ફેફસાના કેન્સરનું શરુઆતનું લક્ષણ છે સતત ખાંસી, ડોક્ટર પાસે જાણો કેવી રીતે કરવી ખાંસીની ઓળખ

ફેફસામાં કેન્સર થવા પર કેન્સર સેલ્સ, એયર પેસેજમાં જમા થવા લાગે છે જેના લીધે ખાંસી આવે છે. ફેફસાનું કેન્સર મોટાભાગે એવા લોકોને થાય છે જે ધૂમ્રપાન કરે છે. જો તમને સતત ખાંસી આવી રહી હોય તો ફેફસાનું કેન્સરનું લક્ષણ હોઈ શકે છે, જોકે, એક લક્ષણથી કેન્સરની પુષ્ટિ નથી થતી, બીમારી વિષે જાણવા માટે તમારે જરૂરી તપાસ કરવાની હોય છે. સતત ખાંસીના અન્ય પણ ઘણા ગંભીર કારણ હોઈ શકે છે, પરંતુ ફેફસામાં કેન્સરના લક્ષણ વિષે જો જલ્દી ખબર પડી જાય તો ઈલાજ સરળ થઇ જાય છે. એડવાન્સ સ્ટેજમાં જયારે કેન્સરની ખબર પડે તો એને ઠીક કરવું અશક્ય બની જાય છે.

આ લેખમાં અમે ફેફસાના કેન્સરમાં આવતી ખાંસી વિષે જણાવીશું. આ વિષય પર તમ જાણકારી માટે અમે લખનઉમાં ડોક્ટર રામ મનોહર લોહિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજીત કુમાર સિંહ સાથે વાત કરી.

ફેફસાના કેન્સરના લીધે આવતી ખાંસીને કેવી રીતે ઓળખશો?ફેફસાના કેન્સરના લીધે આવી રહેલ ખાંસી સામાન્ય ખાંસી કરતા અલગ હોય છે. કોઈ પણ લક્ષણ કોઈ બીમારી તરફ ચોક્કસપણે સંકેત ના કરી શકે, એ તમને તમારી બીમારીનો અંદેશો જરૂર આપી શકે છે.

 • જો સતત ૮ અઠવાડિયા કે એનાથી વધારે સમયથી ખાંસી આવી રહી છે તો એ ફેફસામાં કેન્સરના લક્ષણ હોઈ શકે છે.
 • જો ખાંસી સુખી છે અથવા એમાં મ્યુક્સ બની રહ્યું છે તો એ પણ ફેફસામાં કેન્સરના લક્ષણ હોઈ શકે છે.
 • ખાંસીની સાથે શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી છે તો એ ફેફસામાં કેન્સરના લક્ષણ હોઈ શકે છે.
 • જો ખાંસીને લીધે તમને સૂવામાં સમસ્યા થઇ રહી છે તો એ પણ ગંભીર લક્ષણ છે.
 • ખાંસીની સાથે છાતીમાં દુખાવો થઇ રહ્યો હોય તો એ લક્ષણ પણ ગંભીર હોઈ શકે છે.
 • જો ખાંસીની સાથે સાથે ખૂન પણ નીકળી રહ્યું છે તો કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

ફેફસાના કેન્સર શરીરના કયા હિસ્સામાં ફેલાય છે?

ફેફસાનું કેન્સર શરીરમાં અલગ અલગ જગ્યાએ ફેલાઈ શકે છે. ફેફસા સિવાય કેન્સર, લિમ્ફ નોડ્સ, હાડકા, દિમાગ, લીવરમાં ફેલાઈ શકે છે. ફેફસાનું કેન્સર થાય તો ગરદન કે ચહેરા પર સોજો, માથામાં દુખાવો, માથામાં દુખાવો, હાડકામાં દુખાવો વગેરેને અહેસાસ થઇ શકે છે. લક્ષણ દેખાતા ઈલાજ તરત કરાવો.

વહેલા સ્ટેજમાં કેન્સરમાં ખાંસી થવી જરૂરી નથીજો તમને લાગી રહ્યું છે કે સતત ખાંસી હોવી, ફેફસામાં કેન્સરનું શરુઆતનું લક્ષણ છે તો એ કહેવું ખોટું નહિ હોય. દરેક કેસમાં ફેફસાના કેન્સરમાં અર્લી સ્ટેજમાં ખાંસી નથી થતી. ઘણા કેસમાં આ અર્લી સ્ટેજ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. ફેફસામાં કેન્સર હોય તો જો ખાંસી આવે તો એ દિવસમાં કોઈ પણ સમયે આવી શકે છે. તમને એવો અનુભવ હોઈ શકે છે કે તમને એલર્જી ના કારણે ખાંસી આવી રહી છે એ કેન્સરના લક્ષણ પણ હોઈ શકે છે. જે લોકોની તપાસમાં ફેફસાનું કેન્સર નીકળે એમનામાં મોટાભાગે ક્રોનિક કફની સમસ્યા હોય છે. ક્રોનિક કફ કે ખાંસી એટલે જે ખાંસી ૮ અઠવાડિયા કે એનાથી વધારે સમય માટે હોય. ક્રોનિક કફને લીધે માથામાં દુખાવો, ઉલટી થવાનો અહેસાસ, પરસેવો, ભૂખ ના લાગવી, અનિન્દ્રાની સમસ્યા હોઈ શકે છે. જો તમને ક્રોનિક કફના લક્ષણ દેખાય ડોકટરોનો સંપર્ક કરો.

ફેફસામાં કેન્સરના અન્ય લક્ષણસતત ખાંસી આવવી ફેફસાનું કેન્સરનું લક્ષણ હોઈ શકે છે, અન્ય લક્ષણોમાં એ પણ શામેલ છે

 • શ્વાસ લેવામાં સમસ્યા થવી એ પણ ફેફસામાં કેન્સરનું મુખ્ય લક્ષણ છે.
 • છાતી, ખભા કે પીઠમાં દુખાવો થવો પણ ફેફસાના કેન્સરનું લક્ષણ છે.
 • થાક લાગવો એ પણ કેન્સરનું એક લક્ષણ છે.
 • જો અવાજમાં બદલાવ આવે છે તો એ ફેફસામાં કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
 • નિમોનિયા કે વજન ઓછું હોવું પણ ફેફસાના કેન્સરનું લક્ષણ છે.
 • જે લોકોના શરીરમાં કેન્સર, ફેફસાં સિવાય શરીરના અન્ય હિસ્સાઓમાં ફેલાઈ જાય છે એમને એ અંગ સાથે જોડાયેલા લક્ષણ દેખાય છે.

ખાંસીના અન્ય ગંભીર કારણ


ડૉ. સંજીતે જણાવ્યું કે ફેફસામાં કેન્સર થતા ખાંસીની સાથે શ્વાસની પેટર્ન અસામાન્ય છે. શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી છે કે ખાંસીમાં બ્લડ નીકળી રહ્યું છે તો એ કેન્સરના પ્રમુખ લક્ષણ માનવામાં આવે છે. જોકે, ખાંસી આવતા અન્ય ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. ખાંસી બે પ્રકારની થઇ શકે છે, જો એક્યુટ કફ છે તો ખાંસી ત્રણ અઠવાડિયાથી ઓછા સમસ્ય માટે હશે, જો ક્રોનિક કફ ૮ અઠવાડિયા કે એનાથી વધારે સમય માટે હોય છે. એક્યુટ કફનું કારણ રેસ્પિરેટરી ટ્રેકટ ઇન્ફેકશન કે એક્યુટ બ્રોન્કાઈટીસ પણ થઇ શકે છે. ખાંસીનું કારણ અન્ય બીમારીઓ પણ હોઈ શકે છે. જેમ કે

 • હાર્ટ ફેલિયર
 • ઇન્ફેકશન
 • સિસ્ટીક ફાઈબ્રોસીસ
 • ક્રોનિક ટોન્સિલ
 • સ્લીપ એપ્નિયા
 • ક્રોનિક બ્રોન્કાઈટીસ
 • અસ્થમા
 • ક્રોનિક સ્નોરીંગ
 • બ્રોન્કાઈલ ડીસીઝ

ફેફસાના કેન્સરના લીધે ખાંસીનો શું ઈલાજ છે?


જો તમને સતત ખાંસી આવી રહી છે તો સૌથી પહેલા તમે ડોક્ટર પાસે જાઓ અને ચેકઅપ કરાવીને જાણો કે શું તમને સાચે જ કેન્સરના લીધે ખાંસીની સમસ્યા થઇ રહી છે. કેન્સર વિષે જાણવા માટે ડોક્ટર સી-સ્કેનની મદદ, એક્સ રે, કે બાયોપ્સી કરાવી શકાય છે. જો તપાસમાં કેન્સરની પુષ્ટિ થાય તો ડોક્ટર ફેફસામાં રહેલ ટ્યુમરને સર્જરીની મદદથી કાઢે છે. સર્જરી થશે કે નહિ એ કેન્સરના સ્ટેજ પર આધાર રાખે છે. ડોક્ટર કિમોથેરાપી પણ આપે છે, એ સિવાય કેન્સર સેલ્સને ખત્મ કરવા માટે દવાઓ પણ આપવામાં આવે છે. ઘણા કેસમાં ટ્રીટમેન્ટના લીધે પણ ખાંસીની સમસ્યા થાય છે.
ફક્ત લક્ષણોના આધારે તમે ફક્ત કેન્સર હોવું કે ના હોવાનો અંદાજો લગાવી શકો છો બીમારીની પુષ્ટિ માટે જરૂરી ચેકઅપ જરૂરી છે, એટલે લક્ષણ દેખાતા ડોક્ટર પાસે તરત સંપર્ક કરો.