઈલેન્ડનું નિર્માણ હજારો વર્ષો પહેલા થયું હતું અને એ ખૂબસૂરત બનાવવામાં જ્વાળામુખીય ચટ્ટાનો, ખનીજ અને મીઠાના ટેકરાઓનું ખાસ યોગદાન છે. આ આઈલેન્ડની જે સૌથી રોચક વાત એ છે કે અહીયાના પહાડ દુનિયામાં એક માત્ર પહાડ છે, જેને ખાઈ પણ શકાય છે, કારણકે આ પહાડના મીઠાની મોટી પરતોથી બને છે.

અલગ અલગ ખનીજોના લીધે આ દ્વીપની માટી પણ મસાલેદાર હોય છે, જેનો ઉપયોગ ખાવામાં મસાલા તરીકે કરવામાં આવે છે. અહીયાની લાલ માટીનો ઉપયોગ લોકો ચટણી તરીકે કરે છે. એ સિવાય સ્થાનીય કલાકાર અહીયાની લાલ માટીને પેઈન્ટીગમાં પણ વાપરે છે. લોકો પોતાના કપડા ને રંગવા માટે એનો ઉપયોગ કરે છે, એટલે કે કુલ મળીને અહીયાની માટી ‘સર્વગુણસંપન્ન’ છે.