ફૂલ જેવી આ નાનકડી બાળકીએ દુનિયાને અલવિદા કહેતા પહેલા પાંચ લોકોને આપ્યું નવું જીવન…

લોકો અનેક પ્રકારના દાન કરતા હોય છે પરંતુ આ વાત તો તમે સાંભળી જ હશે કે અંગદાનને મહાદાન માનવામાં આવે છે. દરેક લોકો અંગદાન કરવાની હિમ્મત ધરાવતા નથી. એવામાં અમુક સમય પહેલા સુરતમાં અનેક લોકોએ અંગદાન કર્યા હતા. અંગદાનથી જરૂરિયાત મંદ લોકોને નવુજીવન મળ્યું છે. પરંતુ આજના અમારા આ ખાસ લેખમાં અમે એક નાનકડી ફૂલ જેવી બાળકીની વાત કરવા જઈ રહ્યા છીએ. એક નાનકડી ઢીંગલીના અંગદાનની તો ભારત દેશમાં આ પેહલી ઘટના બની હશે કે 20 મહિનાની છોકરીના અંગોનું દાન કરવામાં આવ્યું છે.

20 મહિનાની આ નાનકડી ફૂલ જેવી છોકરી સૌથી નાની ઉંમરની કિડની ડોનર બની છે. દિલ્લીના રોહિણી વિસ્તારમાં 8 જાન્યુઆરીના રોજ આ દીકરી રમતા રમતા પેહલા માળેથી નીચે પડી ગઈ હતી. તેમનું નામ ધનિષ્ઠા હતું. ધનિષ્ઠાના પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ગંગારામ હોસ્પિટલમાં પહોંચાડી હતી. ડોકટરના કેટલાય પ્રયાસો બાદ પણ તે ભાનમાં ના આવી હતી.

ધનિષ્ઠાના મગજ સિવાય બધા જ અંગો કામ વ્યવસ્થિત કરતા હતા. 11 જાન્યુઆરીના દીવસે તેને મૃતક જાહેર કરી હતી. તેને પહેલા જેવી કરવાના ડોકટરોના તમામ પ્રયાસો અંતે નિષ્ફળ ગયા હતા. ધનિષ્ઠાના માતા-પિતાએ ખુબ જ સારો નિર્ણય લીધો હતો. માતા બબીતા અને પિતા આશિષે ધનિષ્ઠાના અંગદાન વિશે વિચાર્યું હતું. 5 બીમાર લોકોને આ નાનકડી બાળકી વડે નવું જીવન મળ્યું હતું. આ હોસ્પિટલમાં અંગદાન માટે ધનિષ્ઠાનું હૃદય, લીવર, બંને કિડની અને આંખો કાઢવામાં આવી હતી.

ધનિષ્ઠાનું હૃદય બીજાના શરીરમાં ધબકતું રેહશે. ધનિષ્ઠાના અંગદાનથી અન્ય પાંચ લોકોના જીવનમાં ખુશાલી આવી હતી. ધનિષ્ઠાના પિતાએ અંગદાન માટે જણાવતા કહ્યું કે,’અમે અમારી ફૂલ જેવી ધનિષ્ઠાને ગુમાવી ચુક્યા છીએ. અમારા ભાગ્યમાં તેની સાથે રહેવાનું લખ્યું નહિ હોય. ધનિષ્ઠા ભલે અમને છોડીને જતી રહી પરંતુ તેમના જીવતા અંગોનું અમે દાન આપવા ઇચ્છીએ છીએ. હોસ્પિટલમાં કેટલાય એવા લોકો જોયા છે જેને અંગોની જરૂર છે.’ અત્યારે આ બાળકી ભલે અલવિદા કહીને જતી રહી પણ તેમના અંગો જીવતા જ છે.