આ લોકો થાય છે બ્લેક ફંગસના સૌથી સરળ શિકાર, જાણો એનાથી બચવાના ઉપાય

કોરોના વાયરસના કહેરની વચમાં મ્યૂકરમાયકોસીસ નામના સંક્રમણએ નાકમાં દમ કરી દીધો છે. મ્યૂકરમાયકોસીસને સામાન્ય ભાષામાં બ્લેક ફંગસ પણ કહેવાય છે. આ સામાન્ય રીતે દિમાગ, ફેફસાં, અને સ્કીન પર હુમલો કરે છે, પરંતુ કોરોના કાળમાં એનું સંક્રમણ આંખો પર પણ થવા લાગ્યું છે. પરિણામ એ આવે છે કે દર્દીઓની આંખોની રોશની ચાલી જાય છે. ઘણીવાર જીવ બચાવવા માટે દર્દીની આંખો કાઢવી પડે છે. કેટલાક કેસમાં નાકનું હાડકું અને જડબા પણ અસરગ્રસ્ત થાય છે.

બ્લેક ફંગસમાં આ લોકોને છે સૌથી વધારે જોખમબ્લેક ફંગસમાં મૃત્યુ દર ૫૦% સુધી હોય છે. આ એવા લોકોને સૌથી વધારે અસર કરે છે, જેમને પહેલાથી ઘણી બીમારીઓ જેવી કે ડાયાબીટીસ વગેરે છે. કોરોના નો ઈલાજ કરાવવા માટે દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે, અને એને સ્ટીરોઈડસ આપવામાં આવે છે તો એના શરીરના કીટાણુંઓ સામે લડવાની ક્ષમતા અસ્થાયી રૂપે ખત્મ થઇ જાય છે. એ દરમિયાન બ્લેક ફંગસ તમારા પર એટેક કરી દે છે.

કેવી રીતે બચવું બ્લેક ફંગસથી?ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ દ્વારા જાહેર કરેલ એડવાઇઝરી મુજબ સ્ટીરોઈડસનો ઉપયોગ ઓછો અને ડોક્ટરની સલાહથી જ કરો. ડાયાબીટીસને કંટ્રોલમાં રાખવાના પ્રયત્ન કરો. ઈમ્યૂન સીસ્ટમને પ્રભાવિત કરવાવાળી દવાઓ ઓછી લો. હાઈપરગ્લાઈસીમિયા એટલે કે ખૂનમાં ગ્લૂકોઝની વધારે માત્રાને નિયંત્રણમાં રાખવાના પ્રયત્ન કરો.ડાયાબીટીસના દર્દી અને કોવિડ ૧૯ બીમારી પછી હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયેલ દર્દી પોતાનું બ્લડ ગ્લૂકોઝ સમયે સમયે ચેક કરતા રહે. ઓક્સીજન થેરાપીના ઉપયોગ કરતા સમયે હ્યૂમીડીફાયરમાં સાફ અને કીટાણુંરહિત પાણીનો ઉપયોગ કરો. પોતાના મનથી કોઈ પણ એન્ટીબાયોટીક કે એન્ટી ફંગલ દવાઓ ના લો.જો તમને બ્લેક ફંગસ સાથે જોડાયેલ કોઈ પણ સંકેત દેખાય તો એને નજરઅંદાજ ના કરો. કોરોનાથી બહાર આવ્યા પછી જો નાક બંદ થાય છે તો એ બેક્ટેરીયલ સાઈનુસાઈટીસ સિવાય બ્લેક ફંગસ પણ હોઈ શકે છે. એવામાં તપાસ જરૂર કરાવી લો. જો બ્લેક ફંગસનું સંક્રમણ ટેસ્ટમાં આવી જાય તો એનો ઈલાજ જરૂર કરાવો. યાદ રાખો બ્લેક ફંગસ જો શરૂઆતમાં ખબર પડી જાય તો એનો ઈલાજ થઇ શકે છે. એટલે આ બીમારીમાં ઢીલ ના કરવી. એક્ટીવ રહો અને દરેક લક્ષણ પર નજર રાખવી.

બ્લેક ફંગસ નાકના માધ્યમથી આંખો સુધી જાય છે. એટલે જો એનો ઈલાજ ના થયો તો એ દિમાગ પર પણ હુમલો કરી શકે છે, અને એ જીવલેણ સાબિત થઇ શકે છે.