નાની ભૂલે પરિવારને ઉંઘમાં જ ભૂંજી નાંખ્યો, તમે આ ભૂલ કરતા પહેલા 100 વાર વિચારજો

શિયાળો આવે એટલે લોકો પોતાના ઘરમાં હીટર નંખાવી લે છે અને ઘરમાં ઠંડી ન આવે તેનો પુરતો બંદોબસ્ત કરી લે છે પરંતુ જે લોકો હીટર અફોર્ડ કરી શકતા નથી તે લોકો અલગ અલગ પ્રકારની યુક્તિઓ કરે છે. પરંતુ તેવી યુક્તિઓ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ઉત્તર ભારતથી લઇને રાજસ્થાન સુધી જોરદાર ઠંડી પડે છે. દેશી જુગાડ કરતા લોકો રુમમાં તાપણી કરીને ગરમી કરી સૂઇ જાય છે પરંતુ આ યુક્તિ અજમાવતા પહેલા આ કિસ્સો જરૂર જાણી લેજો.

એક રૂમમાં સગડી સળગાવીને પરિવાર સુઇ ગયો હતો, ઘૂમાડો થતા ગુંગળામણ થઇ હતી અને પરિવારના દરેક લોકોનું મોત થઇ ગયુ હતુ. ફરિદાબાદના સેક્ટક 58માં આ પ્રકારની દુખદ ઘટના સામે આવી છે. જ્યાં અમન નામનો વ્યક્તિ તેની પત્ની પ્રિયા અને 6 વર્ષનો પુત્ર માનવ અહી રહેતા હતા. અહીં ખુબ ઠંડી હોવાના કારણે રુમમાં તાપણી કરીને સુઇ ગયા હતા.રુમ આખો બંધ હતો જેના કારણે ગુંગળામણ થઇ અને ત્રણેય મોતને ભેટ્યા હતા. સવારે મોડે સુધી રૂમ ન ખુલતા મકાન માલિકને શંકા ગઇ અને તેણે રૂમ ખટખટાવ્યો હતો. તેણે ધૂમાડો જોયો તો શંકા થઇ અને આસપાસના લોકો તેમજ પોલીસને ખબર કરીને દરવાજો તોડ્યો હતો.

દરવાજો તોડતા તેની આંખો ફાટી ગઇ હતી કારણકે તે પરિવારની લાશ પલંગ પર પડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. મકાન માલિકે જણાવ્યું તે અમન મૂળ લખીસરાયનો રહેવાસી હતો ઇને સેક્ટર 24માં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો.

પોલીસે જણાવ્યું કે આ પ્રકારની ભૂલ કોઇએ ન કરવી જોઇએ. તાપણી કરીને બારી બારણા બંધ થઇ જવાથી ઓક્સિજન મળતો નથી અને લોકો ઉંઘમાં જ મોતને ભેટે છે. ઠંડીથી બચવા માટે આ પ્રકારના ઉપાયો અજમાવવા જોઇએ નહી. ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. કહેવાય છે કે પંજાબ અને હરિયાણામાં દર શિયાળએ આવા અઢળક કિસ્સાઓ જોવા મળે છે