દાળ બાટી ચુરમા : સૈનિકોની ભૂખ મીટાવનારી ૧૩૦૦ વર્ષ જૂની બાટી, જે આજે રાજસ્થાની થાળીની છે શાન

રાજસ્થાન શબ્દ સાંભળીને દિમાગમાં એક જ છવિ ઉપસે છે. રણ, ઊંટ, પારંપરિક વસ્ત્ર, કિલ્લા હવેલીઓ, અને ખાવાનું કહીએ તો સૌથી પહેલા મગજમાં દાલ બાટી ચુરમા જ આવે છે. આ રાજસ્થાની ડીશ ઉત્તર ભારતમાં લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

આં દેસી ડીશનો દેસી સ્વાદ દિલો દિમાગમાં વસી જાય છે. જેવો એનો સ્વાદ હોય છે એવો જ એનો ઈતિહાસ છે. એ શરુ થવાની કહાની ઘણી રસપ્રદ છે. સૈનિકોથી શરુ થઈને મુગલ દરબારમાં એની ચર્ચાની કહાની ઘણી રસપ્રદ છે.

૧૩૦૦ વર્ષ પહેલા ભૂખ્યા સૈનિકોનો સહારો હતી દાલ બાટી



પોતાનામાં જ એક ભરપૂર ખોરાક છે દાલ બાટી ચુરમા. એનો ઉલ્લેખ તો ટ્રાવેલર ઈબ્નબતૂતાના પુસ્તકમાં પણ મળી જાય છે. ટ્રાવેલર ઈબ્નબતૂતાએ આ ડીશનો ઉલ્લેખ કઈક એવી રીતે કર્યો છે કે સૂરજની રોશનીમાં પાકેલ ઘઉંથી બનેલી બાટી. એ સમયે ઘઉં, જુવાર, બાજરો અને અન્ય અનાજ લોકોના ભોજનનો હિસ્સો હતું.

બાટી કેવી રીતે આવી અસ્તિત્વમાં?

બાટી મીઠું નાખ્યા વિના ઘઉંથી બને છે, જેમાં ઘી અને ઊંટના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉલ્લેખ સૌથી પહેલા રાજસ્થાનમાં મેવાડ સામ્રાજ્યના સંસ્થાપક બાપ્પા રાવલના સમયથી મળે છે. આ વાત ૧૩૦૦ વર્ષ પહેલા એટલે કે ૮ મી શતાબ્દીની છે. પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતા પહેલા એ એક ચારવાહ યોદ્ધા જનજાતિ હતા. એમને માન મોરીથી ચિતોડ દહેજના રૂપમાં મળ્યું છે. બાટી ગુહીલાઓના સત્તાવાર યુદ્ધ સમયે ખાવામાં આવતો ખોરાક હતો.

કહેવાય છે કે ભૂખ્યા સૈનિક લોટના ટુકડા બનાવીને ગરમ રેતીમાં દબાવી દેતા હતા. જયારે તેઓ પાછા આવતા તો ત્યાં સુધી એ સારી રીતે સેકાઈ જતા. એ પછી તેઓ એમાં ઘી નાખીને ખાતા હતા. સારો દિવસ હોય તો દહીં કે છાસ સાથે ખાલી લેતા હતા.

વેપારીઓની આગમન અને દાળ જોડાવી

ધીમે ધીમે આ ડીશમાં ચુરમા અને પંચમેળ દાળ પણ જોડાઈ ગઈ. પુરાતત્વોનું માનવું છે કે હજી પણ નિમ્ન સ્તરના લોકો બાટીને ઘી, છાશ, અને બકરી કે ઊંટના દૂધથી બનેલ દહીં સાથે ખાય છે. જયારે ઉચ્ચ કે સંપન્ન લોકો એની સાથે દાળ ખાય છે.



બાટી સાથે દાળ ભળવી એની ઘણી કહાનીઓ છે. જેમ કે મેવાડમાં વેપારીઓનું આવીને વસવાથી એની શરુઆત અને ગુપ્તાકાળમાં પંચમેળ દાળનો શાહી ખોરાકમાં સમાવેશ કરવામાં આવ્યો.

ભૂલમાં બાટીમાં પડ્યો શેરડીનો રસ અને બન્યું ચુરમા

દાળની વાત તો થઇ ગઈ,હવે ચુરમાનો ઉલ્લેખ તો કરવો જ પડે. એની પાછળ પણ હાઉસ ઓફ મેવાડ અને ગુહીલા સામ્રાજ્ય જ છે. પ્રચલિત કહાનીઓ અનુસાર, એક યુદ્ધ દરમિયાન એક બાવર્ચીએ ભૂલમાં શેરડીના રસને બાટીમાં નાખી દીધો હતો, એ પછી ચુરમાની શોધ થઇ. જયારે એક કહાની અનુસાર, ગૃહિણીઓ બાટીને ગોળ કે ખાંડના પાણીમાં નાખી દેતી હતી જેથી એમના પતિ જયારે જમે ત્યારે એ નરમ અને તાજી રહે.

આ રીતે મેવાડથી નીકળી સુપર ટેસ્ટી ડીશ, દાલ બાટી ચુરમા. સમયની સાથે સાથે અલગ અલગ જગ્યાએ અને સમુદાયમાં એમાં ફ્લેવર અને રૂપ આપવામાં આવેલ છે. એમાં કઢી ને શાક પણ જોડાઈ ગયું.

રાની જોધાબાઈ દ્વારા પહોંચ્યું મુગલોમાં



આ ડીશ મુગલ દરબાર સુધી પહોંચવાની કહાની પણ જોરદાર અને રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે રાની જોધાબાઈ દ્વારા આ ડીશ મુગલ દરબાર સુધી પહોંચી. મુગલ સામ્રાજ્યના શાહી રસોઈયાએ એને નવી રીત બનાવવાનું શરુ કર્યું અને નામ આપ્યું દાલ બાફલા અને ખીચ. આ રીતે દાલ બાટી ચુરમા રાજસ્થાનથી મુગલ સામ્રાજ્ય પહોંચ્યું. બાટી અને ભાફ્લામાં એક જ ફર્ક છે બાટી શેકવામાં આવે છે અને બાફલા બાફ્યા પછી એને શેકવામાં આવે છે.