રાતે ૧૦ વાગ્યા પછી ટ્રેનમાં તમારી ટીકીટ ના ચેક કરી શકે ટીટી, જાણો રેલવે સંબંધિત આ નિયમ

અત્યારે પણ દેશમાં ઘણા એવા લોકો છે જે ટ્રેનથી સફર કરવાનું ખૂબજ પસંદ કરે છે. જો ક્યારેય પણ લાંબી સફર કરવાની હોય તો સૌથી પહેલા મનમાં વિચાર ટ્રેનનો જ આવે છે. ભારતીય રેલ્વે ભારતના પરિવહનનું એક મુખ્ય સાધન છે. રેલવેને લીધે જ ભારતનો વિકાસ ઝડપથી થતો જઈ રહ્યો છે. ટ્રેનના લીધે રોજ ઘણા લોકો એક સાથે લાંબી લાંબી યાત્રાઓ સરળતાથી કરી લે છે અને એનું ભાડું પણ ઓછું હોય છે.રેલ્વે યાત્રીઓની સફર માટે એકદમ સરળ અને સુવિધાજનક છે. એ સિવાય ટ્રેનનો ઉપયોગ લોકો ભારે ભારે સામાનની હેરફેર માટે પણ કરે છે. જણાવી દઈએ કે ભારતીય રેલ નેટવર્ક દુનિયાનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. જયારે પણ કોઈ યાત્રી ટ્રેનમાં સફર કરે છે એ સમયે એ એવું ઈચ્છે છે કે એની યાત્રા આરામદાયક હોય.

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ટ્રેનમાં થતો અવાજ, ટીકીટ ચેકિંગ, અને સીટને લઈને યાત્રીઓ ઘણા પરેશાન થઇ જાય છે. પરંતુ યાત્રા દરમિયાન જો તમારી ઈચ્છા ના હોય તો એવામાં તમને કોઈ હેરાન કરી શકે નહીં.આજે અમે તમને રેલ્વેના નિયમો વિષે જણાવવાના છે, જેના વિષે જો તમને ખબર હશે તો ટ્રેનમાં યાત્રા સમયે તમને સમસ્યા થશે નહીં. રેલવેના નિયમો પ્રમાણે, ટીટી સૂતા સમયે તમારી ટીકીટ ચેક ના શકે. તો ચાલો જાણીએ આખરે રેલવેનો નિયમ શું કહે છે?

જયારે તમે ટ્રેનની યાત્રા કરો છો તો એ સમયે તમારી ટીકીટ ચેક કરવા માટે ટીટી આવે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મોડી રાત્રે પણ તમને ટીટી જગાડીને ટીકીટ કે આઈડી બતાવવા માટે કહે છે. એવામાં તમને સમસ્યા થાય છે, પણ રેલવેના નિયમ પ્રમાણે, રાતે ૧૦ વાગ્યા પછી ટીટી પણ તમને હેરાન ના કરી શકે.જણાવી દઈએ કે ટીટી એ સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાની વચ્ચે ટીકીટ ચેક કરવાની હોય છે એટલે કે જયારે યાત્રી રાતે સુઈ જાય છે તો એ પછી કોઈ પણ યાત્રીને (ડિસ્ટર્બ) હેરાન ના કરી શકાય. આ ગાઈડલાઈન રેલ્વે બોર્ડની છે.

પરંતુ રેલ્વે બોર્ડનો નિયમ રાતે ૧૦ વાગ્યા પછી યાત્રા કરતા યાત્રીઓ પર લાગૂ નથી થતો એટલે કે જો તમે ટ્રેનમાં રાતના ૧૦ વાગ્યા પછી યાત્રા કરવા બેસો છો તો એવામાં ટીટી તમારી ટીકીટ અને આઈડી ચેક કરવા માટેની માંગ કરી શકે છે.એ સિવાય જો તમે ટ્રેનની યાત્રા કરો છો તો તમે જોયું હશે કે જે લોકોની (વચ્ચેની સીટ) મિડલ બર્થ હોય છે એ સૂવા માટે ટ્રેન શરુ થતા પહેલા જ સીટ ખોલી લે છે, જેના લીધે જે યાત્રીની લોઅર બર્થ હોય એને ઘણી સમસ્યા થાય છે પણ રેલવેના નિયમ પ્રમાણે જોઈએ તો મિડલ બર્થવાળો યાત્રી પોતાની બર્થ પર ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી જ સુઈ શકે છે.

રેલવેના નિયમ પ્રમાણે રાતે ૧૦ વાગ્યાથી પહેલા જો કોઈ પણ યાત્રી મિડલ બર્થ ખોલવાથી રોકવા ઈચ્છો તો એને તમે રોકી શકો છો. તો સવારે ૬ વાગ્યા પછી બર્થ નીચે કરવાની હોય છે જેથી બીજા યાત્રી લોઅર સીટ પર બેસી શકે. ઘણી વાર એવું પણ થાય છે નીચેની સીટવાળા મોડે સુધી જાગતા રહે છે અને મિડલ વચ્ચેવાળી સીટના લોકોને સમસ્યા થાય છે. એવામાં તમે ૧૦ વાગે તમારી સીટ નિયમ પ્રમાણે ઉઠાવી લો.હવે તમે માની લો કે કોઈ કારણસર તમારી ટ્રેન છૂટી ગઈ છે તો રેલવેના નિયમ પ્રમાણે ટીટી આવતા સ્ટોપ એટલે કે બીજા એક કલાક(એટલે કે બંનેમાંથી જે પહેલા હોય) સુધી તમારી સીટ બીજા કોઈ યાત્રીને આપી શકે નહીં એટલે કે જો તમારી ટ્રેન છૂટી ગઈ છે તો આવતા બે સ્ટોપ માંથી કોઈ સ્ટોપ થી તમે ટ્રેન પકડી શકો છો. જો ત્રણ સ્ટોપ પસાર થઇ જાય એ પછી ટીટી પાસે એ અધિકાર હોય છે કે એ તમારી સીટ આરસી લિસ્ટમાં બીજા વ્યક્તિને આપી શકે છે.