દાસ્તાને એ પૌંહા, મહારાષ્ટ્રથી નીકળીને પોહા કેવી રીતે બની ગયા ઇન્દોરીઓની ઓળખનો મહત્વનો હિસ્સો?

દહીં ચેવડો, ચેવડો, સેવ સાથે પૌંહા … કે પછી ખાંડ સાથે પૌંહા, આ એક એવી વસ્તુ છે જેને નાપસંદ કરવાનો સવાલ નથી ઉઠતો. એ ખાવા અને બનાવવાની એટલી રીત અમે વિકસિત કરી લીધી છે કે વિકલ્પોની કમી નથી.મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના લોકોના દિવસની શરુઆત જ પૌંહા જલેબી કે પૌંહા અને ચા થી થાય છે. પશ્ચિમ બંગાળના કેટલાક ઘરોમાં પૌંહાથી ‘ખાપોરમોંડા’ નામની મીઠી વાનગી પણ તૈયાર કરવામાં આવે છે. હિન્દુસ્તાનમાં ઉત્તરથી દક્ષિણ , પૂર્વથી પશ્ચિમ સફેદ મોતીઓ જેવું દેખાતી આ વાનગી દરેક ઘરમાં મળી જાય છે. દાળ ભાત રોટલી પછી કદાચ આપણા હિન્દુસ્તાનીઓના સ્ટેપલ ફૂડમાં આવે છે.ઇન્દોર, મધ્યપ્રદેશની તો આ નેશનલ વાનગી બની ગઈ છે. ઇન્દોર જઈને તમે જો તમે ઇન્દોરી સેવ પૌંહા ના ચાખ્યા તો તમારું ઇન્દોર જવું જ બેકાર છે. ઈન્દોરને દેશમાં બે જ કારણોથી ઓળખવામાં આવે છે. સાફ સફાઈ અને બીજા પૌંહા.એમ તો બધે પૌંહા હોય છે, પણ ઇન્દોરી પૌંહાની તો વાત જ નિરાળી છે.

કેવી રીતે મધ્યપ્રદેશના પૌંહા બન્યા ઇન્દોરની ઓળખએક લેખની માનીએ તો પૌંહા મહરાષ્ટ્રની ભેટ છે, દુનિયાને. હોલ્કર અને સિંધિયા રાજમાં એ ખૂબ જ લોકપ્રિય થયા. જયારે હોલ્કર અને સિંધિયા રાજવંશ મધ્યપ્રદેશ પહોંચ્યા તો એમની સાથે પૌંહા પણ ઇન્દોર સહીત મધ્યપ્રદેશના બાકી શહેરોના ઘરોમાં પણ હંમેશા માટે વસી ગયા.

ખાસ વાત એ છે કે મધ્યપ્રદેશમાં પૌંહા ડુંગળી, ટામેટા અને મસાલાથી બને છે તો ઇન્દોર કે મધ્યપ્રદેશમાં ડુંગળી લસણ વિના પણ બને છે. જે એક વસ્તુ મધ્યપ્રદેશના પૌંહામાં નાખવામાં આવે છે એ છે નમકીન. એ પણ તીખું.

પૌંહા વિદેશીઓમાં પણ થયા મશહૂરટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ૧૮૪૬ ના પેપરમાં છપાયેલ એક લેખની માનીએ તો બોમ્બે ગૈરીસન ઓર્ડર જારી કર્યો હતો કે જયારે પણ સિપાહી સમુદ્રી સફર માટે નીકળશે તો એમને ખાવા માટે પૌંહા આપવામાં આવશે. ૧૮૭૮ ના આ પેપરના લેખ પર વિશ્વાસ કરીએ તો સાઇપ્રસથી ભારત પાછા ફરી રહેલ કેટલાક સિપાહી, પૌંહાની માંગ પર અડી ગયા અને એમને અટકાવવામાં આવ્યા હતા, એ છે પૌંહા પાવર.સફર માટે સૌથી ઠીક હતા પૌંહા. ગરમ પાણી નાખીને એ સિપાહી સરળતાથી ખાઈ શકતા હતા. કુદરતી આપત્તિ સમયે તો પૌંહા ઈશ્વરીય આશીર્વાદથી ઓછા નહતા લાગતા.

પૌંહા કેટલા પ્રખ્યાત છે એ સમજવા માટે એક જ હકીકત કાફી છે – ૧૯૬૦ ના દશકમાં ભારત સરકારે પૌંહાના ઉત્પાદનને સીમિત કરી દીધા હતા, કારણ હતું ચોખાની કમી.

હિંદુ પૌરાણિક કથાઓમાં પણ છે ઉલ્લેખ

કહેવાય છે કે જયારે ગરીબ સુદામા પોતામાં અમીર મિત્ર કૃષ્ણને મળવા ગયા હતા, ત્યારે પોતાની સાથે એક પોટલીમાં પૌંહા બાંધીને લઇ ગયા હતા.

તમને કેવા પૌંહા ખાવા ગમે છે, અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.