વાળને જો તમે આડઅસર વિના કાળા કરવા ઈચ્છો છો તો તમારે ડાય કરવાથી બચવું જોઈએ. આજે અમે તમને સરસોના તેલની સાથે મહેંદી અને આંબળાનો એવો નુસખો જણાવવા જઈ રહ્યા છે, જેનાથી તમારા વાળ કુદરતી કાળા પણ થઇ જશે અને વાળની ઘણી સમસ્યાઓથી પણ તમે છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ, આ નુસ્ખાને કેવી રીતે અજમાવશો?
- લોખંડની કડાઈ લો કારણકે એની અસર સારી થાય છે, પરંતુ તમે બીજી પણ કોઈ કડાઈ લઇ શકો છો.
- કડાઈમાં કોઈ પણ બ્રાન્ડનું લગભગ ૨૦૦ એમએલ કચ્ચી ઘાણીનું સરસોનું તેલ નાખો.
- તેલવાળી આ કડાઈને ગેસ પર મધ્યમ ગેસ પર રાખો અને એમાં ૨ થી ૩ ચમચી હર્બલ ડ્રાય મહેંદી ઉમેરો.
- મહેંદીને સારી રીતે એમાં ફેરવીને પકાવી લો. એ ધીમા ગેસે સારી રીતે પાકે છે અને એમાં જરાય ગાંઠા ના પડવા દો. એને ૨ થી ૩ મિનીટ સુધી પાકવા દો.
- હવે એમાં વાળ માટે અત્યંત ગુણકારી ૧ ચમચી આંબળા પાવડર ઉમેરો. એ વાળને ચમક જાળવી રાખવા , વાળની સમસ્યાથી છુટકારો અપાવવા અને સફેદ વાળોથી છુટકારો અપાવવામાં મદદગાર છે.
- હવે એમાં દોઢ થી બે ચમચી મેથીનો પાવડર ઉમેરો. એ વાળને કાળા કરવામાં લાભકારી છે.
- જ્યાં સુધી એ બ્રાઉન ના થઇ જાય, એને પકાવો. આ આખી પ્રોસેસ કરવામાં ૭ થી ૮ મિનીટ થાય છે. ધ્યાન રાખો, તેલને બાળવાનું નથી, પકાવવાનું છે. આ મિશ્રણ સતત હલાવતા રહો. જયારે આખું બ્રાઉન થઇ જાય તો ગેસ બંદ કરી દો. એ પછી એને ઠંડુ થવા દો.
- ઠંડુ થઇ જાય એટલે એને ૧૨ થી ૨૪ કલાકાર માટે ઢાંકીને રાખી દો. એવું કરવાથી આ ઘોળ ગાઢું થઇ જશે. સાથે જ મેથી, આંબળા અને મહેંદી પોતાનો રંગ છોડી ચુક્યા હશે.
- ૧૨ થી ૨૪ કલાક પછી આ તેલને ગાળી લો. આ તેલને તમે કેટલાક મહિનાઓ સુધી સ્ટોર કરી ને રાખી શકો છો.
- આ તેલને શેમ્પૂ કરતા પહેલા ૩ કલાક પહેલા લગાવો. ગાળ્યા પછી એક રૂ લો, એનાથી વાળના મૂળમાં આ તેલ લગાવો.
- આ તેલ અઠવાડિયામાં એક થી બે વાર લગાવી શકો છો. એનાથી વાળમાં ડાય કરવાની જંજટ ખત્મ થઇ જશે. સાથે જ આ તેલની કોઈ આડઅસર પણ નથી. તમે એને કોઈ પણ નાના ડબ્બામાં ભરીને રાખી શકો છો.