ઓ બાપા : પતિ કરતા કુતરો વધારે સુખ આપે છે કહીને મહીલાએ પોતાના જ કુતરા સાથે કરી લીધા લગ્ન

ક્પોએશિયા (Croatia)માં રહેતી એક મહિલાઓ પોતાના જીવનસાથી સાથે ડિવોર્સ લીધા બાદ બીજા લગ્ન કર્યા છે. પરંતુ કોઈ મનુષ્ય સાથે નહીં એક શ્વાન સાથે. ધૂમધામથી કરવામાં આવેલા આ લગ્નમાં લગભગ 200 લોકોએ ભાગ લીધો હતો. 47 વર્ષની અમાંડા રેઝાર્સનું કહેવું છે કે આ લગ્નથી તે ખૂબ જ ખુશ છે. સાથે જ તેણે જણાવ્યું કે તેને એક લાઈફ પાર્ટનરમાં જે કંઈક જોઈએ છે તે બધુ જ શેબા (શ્વાન)માં તેને મળી રહે છે.

પતિ સાથે લીધા ડિવોર્સ

મહિલાએ પોતાના પતિ સાથે સારા સંબંધ ન હોવાના કારણે તેને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં તેની જ ફીમેલ ડોગ સાથે 200 લોકોની હાજરીમાં તેણે લગ્ન કરી લીધા. તેણે કહ્યું જે તેને પોતાના પાર્ટનરથી જે પણ જોઇએ તે ડોગમાંથી મળી રહે છે.


પતિથી વધારે ડોગ ખુશ રાખે છે

એક રિપોર્ટ મુજબ, અમાન્ડા રોજર્સ છૂટાછેડા પછી ઘણા મહિનાઓ સુધી સિંગલ રહી હતી. હવે તે તેની નવી પાર્ટનર શેબા સાથે ખૂબ જ ખુશ છે. રેઝર કહે છે કે શેબા તેને તેના પહેલા પતિ કરતાં વધુ ખુશ રાખે છે. તેણે પોતાના કૂતરા સાથે સંપૂર્ણ રીત રિવાજ સાથે લગ્ન કર્યા અને તેને કિસ કરી અને તેને પોતાનો જીવનસાથી માન્યો. અમાન્ડા રેઝર્સે કહ્યું, ‘તે મારા જીવનનો મહત્વનો ભાગ છે. તે મને હસાવે છે, મને ખુશ રાખે છે અને જ્યારે હું અસ્વસ્થ હોઉં ત્યારે મને સપોર્ટ આપે છે.


જાતે બનાવ્યા વેડિંગ આઉટફીટ્સ

અમાન્ડા રેઝર્સ કહે છે કે નાનપણથી જ તે પોતાને દુલ્હનના ડ્રેસમાં જોવા માંગતી હતી. બીજી વખત પોતાનું સપનું પૂરું કરવા માટે તેણે પોતે જ દુલ્હનનો ડ્રેસ ડિઝાઇન કર્યો હતો. પોતાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા તેણે કહ્યું કે, ‘શેબા સાથે લગ્ન એ ખૂબ જ ખુશીની લાગણી છે, તે ક્યારેય મને પરેશાન કરતી નથી, મારી ખૂબ કાળજી રાખે છે’. એક ટીવી શોમાં અમાન્ડાએ જણાવ્યું હતું કે તે બે મહિનાની હતી ત્યારથી તેને તેના કૂતરા સાથે પ્રેમ થઈ ગયો હતો. તે જ સમયે, તેમને ખાતરી હતી કે એક દિવસ તેઓ ચોક્કસપણે એક બનશે.


નવા સંબંધ માટે એક્સાઇટેડ

ટીવી શો દરમિયાન, જ્યારે લોકોએ અમાન્ડાને પૂછ્યું કે એક કૂતરો ઉછેર્યા પછી તેને લગ્ન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? તો તેણે કહ્યું કે પ્રેમના ઘણા પ્રકાર હોય છે, પરંતુ મારા અને શેબા વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો છે અને તે આ નવા સંબંધને લઈને ખૂબ જ ઉત્સુક છે. તે જ સમયે, તેઓ આશા રાખે છે કે સમય સાથે આ સંબંધ વધુ ગાઢ બનશે.