આજકાલના સમયમાં લોકોનું ખાન-પાન અને જીવનશૈલી એકદમ બદલાઈ ગઈ છે જેના કારણે ઘણા બધા લોકોમા અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. આવી જ એક બીમારી છે જેનું નામ છે થાયરોઈડ. અગર કોઈ માણસને થાયરોઈડની બીમારી છે તો તેના શરીરમાં આયોડીનની કમી હોવાની સંભાવના હોય છે. અગર તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તમે આ બીમારીથી બચી શકશો.
થાયરોઇડના કારણે તમારે ઘણા સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમય રહેતા અગર આ બીમારી પર કંટ્રોલ નહિ કરવામાં આવે તો આના કારણ બીજી પણ અન્ય બીમારીઓ થઈ શકે છે. તો આ લેખ ધ્યાનથી વાંચો જેથી કરીને તમને ખબર પડે કે આ બીમારીને કઈ રીતે કંટ્રોલ કરવી.
થાયરોઇડને કંટ્રોલ કરવા માટે આવી હોવી જોઈએ તમારી ડાયટ
અગર તમે તમારી થાયરોઇડની બીમારી પર કંટ્રોલ મેળવા ઇચ્છતા હોય તો તમારે તમારા ડાયટમાં ફેરફાર કરવો પડશે. તમારી ડાયટમાં આ 4 ગુણો હોવા ખુબ જરૂરી છે.
- તમે ફળ, શાકભાજી, સ્પોટ્સ અને ગ્રેન્ટ્સનું સેવન કરી શકો છો. તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે પેક ફૂડ, ચિપ્સ વગેરેનું સેવન નુકશાન પહોંચાડી શકે છે.
- પ્રકૃતિ આપણે જે રૂપમાં ખાવાનું આપે છે એજ જ રૂપમાં ખાવાનું ખાવું જોઈએ જેમાં બ્રાઉન રાયસ, ખજૂર અને ગોળ સામેલ છે. સફેદ રાયસ, સફેદ ખાંડ, રિફાઇન તેલ, મેંદા, રિફાઇન ફૂડ્સથી બચવું જોઈએ.
- તમારે પ્લાન્ટ બેસ્ડ ફૂડનું સેવન કરવું જોઈએ. ઈંડા, માછલી, દૂધ અને દૂધમાંથી બનવાવાળી વસ્તુઓના સેવનથી બચવું જોઈએ.
- જે વસ્તુમાં પાણીનો ભાગ વધારે હોય એવી વસ્તુઓનું સેવન વધારેથી વધારે કરવું જોઈએ જેમ કે તરબૂચ, કાકડી, કિવિ વગેરે.
જો તમે તમારા થાયરોઇડ પર જલ્દીથી જલ્દી કંટ્રોલ મેળવાનો ઇચ્છતા હોય તો તમારે તમારી ડાયટમાં પરફેક્ટ થવું પડશે. થાયરોઇડને કંટ્રોલ કરવા માટે તમારે તમારી ડાયટમાં દૂધીનો રસ જરૂરથી એડ કરવો જોઈએ. દૂધીનો રસ પિતા પહેલા 2 કલાક સુધી કોઈપણ વસ્તુ ખાવાપીવાનું ટાળવું. તમારે સવારે નાસ્તામાં એક મોસંબી ખાવી જોઈએ પણ એક વાતનું ધ્યાન રાખવું કે વધારે ખાટી વસ્તુના સેવનથી હમેશા બચવું. તમે બપોરે જમવામાં કોઈ એક અનાજ અથવા કઢોલને રોટલી સાથે ખાય શકો છો. રાત્રે જમવામાં તમે સલાડ વગેરે ખાય શકો છો.
થાયરોઇડથી પીડિત લોકોએ આયોડીન મીંઢાની જગ્યા પર સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ કારણે કે આયોડીન મીઠાને ખુબ રિફાઇન અને પ્રોસેસ કર્યા પછી બનાવામાં આવે છે, એટલા માટે આયોડીન મીઠું આપણા સ્વાસ્થ્ય માટે હાનીકાર સાબિત થાય છે. સિંધવ મીઠું રિફાઇન અને પ્રોસેસ કર્યા વગરનું હોય છે જેથી તે આપણે શરીરને ઓછું નુસખાન કરે છે.