શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. શ્વેતા તિવારીએ બે લગ્ન કર્યા છે અને બંને અસફળ થયા છે. હવે એ ૨૧ વર્ષની દીકરી પલક તિવારી અને દીકરા રેયાંશ સાથે એકલી જ રહે છે. શ્વેતા એ પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા, પલક એમની દીકરી છે.
હાલમાં જ પલક પોતાના પપ્પા સાથે જોવા મળી હતી. રાજા ચૌધરી એ થોડા દિવસો પહેલા સોશ્યલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં એ દીકરી સાથે એકદમ નિકટ દેખાઈ રહ્યા છે. આ ફોટો રાજા ચૌધરીના જન્મદિવસનો છે.

આ ફોટો શેર કરતા રાજા ચૌધરી એ લખ્યું,’મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે ખૂબ જ આભાર. રાજા ચૌધરીની આ પોસ્ટ પર ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું ,’તમને તમારી દીકરી સાથે જોઇને ઘણી ખુશી થઇ રહી છે. એ સાથે જ એક અન્ય એ લખ્યું ,’તમારી દીકરીના આંખોનો રંગ અને નાકની બનાવટ જોઇને એવું લાગે છે કે એનું ભવિષ્ય બધાને મંત્ર મુગ્ધ કરી દેશે. પલક તિવારીનો જન્મ શ્વેતાના લગ્નના એક વર્ષ પછી ૨૦૦૦ માં થયો હતો.

તમને જણાવી દઈએ કે, શ્વેતાના પહેલા લગ્ન ૧૯ વર્ષની ઉંમરમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર રાજા ચૌધરી સાથે થયા હતા. આ બંનેએ ૧૯૯૯ માં લવ મેરેજ કર્યા હતા. આ લગ્નનો શ્વેતાના પરિવાર તરફથી ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કપલે પોતાના પરિવાર વિષે ના વિચારતા લગ્ન કર્યા હતા. લગ્ન પછી શરુઆતમાં તો શ્વેતા અને રાજાનું લગ્નજીવન ઘણું સારું જઈ રહ્યું હતું. પરંતુ થોડા પછી બંને વચ્ચે અનબનની સામે આવવા લાગી. બંને વચ્ચે આ સમસ્યા પલકના જન્મ સાથે જ આવવા માંડી.

શ્વેતા એ પલકને જન્મ આપ્યા પછી ૨૦૦૧ માં ‘કહીં કિસી રોજ’ થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન એમણે રાજા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. પછી પોતાના પતિ રાજાથી હેરાન થઈને શ્વેતા તિવારીએ ૨૦૦૭ માં છૂટાછેડાનો કેસ પણ ફાઈલ કરી દીધો હતો.એ પછી પોતાના પતિથી અલગ રહેવા લાગી.

બંને ના છૂટાછેડાની પ્રક્રિયા ઘણી લાંબી ચાલી અને સાડા પાંચ વર્ષ પછી અંતે ૨૦૧૨ માં એ બંને અલગ જ થઇ ગયા. એ પછી વર્ષ ૨૦૧૩ માં શ્વેતા તિવારીએ અભિનેતા અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ એમના આ લગ્ન પણ વધારે ના ચાલી શક્યા. બંને અલગ થઇ જ ગયા.

જણાવી દઈએ કે શ્વેતાને બીજા લગ્નથી એક દીકરો રેયાંશ કોહલી છે કે જે શ્વેતા પાસે જ રહે છે. બંને લગ્ન તૂટ્યા પછી લોકો શ્વેતાને ટ્રોલ પણ કરે છે. થોડા દિવસો પહેલા શ્વેતા તિવારીએ ટ્રોલિંગ પર ખુલીને પોતાની વાત જણાવી હતી. એમણે જણાવ્યું હતું કે એમના કારણે ઘણી વાર લોકો પલક ને પણ નથી છોડતા. શ્વેતા મુજબ ઘણીવાર લોકો એને બીજી વાર લગ્ન ના કરવાની સલાહ આપે છે. પલકને કહેવામાં આવે છે કે માં એ બે લગ્ન કર્યા છે, તો દીકરી તો ઓછામાં ઓછા ૫ લગ્ન કરશે.