મારા શરીરમાં ભારતનું નહી પરંતુ આ દેશનું લોહી વહે છે : મુકેશ અંબાણી

મુકેશ અંબાણી આ નામ આવતા જ એશિયાનો સૌથી અમીર માણસ દેખાય. મુકેશ અંબાણીએ જે પ્રકારે પૈસા કમાયા છે અને પોતાનો બિઝનેસ વિસ્તરીત કર્યો છે તે પ્રમાણે આપણે વિચારી પણ શકતા નથી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ કતાર ઇકોનોમિક ફોરમમાં તેમના અને અરબ દેશના રિલેશન વિષે વાત કરી હતી અને કહ્યું હતુ કે, મારો જન્મ યમનમાં થયો હતો. જ્યારે મારા પિતા યુવક તરીકે યમન ગયા હતા અને તેમણે મને કહેલું કે મારામાં યમનનું લોહી વહે છે. ભારત અને અરબ દેશો વચ્ચેનું મહત્વ મને ખબર છે.

અંબાણીએ કહ્યું કે, કનેક્શન અને મેસેજીંગ તો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. કતારની અંદર અલગ અલગ દેશો વચ્ચે ડિજીટલ સ્તર પર જે અંતર છે તેને દુર કરવા માટે તે પ્રયાસ કરી રહ્યાં છે. સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા એક સમાન થઇ જાય તેવા પ્રયત્નો ચાલું છે.

મુકેશ અંબાણીને ખૂબ દુરદર્શી માનવામાં આવે છે. 2010માં તેમણે 4800 કરોડ રૂપિયામાં ઈન્ફોટેલ બ્રોડબેન્ડ સર્વિસ લિમિટેડના નામની કંપનીમાં 95% ભાગીદારી ખરીદી. આ વર્ષે 4જી સ્પેક્ટ્રમનું ઓક્શન થયું. તેમાં ઈન્ફોટેલ બ્રોડબેન્ડને દેશમાં દરેક 22 ટેલીકોમ સર્કલ માટે બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમ મળ્યું. તેમાં ઈન્ફોટેલ બ્રોડબેડને દેશની દરેક 22 ટેલીકોમ સર્કલ માટે બ્રોડબેડ સ્પેક્ટ્રમ મળ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલીકોમ સબ્સિડિયરી ઈન્ફોટેલ બ્રોડબ્રેડનું 2013માં નામ બદલીને રિલાયન્સ જીયો ઈન્ફોકોમ લિમિટેડ રાખ્યું હતું.

જૂન 2015માં રિલાયન્સ જીયોએ વર્ષના અંત સુધી આખા દેશમાં પોતાની સેવાઓ લોન્ચ કરવાની જાહેર કરી. પરંતુ ચાર મહિના બાદ જ કંપનીએ આ સેવાઓનું લોન્ચિંગને નાણાકીય વર્ષ 2016-17 સુધી ટાળી દેવામાં આવ્યું. રિલાયન્સ જીયોએ 27 ડિસેમ્બર 2015એ કંપનીના કર્મચારીઓ માટે 4 સેવા લોન્ચ કરી. 5 સપ્ટેમ્બર 2016એ કંપનીએ આખા દેશમાં કમર્શિયલ સેવા લોન્ચ કરી. લોન્ચિંગ સમયે જીયોએ દરેક ગ્રાહકોને 31 ડિસેમ્બર 2016 સુધી દરેક સેવાઓ ફ્રી ઉપલબ્ધ કરાવી. બાદમાં ફ્રી સેવાઓને માર્ચ 2017 સુધી વધારી દીધી છે. જીયોની મફત 4G સેવા લોકોને ખૂબ પસંદ આવી અને તેમાં લોન્ચિંગ બાદ ફક્ત 83 દિવસમાં 5 કરોડ ગ્રાહકો જોડાયા. 31 માર્ચ 2021 સુધી રિલાયન્સ જીયોની પાસે 42 કરોડથી વધારે ગ્રાહક હતા.