તું કોઇ જગ્યાની કલેક્ટર છે? મહિલાને આ વાતનું ખોટુ લાગતા ડૉક્ટરી છોડી કરી તૈયારી પછી…

દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક ક્ષણો એવી આવતી હોય છે કે તેણે તાબડતોડ નિર્ણય કરવો જ પડે છે કારણકે જો તે એક તકને નહી ઝડપે તો આખુ જીવન કંઇ જ નહી કરી શકે.

આવી જ એક ઘટના સામે આવી છે જેમાં કોઇએ ટોન્ટ માર્યો કે તું કોઇ જગ્યાની કલેક્ટર છે અને પ્રિયંકા શુક્લા નામની વ્યક્તિએ ડૉક્ટરી છોડી અને UPSCની તૈયારી શરૂ કરી. મહેનત રંગ લાવી અને તે IAS બની ગઇ.

MBBSની ડિગ્રી બાદ ઘટી આ ઘટનાપ્રિયંકા શુક્લા વર્ષ 2009 કેડરની આઇએએસ રહી છે. તેણે વર્ષ 2006માં પ્રતિષ્ઠીત કોલેજથી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી હતી તે બાદ તેણે પ્રેક્ટિસ શરૂ કરી હતી.લખનઉમાં જ્યારે તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી ત્યારે તેણે જોયુ કે એક મહિલા ગંદુ પાણી પી રહી હતી અને બાળકોને પણ ગંદુ પાણી પીવડાવી રહી હતી ત્યારે પ્રિયંકાએ તે મહિલાને કહ્યું હતુ કે કેમ ગંદુ પાણી પી રહી છે. પ્રિયંકાનો સવાલ તે મહિલાને ગમ્યો નહી અને તેણે સામે પ્રશ્ન કર્યો કે તું કોઇ જગ્યાની કલેક્ટર છે કે શું.

IAS બનવાનો નિર્ણય કર્યોતે મહિલાની વાત પ્રિયંકાને એટલી ખરાબ લાગી કે તેણે ડૉક્ટરી છોડીને કલેક્ટર બનવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. એકવારની પરીક્ષામાં તે સફળ ન થઇ શકી અને બાદમાં તેણે 2009માં પરીક્ષા આપે જેમાં તે સફળ થઇ હતી.સોશ્યલ મિડીયામાં પ્રિયંકા ઘણી એક્ટિવ છે અને તે કોરોના વિશે જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરી રહી છે.