શરીરમાં આ જગ્યાએ તલ હોય તેવા લોકો દગાબાજ હોય છે, તમને તો આવા નથી ભટકાયા ને?

શરીર પર રહેલા તલ આપણી પર્સનાલિટીને લઇને ઘણુ બધુ કહે છે પરંતુ જ્યારે વાત લોયલનેસની કે દગાખોરીની આવે તો આ પ્રકારના લોકો સહેજ પણ ભરોસાને લાયક હોતા નથી.

શરીરમાં કેટલીક જગ્યાએ રહેલા તલ દગાખોરી માટે જાણીતા છે. આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઇએ અને તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઇએ. આ પ્રકારના લોકો તમને ગમે ત્યારે ચીટ કરીને નીકળી જઇ શકે છે. તમારું મન જીતીને તમારી ફિલીંગ સાથે ક્યારેય છેડછાડ કરશે તમને પણ ખ્યાલ નહી આવે.

જમણા ગાલ પર તલજમણા ગાલ પર તલનું નિશાન શુભ છે. આ સ્થાન પર તલ પ્રેમ અને રોમાંસ વિશે જણાવે છે. જેમના જમણા ગાલ પર તલ હોય છે તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને રોમાંસ અકબંધ રહે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિના ડાબા ગાલ પર તલ હોય તો તે વિવાહિત જીવનમાં છેતરાઈ શકે છે.

આંખ ઉપર તલજો કોઈ વ્યક્તિની જમણી આંખ પર તલ હોય તો તેને જીવન સાથી તરફથી ઘણો પ્રેમ મળે છે. પરંતુ જો ડાબી આંખની ઉપર તલ હોય તો લવ પાર્ટનર અથવા જીવનસાથી સાથે કોઈ બાબતે ઝઘડો થાય છે.

હાથ પર તલ


હાથ પર તલના નિશાન શુભ હોય છે. જો કોઈ વ્યક્તિના જમણા હાથ પર તલ હોય, તો તેનો અર્થ એ છે કે તેને વિશ્વાસુ જીવનસાથી મળશે. સાથે જ તમને પાર્ટનર તરફથી ઘણો પ્રેમ પણ મળે છે. બીજી તરફ જો ડાબા હાથ પર તલ હોય તો તે લવ લાઈફ કે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સંકેત આપે છે.

ચિન પર તલચિન પર તલનું નિશાન અશુભ છે. જો કોઈ વ્યક્તિની ચિન પર તલ હોય તો તેનો લાઈફ પાર્ટનર તેને છેતરી શકે છે. આ સિવાય બંને વચ્ચે રોમાન્સ અને પ્રેમ ઓછો છે.

કપાળ પર તલસમુદ્ર વિજ્ઞાન અનુસાર કપાળ પર તલ શુભ નથી. જે વ્યક્તિના કપાળ પર તલનું નિશાન હોય છે, તેને લગ્ન પછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાર્ટનર વફાદાર હોય ત્યારે જ પ્રેમનો અભાવ અનુભવાય છે.