ઋતુ બદલાવાથી ઘણા બધા લોકોને સ્કિન પીલીંગ અથવા ચામડી ઉતારવા લાગે છે. જો આ સમસ્યાનું ધ્યાન નહિ રાખવામાં આવે તો આ સમસ્યા એક ગંભીર સમસ્યા પણ બની શકે છે. સ્કિન પીલીંગ અથવા ચામડી ઉતરતી વખતે કોઈપણ પ્રકારનો દુખાવો નથી થતો. પણ લોકોને ચામડી ઉતરતીવાથી તકલીફ થઈ શકે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન થતા હોય તો તમે નીચે બતાવેલા ઘરેલુ નુસખાઓ નુસ્સકો અજમાવી શકો છો.
ગરમ પાણી
જો તમને ચામડી ઉતરતી હોય તો તમારે તમારા હાથને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી રાખવા જોઈએ. અગર તમે ઈચ્છો તો તમે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આવું કરવાથી તમારા હાથની ત્વચા નરમ થઈ જશે અને ચામડી ઉતરવાની સમસ્યાથી છુટકારો મળશે.
વિટામિન ઈ યુક્ત તેલ
જો તમને ગરમ પાણીનો ઉપયોગ કરવા પછી પણ ચામડી ઉતરવાની સમસ્યાથી છુટકારો નથી મળતો, તો તમારે વિટામિન ઈ યુક્ત તેલનો ઉપયોગ કરવો જોઈએ. વિટામિન ઈ યુક્ત તેલનો ઉપયોગ કરવાથી તમને ચામડી ઉતરવાની સમસ્યામાં રાહત મળી શકે છે. સૌ પ્રથમ વિટામિન ઈ યુક્ત તેલને એક વાસણમાં લઈ લેવું ત્યાર બાદ જે જગ્યા પર ચામડી ઉતરતી હોય એ જગ્યા પર તેલથી 10 મિનિટ સુધી મસાજ કરો. આવું કરવાથી તમને તમારી ચામડી ઉતરવાની સમસ્યામાં રાહત મળતી દેખાશે.
અગર તમે બધા ઘરેલુ નુસ્કા ટ્રાઈ કરી લીધા છે તેમ છતા તમને આ ચામડી ઉતરવાની સમસ્યામાંથી છુટકારો નથી મળી રહ્યો તો તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા એવા લોકો હોય છે જેને ગરમ પાણી અને વિટામિન ઈ યુક્ત તેલ વગેરેનો ઉયોગ કરવાથી સમસ્યામાં રાહત મળી જાય છે, પણ અગર તમને આ સમસ્યામાં રાહત નથી મળતી તો તમારે એલોવેરા જેલ જરૂરથી ટ્રાઇ કરવી જોઈએ.
એલોવેરા જેલ
તમે ચામડી ઉતરવાની સમસ્યામાં એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તમે એલોવેરા જેલને એલોવેરામાંથી મેળવી શકો છો જે બધા ઘરમાં આસાનીથી મળી રહેતું હોય છે અથવા તમને બજારમાં પણ એલોવેર જેલ આસાનીથી મળી જશે. ત્યાર બાદ રોજ સુતા પહેલા એલોવેરા જેલથી જે જગ્યા પર ચામડી ઉતરતી હોય ત્યાં મસાજ કરો અને સવારે ઉઠીને એલોવેરા જેલને નવશેકા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ જે જગ્યા પર ચામડી ઉતરતી હોય ત્યાં મોઇસ્ટરીઝર લગાવું. આ ઘરેલુ ઉપાય કરવાથી તમને આ ચામડીની સમસ્યાથી જરૂર છુટકારો મળશે.