રિક્ષાવાળાનો દીકરો બન્યો IAS , પિતાનું માથું કર્યું ગર્વથી ઊંચું

દુનિયામાં ઘણા લોકો ભારત સરકારની સૌથી મોટી નોકરી IAS ની પરીક્ષા આપે છે, પણ સફળતા એમને જ મળે છે જે લક્ષ્યને ટાર્ગેટ કરીને અને મન લગાવીને તૈયારી કરે છે તો એમને દુનિયાની કોઈ પણ તાકત મંજિલ સુધી પહોંચતા ના રોકી શકે. આર્થિક, સામાજિક, અને પારિવારિક પડકારોનો સામનો કર્યા છતાં લોકો ઈતિહાસ લખે છે. ઘણા લોકો એવા હોય છે જે બાળપણથી જ પડકારોનો સામનો કરે છે છતાં સફળતાની ઉંચાઈ પર પહોંચે છે. એ વ્યક્તિ આપણી વચ્ચે એક સફળ વહીવટી અધિકારી તરીકે વિરાજમાન છે.મરાઠાવાડાના શેલગાંવમાં જન્મેલા અંસાર શેખ દેશના સૌથી યુવા આઈએએસ ઓફિસરમાંથી એક છે, પણ એમના સંઘર્ષની કહાની ખૂબજ પ્રેરણાદાયક છે. એમના પિતા રીક્ષા ચલાવતા અને માતા ખેતમજૂર હતી. બાળપણથી જ બંને બે સમયના ખોરાક માટે સંઘર્ષ કરતા મોટા થયા. એક શુષ્ક વિસ્તાર હોવાને લીધે અહિયાં ખેતી પણ નહતી થઈ શકતી. ગામના મોટાભાગના લોકો શરાબમાં ડૂબી ગયા હતા. અંસારના પિતા પણ રોજ શરાબ પીને અડધી રાતે ઘરે આવતા અને ગાળાગાળી કરતા. આ બધાની વચ્ચે ઉછરેલા અંસારે નાની ઉંમરમાં શિક્ષણનું મહત્વ સમજી ચુક્યા હતા. બગડતી આર્થિક સ્થિતિ જોઇને લોકોએ એમના પિતાને એમનું ભણવાનું છોડી દેવા માટે કહ્યું હતું.એ સમયને યાદ કરતા અંસાર કહે છે કે ,’જયારે હું ચોથા ધોરણમાં હતો, ત્યારે મારા સંબંધીઓએ પિતા પર મારું ભણવાનું છોડી દેવા માટે દબાણ કર્યું.’ અંસાર બાળપણથી એક સારા વિદ્યાર્થી હતા. જયારે એમના પિતા એ એમનું ભણવાનું બંદ કરવા માટે એના શિક્ષકનો સંપર્ક કર્યો તો બધાએ એમના પિતાને ખૂબ સમજાવ્યું, કે આ બાળક ખૂબ જ હોશીયાર છે એમાં તમારા પરિવારની સ્થિતિ બદલવાની તાકત છે. એ પછી પિતાએ એને ક્યારેય ભણવા વિશે કાઈ કહ્યું નહીં. એનાથી અંસારને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મજબૂતી મળી.અંસાર જણાવે છે કે જયારે એ જીલ્લા પરિષદની સ્કૂલમાં ભણતા હતા, તો મીડ દે મીલ જ એમની ભૂખ મીટાવવાનું માધ્યમ હતું. અહિયાં ભોજનમાં એમને મોટાભાગે કીડા મળતા હતા, પણ છતાય ભૂખ મીટાવવા માટે એનીજ મદદ લેવી પડતી હતી. સમય વીતતો ગયો અને ૧૨ માં ધોરણમાં એમણે ૯૧% મેળવ્યા. આ એમની સફળતાનું પહેલું કદમ હતું. બારમાંમાં એમના અભૂતપૂર્વ પ્રદર્શને ફક્ત એમના પરિવારનો વિશ્વાસ જીત્યો એટલું જ નહીં, આખા ગામમાં લોકો એને અલગ નજરથી જોવા લાગ્યા.મરાઠી માધ્યમથી ભણવા અને એવા વાતાવરણમાં રહેવાને લીધે અંસારની સૌથી મોટી નબળાઈ એમનું અંગ્રેજી હતું. તેમ છતાં એમણે હાર ના માની. ઘરનાની મદદથી એમણે પુણેના નામચીન ફર્ગુસન કોલેજમાં એડમીશન લીધું. એમના પિતા દર મહીને આવકનો એક નાનો હિસ્સો એમને મોકલતા, એનાથી એમનું ગુજરાન ચાલતું હતું. કોલેજના પહેલા વર્ષે જ એમને યુપીએસસી પરીક્ષા વિષે માહિતી મળી,અને પછી શું હતું એમણે એને જ પોતાનું લક્ષ્ય બનાવી લીધું. એમણે સખ્ત મહેનત કરી અને વર્ષ ૨૦૧૫ માં પરિણામ જાહેર થયું તો એમની મહેનતના સાખી સૌ કોઈ હતા. એમણે ૨૧ વર્ષની ઉંમરમાં પોતાના પહેલા પ્રયત્ન સફળતા મેળવી અને દેશના કરોડો યુવાઓની સામે મિસાલ રજૂ કરી. પરિસ્થિતિનું કારણ આગળ પોતાનું લક્ષ્ય ત્યાગી દેતા હોય છે. અંસાર શેખની સફળતા એમના માટે મિસાલ તરીકે છે. જો પૂરી દ્રઢશક્તિ સાથે આગળ વધવામાં આવે તો સફળતા જરૂર મળશે.