ઠંડીમાં ગળામાં ખરાશ અને દુખાવો થઇ રહ્યો છે તો થઇ જાઓ સતર્ક, આ બીમારીનું છે લક્ષણ

ક્યારેક ક્યારેક ગળામાં સોજો આવી જતો હોય છે , એના લીધે ગળું બેસી જતું હોય છે અને ખરાશની સમસ્યા પણ થવા લાગે છે. એને લેરિન્ઝાઈટીસ કહેવાય છે. જો સમયે આ બીમારીનો ઈલાજ ના થાય તો ગળાનું ઓપરેશન કરાવવું પડી શકે છે.

બદલતી ઋતુમાં જો તમારા ગળામાં ખરાશ છે કે સતત દુખાવો અનુભવાઈ રહ્યો છે તો એ એક ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આ બીમારીને લેરિન્ઝાઈટીસ કહેવાય છે. ડોકટરો મુજબ, જો સમયે એનો ઈલાજ ના કરવામાં આવે તો વ્યક્તિનો અવાજ ખરાબ થઇ શકે છે. એવામ ગળાનું ઓપરેશન કરાવવાની નોબત આવી શકે છે.

દિલ્લીના સફદરજંગ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડોક્ટર જુગલ કિશોર કહે છે કે ગળામાં લેરીક્સ નામનું એક અંગ હોય છે. એની અંદર વોકલ કોર્ડસ હોય છે. આ ગ્રંથીઓની મદદથી જ આપણે બોલીએ છે અને આપણો અવાજ આવે છે. લેરીક્સની અંદર ઘણી પ્રકારની ઘમનીઓ હોય છે. જે વોકલ કોર્ડસને નિયંત્રિત કરે છે. એના લીધે જ આપણે જોરથી કે ધીમા અવાજે બોલી શકીએ છે. ક્યારેક ક્યારેક લેરીક્સમાં સોજો આવી જાય છે. એનાથી ગળું બેસી જાય છે અને ખરાશની સમસ્યા પણ થવા લાગે છે. એને જ લેરિન્ઝાઈટીસ કહેવાય છે. ૬૦% થી વધારે લોકો માં આ સમય જાતે જ ઠીક થઇ જાય છે, પરંતુ આ સમસ્યા બે થી ત્રણ અઠવાડિયા સુધી રહે એ કોર્નિક લેરિન્ઝાઈટીસ બની જાય છે. એવામાં અવાજ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે અથવા ફાટી જાય છે. એવામાં દર્દની સર્જરી કરીને એને ઠીક કરવામાં આવે છે.

બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે બીમારી



ડોક્ટર મુજબ, ઘણીવાર પ્રદૂષણ, ધુમાડો કે ધૂળનું શરીરમાં જવાથી પણ ગળામાં ઇન્ફેકશન થઇ જાય છે. એનાથી પણ લેરિન્ઝાઈટીસ થઇ શકે છે. આ કેસમાં આ બીમારી સંક્રામક બની જાય છે. જે ખાંસતા સમયે કે છીંકતા સમયે એકબીજાને પણ થઇ શકે છે. એટલે એવામાં ઘણું સાવધાન રહેવાની જરૂર હોય છે.

જો ગળામાં હોય વધારે દર્દ

જો કોઈ વ્યક્તિને ગળામાં ખરાશ છે અને ખૂબ જ દુઃખાવો થઇ રહ્યો છે તો તરત ડોકટરોની સલાહ લેવી જોઈએ કારણકે એ કોર્નીક લેરિન્ઝાઈટીસની સમસ્યા થઇ શકે છે. આ કેસમાં જલ્દી અવાજ ખરાબ થવાની આશંકા રહે છે. સાથે જ વોકલ કોર્ડસ એકદમ ખરાબ પણ થઇ શકે છે.

બાળકોને પણ થાય છે સમસ્યા

એપોલો હોસ્પિટલનાં બાળ રોગ વિભાગના ડોક્ટર પ્રદીપ કુમાર જણાવે છે કે બાળકોને પણ આ સમસ્યા થઇ શકે છે. એના લક્ષણોમાં સતત સુકી ખાંસી આવવી, શ્વાસ લેવામાં સમસ્યા, શ્વાસની નળીમાં સોજો અને ગળામાં તેજ દર્દ થઇ શકે છે. એટલે એ જરૂરી છે કે જો બાળકોમાં આ બધા લક્ષણ દેખાઈ રહ્યા છે તો એને અવગણો નહિ.

બીમારી થતા રાખો આ સાવધાનીઓ

  • પ્રદુષિત વાતાવરણથી દૂર રહો
  • ધૂમ્રપાન અને શરાબનું સેવન ના કરો
  • પાણી અને અન્ય પ્રવાહીનું સેવન કરો
  • વાતચીત ઓછી કરો