જો ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બાળકનો જન્મ થાય તો એને ક્યાંની મળશે નાગરિકતા? જાણો

મિત્રો આપણી આ દુનિયામાં એવી અજીબો ગરીબ ઘટનાઓ થાય છે જે સાંભળીને વિશ્વાસ નથી આવતો કે આખરે આવું પણ થઇ શકે છે. આપણી આસપાસ એવી ઘણી ઘટનાઓ આપણી સામે આવી જાય છે જે સાંભળ્યા પછી હેરાની થવા લાગે છે. આજે અમે જે જણાવાના છીએ, એ સાંભળીને તમે જરાય વિશ્વાસ નહી કરી શકો કારણકે વાત જ કાંઇક એવી છે. જે ઘટનાની વાત આજે અમે કરવા જઈ રહ્યા છે એ મુજબ, લોકોનો સૌથી મહત્વનો સવાલ એ છે કે આખરે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બાળક જન્મે તો બાળકને ક્યાંની નાગરિકતા મળશે? હવે તમે પણ વિચારમાં પડી ગયા હશો. તો આવો જાણીએ.



સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરી દઈએ કે ભારતમાં ૭ મહિના કે એનાથી વધારે ગર્ભવતી મહિલાને પ્લેનની યાત્રા કરવાની અનુમતિ નથી, પરંતુ કેટલાક ખાસ કેસમાં એની અનુમતિ છે, એવામાં જો ભારતથી અમેરિકા જતા સમયે પ્લેનમાં કોઈ મહિલા બાળકને જન્મ આપે તો બાળકના જન્મ પ્રમાણપત્ર પર જન્મસ્થળ કયુ હશે અને એની નાગરિકતા શું હશે? એ સૌથી મોટી સવાલ છે. તમને જણાવી દઈએ કે લંડનથી કોચી આવી રહેલ એયર ઇન્ડિયાના પ્લેનમાં મંગળવારે એક બાળકનો જન્મ થયો, હવે લોકોના એ સવાલ ઉઠવા લાગ્યો કે બાળકની નાગરિકતા ક્યાંની થશે? એવામાં જોવાનું એ રહ્યું કે બાળકના જન્મ વિમાન કયા દેશની સીમાથી ઉપર ઉડી રહ્યું છે. લેન્ડીંગ પછી બાળકના જન્મ પ્રમાણપત્ર સંબંધિત દસ્તાવેજ એ દેશના એઈરપોર્ટ ઓથોરીટીથી મેળવી શકાય છે. જોકે,બાળકને પોતાના માતાપિતાની રાષ્ટ્રીયતા મેળવવાનો પણ અધિકાર છે.



તમારી માહિતી માટે જણાવી દઈએ કે જો પાકિસ્તાનથી અમેરિકા માટે ઉડતું વિમાન ભારતની સીમા પરથી ઉડી રહ્યું હોય અને સાથે જ જો વિમાનમાં બાળકનો જન્મ થાય છે તો બાળકના જન્મનું સ્થાન ભારત માનવામાં આવશે અને એ બાળકને નાગરિકતા મળી શકે છે, એના માતાપિતાનો દેશ અને સાથે જ ભારતની નાગરિકતા. જોકે, ભારતમાં બમણી નાગરિકતાનું કોઈ પ્રાવધાન નથી. થોડા વર્ષો પહેલા જ એવો એક કેસ અમેરિકામાં સામે આવ્યો હતો, એક વિમાન એમસ્ટરડમથી અમેરિકા ઉડ્યું હતું, જયારે એટલાન્ટીક મહાસાગરમાં પહોંચ્યું તો એક મહિલાને પ્રસવ પીડા થઇ અને એણે એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો.જોકે, પછી માં અને બાળકને અમેરિકાની મેસા ચૂસેટસ જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યું, છોકરીનો જન્મ યુએસ બોર્ડરમાં થયો હતો. એટલે યુએસ અને નેદરલેન્ડ બંનેની નાગરિકતા મળી ગઈ. માહિતી માટે જણાવી દઈએ કે વિમાનમાં જન્મ લેતા બાળકને લઈને દરેક દેશમાં અલગ અલગ નિયમ હોય છે. આ માહિતી માટે તમારો શું મત છે?