મિત્રો એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ‘કોઈ મિલ ગયા’. આ ફિલ્મમાં અભિનેતા ઋત્વિક રોશન એક મંદબુદ્ધિ બાળકના પાત્રમાં જોવા મળ્યા હતા. ઋત્વિક રોશને આ પાત્રને ખૂબજ બખૂબી નિભાવ્યું હતું. આ ફિલ્મ પછી ઋત્વિક રોશનની એક્ટિંગ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી. એટલુજ નહીં, આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ખાસ તો આ ફિલ્મ નાના બાળકોને ખૂબ જ ગમી હતી. આ પહેલી એવી ફિલ્મ હતી જેણે દર્શકોને અંતરીક્ષની દુનિયા સાથે મુલાકાત કરાવી હતી, અને આ ફિલ્મમાં એલિયન્સ એવી રીતે બતાવાયો હતો કે જાણે એ મનુષ્યના સારા મિત્ર બની શકે છે.
આ ફિલ્મમાં જે સૌથી રસપ્રદ પાત્ર હતું એલિયન. એક એલિયન જેનું નામ ફિલ્મમાં જાદૂ રાખવામાં આવ્યું હતું. આજે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે, કે જાદૂના કોસ્ટ્યુમ પહેરીને કોણે એલીયાનનું પાત્ર નિભાવ્યું હતું. જી હા આ મિત્રો આ પાત્રનું નામ હતું ઇન્દ્ર્વન પુરોહિત. વાત એવી છે કે એની લંબાઈ ફક્ત ૩ ફૂટ હતી. એ જ કારણ હતું કે એમને એલીયન જાદૂનું પાત્ર નિભાવવા માટે આ ફિલ્મમાં પસંદ કરવામાં આવ્યા હતા. ઇન્દ્ર્વને આ પાત્ર બખૂબી નિભાવ્યું હતું.
એલિયન જાદૂ માટે જે કોસ્ટ્યુમ બનાવાયું હતું એ કોસ્ટ્યુમ ઓસ્ટ્રેલીયાથી બનાવડાવીને મંગાવાયું હતું. એવું જણાવાય છે કે આ કોસ્ટ્યુમની કિંમત ૧ કરોડ રૂપિયા હતી. જે બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. ઇન્દ્ર્વન પુરોહિત કોઈ મિલ ગયામાં જાદૂ નું પાત્ર નિભાવવા સિવાય પણ ઘણી ટીવી સીરીયલ અને કેટલીક ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે.

ઇન્દ્રવન પુરોહીત કોઈ મિલ ગયા ફિલ્મ સિવાય મશહૂર કોમેડી સીરીયલ ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ પણ દેખાઈ ચુક્યા છે. વાત એવી છે કે અ સીરીયલમાં એક સીન આવે છે કે દિશા વાકાની દયાના ભાઈ સુંદરલાલ અમદાવાદની ભક્ત મંડળીને લઈને અંબાજી દર્શન માટે જઈ રહ્યા હોય છે, એમાં મુંબઈમાં જેઠાલાલના ફ્રેશ થવા માટે રોકાય છે.
સુંદરલાલ સાથે આવેલ ભક્ત મંડળીમાં ઇન્દ્ર્વન પુરોહિત પણ દયાબેનના એક સગાના રૂપમાં જોવા મળે છે. જણાવી દઈએ કે ઇન્દ્ર્વન પુરોહિત એક હોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે. જી હા, મિત્રો વર્ષ ૨૦૦૧ માં હોલીવુડની એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું, ‘લોર્ડ ઓફ રિંગ્સ – ફેલોશીપ ઓફ દ રીંગ’. એ સિવાય ઇન્દ્રવન પુરોહિત ઘણી મરાઠી, ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરી ચુક્યા છે.

મિત્રો આજે ઇન્દ્ર્વન પુરોહિત આપણી વચ્ચે નથી રહ્યા. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૪ માં જ ઇન્દ્ર્વન પુરોહિતનું દુઃખદ નિધન થઇ ચુક્યું છે. એમની કમી આજે પણ ઇન્ડસ્ટ્રીમાં અનુભવાય છે.