એવું કહેવાય છે કે પતિ પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે. જયારે બે લોકો સાથે જોડાય છે ત્યારે બે અલગ અલગ જીવન ધીમે ધીમે એક થવા લાગે છે અને એ પોતાના વિષે નથી વિચારતા પણ એકબીજા માટે વિચારે અને જીવે છે. પતિ પત્નીનો સંબંધ એક એવો હોય છે, જેમાં કોઈ પણ કામ પોતાના સાથીની ખુશીને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. લગ્નના સાત ફેરા સાથે જ પતિ પત્ની એકબીજાને જીવન ભર સાથ આપવાનું વચન આપે છે.
પતિ પત્ની એકબીજાના સારા અને ખરાબ સમયે સાથે જ હોય છે. પણ કોઈ કારણથી પતિ પત્નીમાંથી કોઈ એક આ દુનિયાને છોડીને ચાલ્યો જાય છે તો એના સાથી પર શું વીતે છે, એ ફક્ત એ જ સમજી શકે છે. એમાં રાજસ્થાનના નાગૌર જીલ્લાની પંચાયત સમિતિ મુંડવાના ગામ રુણથી એક એકદમ ભાવુક કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે.

વાત એવી છે કે, અહિયાં પતિ પત્ની એક સાથે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા, જેની ચર્ચા એ વિસ્તારમાં બધા કરી રહ્યા છે. અગ્નિને સાક્ષી માનીને જીવનભર જીવવા મરવાની શપથ લેવાવાળા પતિ પત્ની એક જ દિવસે આ દુનિયાને પણ છોડીને ચાલ્યા ગયા. આ બંનેની અર્થીને એમની દીકરીઓએ ખભો આપ્યો અને એક જ ચિતા પર દીકરીઓએ અંતિમ સંસ્કારમાં મુખાગ્ની આપી. જે પણ આ કિસ્સા વિષે જાણી રહ્યા છે, એ એકદમ ભાવુક થઇ રહ્યા છે.
શ્વાસ સંબંધિત બીમારી હતી
તમને જણાવી દઈએ કે ગામ રુણના બાબુલાલ, રામબક્ષ સેન, રામેશ્વર ગોલિયા, દીપચંદ સોનીનું એવું જણાવવું છે કે ૭૮ વર્ષના રાણારામ સેનને શ્વાસ સંબંધિત બીમારી હતી, જેના લીધે એમને પહેલા નાગૌર અને પછી જોધપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. એમનું જણાવવું છે કે રાણારામ સેન ગામ રૂણના શનિ મંદિરમાં પૂજા પાઠ કરતા રહેતા હતા.
૫ કલાકના ઈલાજ પછી થઇ ગયું એમનું નિધન
જયારે ૭૮ વર્ષના રાણારામ સેનને હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો તો ૫ કલાકના ઈલાજ પછી પણ એમને ના બચાવી શકાયા. એમનું નિધન રવિવારની સવારે ૪ વાગ્યે થઇ ગયું. એ પછી ૮ વાગ્યે ગામ રુણમાં એમના ઘરે એમના મૃત શરીરને લાવવામાં આવ્યું. જ્યાં એમની ૭૫ વર્ષની પત્ની ભંવરી દેવી પણ હતી. જેવું એમણે પોતાના પતિનું શવ જોયું તો એમણે પણ ત્યાં જ એમનો દમ તોડ્યો.
ગીત વાજા સાથે કાઢવામાં આવી બંનેની અંતિમ યાત્રા
વડીલ દંપતીના પરિવારના રતનલાલ અને ખેમચંદ સેનનું કહેવું એવું છે કે રવિવારે જ એમને ગીત અને વાજા સાથે મોક્ષ ધામમાં લઇ જવામાં આવ્યા. બેન્ડ બાજા સાથે જયારે બંનેની અંતિમ યાત્રા કાઢવામાં આવી તો આખું ગામ એમાં શામેલ થયું હતુ.
રતનલાલ અને ખેમચંદનું કહેવું છે કે વડીલ દંપતિનો કોઈ દીકરો નથી. ફક્ત બે દીકરીઓ જ છે. બંને પરિણીત છે. એટલે બંને દીકરીઓએ જ અર્થીને ખભો આપ્યો અને એકજ ચિતા પર માતાપિતાને એમણે મુખાગ્ની આપી.
ગામવાસીઓ, ફખરુદ્દીન, રાજેન્દ્ર સરવા અને બાબા નૂર મોહમ્મદનું કહેવું છે કે એક વડીલ દંપતીની આવી પ્રેમ કહાનીનું ઉદાહરણ , જેને લોકો વર્ષો સુધી યાદ રાખશે. એમણે જણાવ્યું કે લોકોને એ યાદ રહેશે કે જે આંગણામાં પતિ પત્ની એકસાથે પગ મુકીને જીવન સફરની નવી શરુઆત કરી હતી, ત્યાં જીવનની સમાપ્તિ પણ એક સાથે અર્થી પર નીકળ્યા, અને બંનેની ચિતાને સાથે મુખાગ્ની પણ આપવામાં આવી.

સૌ કોઈનું નથી હોતું આવું નસીબ
તમને જણાવી દઈએ કે પંડિત રામકિશોર દાધીચનું એવું જણાવવું છે કે શનિ મંદિરની સેવા કરતા અને અમાસના દિવસે મળમાસમાં એક સાથે દુનિયાને અલવિદા કહી દેવું સૌકોઈના નસીબમાં નથી હોતું. હિંદુ સંસ્કૃતિમાં આ દિવસ ઉત્તમ હોય છે. તો પતિ પત્નીની એક સાથે અર્થી ઉઠવાથી ગામવાસીઓમાં પણ શોક જોવા મળ્યો છે. આ વડીલ દંપતી હંમેશા એકસાથે રહેતા હતા અને હવે એક સાથે જ દુનિયાને છોડી દીધી, જેની ચર્ચા આખા ગામમાં થઇ રહી છે.
ચૌમૂના દેવથલાના બ્રહ્માન વિસ્તારમાં પણ સામે આવી હતી આવી ઘટના
જોકે, આ કેસ પહેલો નથી, પણ ગયા અઠવાડિયે જ જયપુરની પાસે ચૌમૂના દેવથલાના બ્રાહ્મણ વિસ્તારમાંથી પણ આવી જ ઘટના જોવા મળી હતી. વાત એવી છે, અહિયાં ૮૫ વર્ષના સીતારામ શર્માનું મૃત્યુ તબિયત ખરાબ થવાને લીધે થયું હતું. તો પતિના નિધનના આઘાતમાં ફક્ત ૨૦ મિનીટ પછી જ્પ્તની ભંવરી દેવી એ પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા